Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કરોડપતિ છે Munawar Faruqui, રાજા જેવી લાઈફ સ્ટાઈલ છે ફારુકીની

Munawar Faruqui: બિગ બોસ 17નો ગ્રાન્ડ ફિનાલે થઈ ગયો અને તેમાં મુનાવર ફારુકી વિજેતા બન્યો છે. આ શોની સૌથી ચર્ચિત વ્યક્તિ મુનાવર ફારૂકી સલમાન ખાનના રિયાલિટી શોનો વિજેતા બન્યો હતો. મુનાવર ફારુકીએ અભિષેક કુમાર, મન્નારા ચોપરા, અંકિતા લોખંડે અને અરુણ...
કરોડપતિ છે munawar faruqui  રાજા જેવી લાઈફ સ્ટાઈલ છે ફારુકીની

Munawar Faruqui: બિગ બોસ 17નો ગ્રાન્ડ ફિનાલે થઈ ગયો અને તેમાં મુનાવર ફારુકી વિજેતા બન્યો છે. આ શોની સૌથી ચર્ચિત વ્યક્તિ મુનાવર ફારૂકી સલમાન ખાનના રિયાલિટી શોનો વિજેતા બન્યો હતો. મુનાવર ફારુકીએ અભિષેક કુમાર, મન્નારા ચોપરા, અંકિતા લોખંડે અને અરુણ શ્રીકાંત માશેટ્ટીને હરાવી ટ્રોફી કબજે કરી હતી.

Advertisement

50 લાખની પ્રાઈઝમની અને એક ક્રેટા કાર મળી

મળતી વિગતો પ્રમાણે મુનાવરને બિગ બોસ 17ની ટ્રોફી સાથે સાથે સારા એવા પૈસા પણ મળ્યા છે. તેને ટ્રોફી સાથે 50 લાખની પ્રાઈઝમની અને એક ક્રેટા કાર પણ મળી છે. એક રિપોર્ટ પ્રમાણે મુનાવર ફારુકી અત્યારે સામાન્ય વ્યક્તિની જેમ નહીં પરંતુ રાજાની જેમ જિંદગી જીવી રહ્યા છીએ. તેની સંપત્તીના વાત કરવામાં આવે તો તેમની પાસે અત્યારે 8 કરોડની સંપત્તી હોવાની વિગતો સામે આવી છે.

મુનાવરે લોક-અપ સિઝન વન પણ જીતી હતી

મુનાવર ફારુકી સ્ટેન્ડ-અપ કોમેડી શો, મ્યુઝિક આલ્બમ, રિયાલિટી શો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી મોટી કમાણી કરે છે. આ પહેલા મુનાવરે લોક-અપ સિઝન વન પણ જીતી હતી. અત્યારે તે બિગ બોસ 17 ની વિજેતા બન્યો છે. રિપોર્ટ અનુસાર, તે તેના દરેક સ્ટેન્ડ-અપ કોમેડી શોમાંથી 1.5 લાખથી 2.5 લાખ રૂપિયાની કમાણી કરે છે.

Advertisement

એક પોસ્ટ કરવાના 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે

મીડિયા રિપોર્ટ પ્રમાણે મુનાવર ફારુકીના ઇન્સ્ટાગ્રામ પર 11.6 મિનિયન ફોલોવર્સ છે. તે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવાના 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ફારુકીએ બિગ બોસ 17માં એક અઠવાડિયા માટે 7થી 8 લાખ જેટલો ચાર્જ લીધો છે. ફારૂકી 12 અઠવાડિયા સુધી BB 17 હાઉસમાં રહ્યો, તેથી તેને શો માટે કુલ 84 લાખથી 96 લાખ રૂપિયા મળ્યા હશે. 50 લાખની ઈનામી રકમ સાથે તેને 1.34 કરોડથી 1.46 કરોડ રૂપિયાની વચ્ચેની રકમ મળી છે.

આ પણ વાંચો: Budget 2024: શું જૂની ટેક્સ વ્યવસ્થામાં બદલાવ આવશે? કોને મળશે કેટલી રાહત?

Advertisement
Tags :
Advertisement

.