Netflix માંથી જલ્દી જ નીકળી જશે Jurassic Park થી લઈને Train to Busan સુધીની ફિલ્મો, જાણો શું છે કારણ
તમે જે વિચારી પણ ન શકો તેવી ફિલ્મો અને વેબ સિરીઝ Netflix માં જોવા મળી જાય છે. આ OTT પ્લેટફોર્મ પર તમને દુનિયાભરના કોન્ટેન્ટ જોવા મળી જશે. ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં તેના કોન્ટેન્ટને લોકો વખાણે છે. પણ શું તમને ખબર છે કે, થોડા દિવસો બાદ આ OTT પ્લેટફોર્મ પરથી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ (Movies and Web Series) રીમૂવ કરી દેવામાં આવશે.
Netflix જાહેર કરે છે યાદી
મનોરંજન માટે લોકો સૌથી વધુ નેટફ્લિક્સ જોવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આ OTT પ્લેટફોર્મ પરથી દર મહિને ઘણી વેબ સિરીઝ, ટીવી શો અને ફિલ્મો કાઢી નાખવામાં આવે છે, એટલે કે તેને ટ્રિમ કરવામાં આવે છે. Netflix આની યાદી બહાર પાડે છે, જેમાં તે સ્પષ્ટ છે કે તેમને OTTમાંથી ક્યારે દૂર કરવામાં આવશે. આ મહિને પણ ઘણા શો, સિરીઝ અને મૂવીઝ હટાવવામાં આવી રહ્યા છે. આમાં ઘણી હિટ, સુપરહિટ અને કલ્ટ ક્લાસિક ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. જો તમે હજુ સુધી તેને જોયા નથી, તો પણ તમારી પાસે તેમને જોવાની છેલ્લી તક છે. તમે આને તાત્કાલિક દૂર કરવામાં આવે તે પહેલાં જોઈ શકો છો.
નીચે દર્શાવવામાં આવેલી તારીખથી ફિલ્મો અને વેબ-સિરીઝ દૂર કરવામાં આવશે
15 એપ્રિલ | 30 એપ્રિલ |
Rush | 13 going on 30 |
Synchronic | 27 dresses |