Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Movie Releasing In May: સિનેમા ઘરોમાં મે મહિનો રહેશે ધમાકેદાર, એક પછી એક ધાકડ મૂવી થશે રિલીઝ

Movie Releasing In May: ગયા મહિને એપ્રિલમાં 'બડે મિયાં છોટે મિયાં' અને 'મેદાન' સહિત ઘણી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં આવી હતી. જોકે, તે સિનેમાં ઘરોમાં પર ધૂમ મચાવી શકી ન હતી. ત્યારે હવે મે મહિનાની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે આ...
movie releasing in may  સિનેમા ઘરોમાં મે મહિનો રહેશે ધમાકેદાર  એક પછી એક ધાકડ મૂવી થશે રિલીઝ
Advertisement

Movie Releasing In May: ગયા મહિને એપ્રિલમાં 'બડે મિયાં છોટે મિયાં' અને 'મેદાન' સહિત ઘણી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં આવી હતી. જોકે, તે સિનેમાં ઘરોમાં પર ધૂમ મચાવી શકી ન હતી. ત્યારે હવે મે મહિનાની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે આ મહિનામાં હૉલિવૂટ સહિત અનેક ભારતની લાંબા સયમથી રાહ જોવાતી ફિલ્મો સિનેમા ઘરમાં રિલીઝ કરવામાં આવશે. તો ચાલો જાણીએ આ સિનેમા અહેવાલમાં કે મે મહિનામાં કઈ-કઈ ફિલ્મો રિલીઝ થશે.

ધ ફૉલ ગાય (The Fall Gay)

The Fall Gay એ હૉલીવૂટ મૂવી છે. રયાન ગોસલિંગ અને એમિલી બ્લંટ આ ફિલ્મમાં મૂખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ એક્શન ડ્રામા આધારિત છે. આ મૂવી અંગ્રેજી સાથે હિન્દી ભાષામાં રિલીઝ કરવામાં આવશે. આ મૂવી 3 મેના રોજ ભારતીય સિનેમા ઘરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને ડેવિડ લીચ દ્વારા બનાવવામાં આવી છે.

Advertisement

Advertisement

કિંગડમ ઑફ ધ પ્લેનેટ ઑફ ધ એપ્સ (Kingdom of the Planet of the Apes)

Kingdom of the Planet of the Apes એ હોલિવૂડ એક્શન એડવેન્ચર મૂવી છે. આ મૂવી અંગ્રેજી સાથે હિન્દી, તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. આ મૂવી વેસ બોલ દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં વાંદરાઓ અને માણસો વચ્ચેનું યુદ્ધ જોવા મળશે. આ ફિલ્મ 8 મેના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

શ્રીકાંત (Shrikant)

આ મૂવી 'શ્રીકાંત' ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની આત્મકથા પર આધારિત છે. આ મૂવી શ્રીકાંતનું પાત્ર રાષ્ટ્રીય શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર વિજેતા રાજકુમાર રાવ નિભાવી રહ્યા છે. આ મૂવી 10 મી મેના રોજ રીલિઝ થશે. રાજકુમાર રાવ સાથે આલિયા એફ, જ્યોતિકા અને શરદ કેલકર પણ તેમાં જોવા મળશે.

કર્તમ ભુગતમ (Kartam Bhugtam)

વિજય રાઝ અને શ્રેયસ તલપડે સ્ટારર મનોવૈજ્ઞાનિક થ્રિલર મૂવી 17 મેના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. આ ફિલ્મનું નિર્દેશન સોહમ શાહે કર્યું છે. હિન્દીની સાથે આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ જોવા મળશે.

ધ સ્ટ્રેન્જર્સ: ભાગ 1 (The Strangers: Chapter 1)

રેની હાર્લિન દ્વારા નિર્દેશિત આ હોરર થ્રિલર ફિલ્મ 17 મેના રોજ રિલીઝ થશે. મેડેલીન પેટસ્ચ અને ફ્રોય ગુટીરેઝ સ્ટારર આ ફિલ્મ ધ સ્ટ્રેન્જર્સ ફિલ્મ સિરીઝનો એક ભાગ છે.

આઈએફ (IF)

જોન ક્રેસિન્સ્કી સ્ટારર આ ફિલ્મ 17 મેના રોજ રીલિઝ થશે. તેમાં સ્ટીવ કેરેલ, એમિલી બ્લન્ટ, ફોબી વોલર-બ્રિજ, મેટ ડેમન, જ્હોન સ્ટુઅર્ટ, માયા રુડોલ્ફ અને લુઈસ ગોસેટ જુનિયર જોવા મળશે.

ફ્યુરીઓસા (Furiosa)

Furiosa: A Mad Max Saga એ પોસ્ટ-એપોકેલિપ્ટિક એક્શન એડવેન્ચર હોલીવુડ ફિલ્મ છે. જે જ્યોર્જ મિલર દ્વારા સહ-નિર્માણ અને નિર્દેશિત છે. ક્રિસ હેમ્સવર્થ અને ટોમ બર્ક સ્ટારર આ ફિલ્મ 23 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

ભૈયા જી (Bhaiyya Ji)

બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી એક્શન ડ્રામા ફિલ્મ 'ભૈયા જી'માં જોવા મળવાના છે. આ ફિલ્મ તેના માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ તેની કારકિર્દીની 100 મી ફિલ્મ છે. આ ફિલ્મ અપૂર્વ સિંહ કાર્કી દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. 'ભૈયા જી' 24 મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

ધ ગારફિલ્ડ મૂવી (The Garfield Movie)

ધ ગારફિલ્ડ મૂવી એક પારિવારિક કોમેડી ફિલ્મ છે. માર્ક ડિંડલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 24 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

મિસ્ટર એન્ડ મિસિસ માહી (Mr And Mrs Mahi)

મિસ્ટર એન્ડ મિસિસ માહી પણ રાજકુમાર રાવની ફિલ્મ છે. આ ફિલ્મમાં તે જ્હાન્વી કપૂર સાથે જોવા મળશે. શરણ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક સ્પોર્ટ્સ ડ્રામા છે, જે 31 મેના રોજ રીલિઝ થઈ રહી છે.

આ પણ વાંચો: ગુરુચરણ સિંહના ગુમ થવા મુદ્દે પ્રોડ્યૂસર ASIT MODI એ કહ્યું; મને ખાતરી છે કે તે….. 

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

featured-img
સ્પોર્ટ્સ

Virat Kohli બોર્ડના નિયમથી નથી ખુશ? નામ લીધા વિના કરી મોટી વાત

featured-img
રાષ્ટ્રીય

Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો

×

Live Tv

Trending News

.

×