Kangana Ranaut ની ફિલ્મને લઇને વિવાદ,જબલપુર હાઇકોર્ટે લગાવી રોક
- કંગના રનૌતની ફિલ્મને લઇને વિવાદ
- જબલપુર હાઇકોર્ટે ફિલ્મ રીલિઝ પર લગાવી રોક
- 6 સપ્ટેમ્બરે રિલીઝ નહી થઇ શકે ઇમરજન્સી
Kangana Ranaut: કંગના રનોતની (Kangana Ranaut)ફિલ્મ ઇમરજન્સી(EmergencyFilm) 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી પરંતુ રિલીઝ થયા પહેલા જ ફિલ્મ વિવાદમાં આવી છે. જબલપુર હાઇકોર્ટે આ ફિલ્મ રિલીઝ પર રોક લગાવી દીધી છે. હાલમાં ફિલ્મ માટે માત્ર ઓનલાઇન સર્ટિફિકેટ સીરિયલ નંબર જ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ હજી પણ તેને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. એટલુ જ નહી આ ફિલ્મના ટ્રેલર પર પણ રોક લગાવી દીધી છે.
વિરોધ કેમ ?
શીખ સમુદાયના કેટલાક લોકો અને પ્રતિનિધિઓએ ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઈને ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. ફિલ્મ વિરૂદ્ધ પિટિશન દાખલ કરી અને તેની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી. જેના પર હાઈકોર્ટે વિચાર કરવાનો નિર્દેશ આપ્યો. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ફિલ્મ રિલીઝ થયા પછી પણ કોઈ વાંધો હોય તો અરજીકર્તા કોર્ટમાં આવી શકે છે.
BIG BREAKING 🚨🚨
Bombay High Court postponed the matter to 18th September.
They refused to direct CBFC to issue the clearance certificate for #Emergency.
Moye Moye for #KanganaRanaut continues 😂😭 pic.twitter.com/6WPwVNvdsG
— Jitesh (@Chaotic_mind99) September 4, 2024
આ પણ વાંચો -વિવાદ બાદ Netflix ની 'IC 814 The Kandahar Hijack' સીરિઝમાં થશે મોટો ફેરફાર
બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી
ફિલ્મની સહ-નિર્માણ કંપની ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝે બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો અને 'ઇમરજન્સી'ની રજૂઆત અને સેન્સર પ્રમાણપત્રની માંગ કરી. બોમ્બે હાઈકોર્ટે અરજી દાખલ કરી લીધી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સેન્સર બોર્ડે મનસ્વી રીતે અને ગેરકાયદેસર રીતે ફિલ્મનું સેન્સર પ્રમાણપત્ર રોકી રાખ્યું છે. આ અરજી જસ્ટિસ બીપી કોલાબાવાલા અને ફિરદૌસ પૂનાવાલાની ડિવિઝન બેંચ સમક્ષ તાત્કાલિક સુનાવણી માટે મૂકવામાં આવી હતી. જેની સુનાવણી આજે થશે.
આ પણ વાંચો -Navya Naveli nanda: ન્યૂયોર્કથી ગ્રેજ્યુએશન, હવે નવ્યા નવેલી નંદા IIMમાંથી MBA કરશે
પંજાબમાં વિરોધ પ્રદર્શન
તો બીજી તરફ ફિલ્મ ઈમરજન્સીનો વિવાદ પંજાબમાં પણ જોવા મળી રહ્યો છે. પંજાબમાં તેની ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છે. શીખ સમુદાયના લોકોનું કહેવું છે કે ફિલ્મમાં તેમની ખોટી છબી બતાવવામાં આવી છે અને તથ્યોને વિકૃત કરવામાં આવ્યા છે. કંગના રનૌત 'ઇમરજન્સી'માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળવાની છે.. આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો તે 1975માં આવેલી 'ઇમરજન્સી' પર આધારિત છે. ફિલ્મમાં કંગના ઉપરાંત અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી પણ મહત્વના રોલમાં જોવા મળશે.