Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jolly LLB 3માં જોવા મળશે જોલી વર્સીસ જોલી, અક્ષય અને અરશદ વચ્ચે જોવા મળશે ટક્કર

બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મોની સીરીઝ બની છે, જેને પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી છે અને દર્શકો તેની નવી સિકવલ માટે હમેંશા ઉત્સાહીત રહેતા હોય છે. આ લિસ્ટમાં જોલી એલએલબીનું નામ પણ સામેલ છે, જેના ત્રીજા ભાગ માટે ફેન્સ આતુર છે...
03:42 PM Jun 08, 2023 IST | Vishal Dave

બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મોની સીરીઝ બની છે, જેને પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી છે અને દર્શકો તેની નવી સિકવલ માટે હમેંશા ઉત્સાહીત રહેતા હોય છે. આ લિસ્ટમાં જોલી એલએલબીનું નામ પણ સામેલ છે, જેના ત્રીજા ભાગ માટે ફેન્સ આતુર છે અને હવે તેમની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. મજાની વાત એ છે કે જોલી એલએલબી 3માં અક્ષય કુમાર અને અરશદ વારસી બંને એકબીજાને ટક્કર આપતા જોવા મળશે.

અક્ષય-અરશદ સામ-સામે થશે

ફિલ્મ જર્નાલિસ્ટ હિમેશ માંકંદે સોશિયલ મીડિયા પર જોલી એલએલબી 3 વિશે અપડેટ આપ્યું છે. હિમેશે પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે અરશદ વારસીએ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે તે જોલી એલએલબી 3માં છે અને અક્ષય કુમાર પણ આ ફિલ્મનો એક ભાગ છે. આ ફિલ્મ આવતા વર્ષે શરૂ થશે. આ ફિલ્મનું નિર્દેશન સુભાષ કપૂર કરશે અને આ વખતે અક્ષય કુમાર અને અરશદ વારસી જોલી તરીકે એકબીજાની સામે હશે. આ બધા સિવાય ફરી એકવાર સૌરભ શુક્લા ફિલ્મમાં જજની ભૂમિકામાં જોવા મળશે.

જોલી એલએલબી સિરીઝ વિશે પણ જાણો
ઉલ્લેખનીય છે કે, જોલી એલએલબી સીરિઝની બે ફિલ્મો અત્યાર સુધીમાં રિલીઝ થઈ છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2013માં અને બીજો ભાગ 2017માં રિલીઝ થયો હતો. પહેલા ભાગમાં અરશદ વારસી જોલીના રોલમાં હતો અને બીજા ભાગમાં અક્ષય કુમાર. ફિલ્મના પહેલા ભાગમાં, જોલી હિટ એન્ડ રનનો કેસ લે છે અને અંતે જીતી જાય છે. અને બીજા ભાગમાં, જોલી નકલી એન્કાઉન્ટરનો પર્દાફાશ કરતો જોવા મળે છે.

Tags :
AkshayArshadJollyJolly LLB 3
Next Article