Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જેલમાં બંધ Jacqueline Fernandez નો આશિક ફેન્સમાં વહેચશે IPHONE 15 PRO, તમે પણ જીતી શકો છો આ મોંઘોદાટ ફોન

Jacqueline Fernandez પહેલા તેના આશિક સુકેશ ચંદ્રશેખરને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી. હવે સુકેશ ચંદ્રશેખર અને Jacqueline Fernandez ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ હાલમાં જેલમાં બંધ Jacqueline નો આશિક ઠગ સુકેશ હવે...
જેલમાં બંધ jacqueline fernandez નો આશિક ફેન્સમાં વહેચશે iphone 15 pro  તમે પણ જીતી શકો છો આ મોંઘોદાટ ફોન
Advertisement

Jacqueline Fernandez પહેલા તેના આશિક સુકેશ ચંદ્રશેખરને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી. હવે સુકેશ ચંદ્રશેખર અને Jacqueline Fernandez ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ હાલમાં જેલમાં બંધ Jacqueline નો આશિક ઠગ સુકેશ હવે જેક્લીનના ચાહકોને એક મોટી ભેટ આપવા જઈ રહ્યો છે. તેને 100 Jacqueline ના ફેન્સને IPHONE 15 PRO આપવાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો

Advertisement

સુકેશ ચંદ્રશેખર Jacqueline ના જન્મદિવસે આપશે ભેટ

Advertisement

Jacqueline Fernandez અને સુકેશ ચંદ્રશેખરના કેટલાક ફોટોસ પહેલા વાયરલ થયા હતા. ત્યાર બાદથી જ તેમના બંને વચ્ચે શું સંબંધ છે તેની ચર્ચાઓ ખૂબ જ થવા લાગી હતી. જો કે જેક્લીનએ કોઈ દિવસ આ મુદ્દા ઉપર ખૂલીને વાત કરી નથી. પરંતુ સુકેશ જેલમાં હોવા છત્તા અલગ અલગ રીતે જેક્લીન માટે તેના પ્રેમનો ઈજહાર કરતો રહે છે. ઉલ્લેખનીય છે કે, સુકેશ સાથેના કનેક્શનને કારણે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની મુશ્કેલીઓ ભલે વધી ગઈ હોય, પરંતુ તેના ચાહકોનું નસીબ ચમકવાનું છે. હવે સુકેશે જેલમાં બેસીને જાહેરાત કરી છે કે તે જેકલીન ફર્નાન્ડિસના ચાહકોને 100 IPHONE 15 PRO ગિફ્ટ કરવા જઈ રહ્યો છે. આ વાતની જાહેરાત કેવી રીતે થઈ અને કેવી રીતે કોને આ મોંઘોદાટ ફોન મળશે તેના વિશે તમને આગળ જણાવીશું.

Advertisement

જેલમાંથી લખ્યો પત્ર

સમગ્ર બાબત એમ છે કે, જેલમાં બંધ સુકેશએ જેકલીન ફર્નાન્ડિસ માટે જેલમાંથી એક પત્ર લખ્યો હતો. આ પ્રેમ પત્રમાં સુકેશે તેની લેડી લવ એટલે કે જેકલીન ફર્નાન્ડિસના આગામી જન્મદિવસ વિશે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે, જેકલીન ફર્નાન્ડિસનો જન્મદિવસ 11મી ઓગસ્ટે છે પરંતુ સુકેશે એક મહિના પહેલા જ જન્મદિવસનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. જેકલીન ફર્નાન્ડિસનું એક નવું સોંગ આવ્યું છે, જેનું નામ છે YIMMI YIMMI. ઠગ સુરેશે આ ગીત અંગે પત્ર દ્વારા જાહેરાત કરી છે.

શું કહ્યું સુકેશે?

Jacqueline Fernandez નું આવેલુ સોંગ YIMMI YIMMI નો સુકેશ દીવાનો છે. તેટલા માટે તેને આ પત્રમાં જાહેરાત કરતાં લખ્યું છે કે, જે પણ હવેથી 30 દિવસમાં યમ્મી યીમીને સપોર્ટ કરશે, તે 100 વિજેતાઓને જેકલીન ફર્નાન્ડિસના જન્મદિવસ પર ભેટ તરીકે iPhone 15 Pro મળશે. જેકલીનના જન્મદિવસ પર તમામ નસીબદાર વિજેતાઓના નામની જાહેરાત પણ કરવામાં આવશે. સુકેશએ આ પત્રમાં ગીતને એકદમ BLOCKBUSTER બનાવવા માટે પણ અપીલ કરી છે.

આ પણ વાંચો : વિદેશમાં ફરવા ગયેલી DIVYANKA TRIPATHI નો લાખોનો સમાન લૂંટાયો, હવે ભારત પરત ફરવું પણ મુશ્કેલ!

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

ટ્રોલર્સ પર ગુસ્સે થઇ Neha Kakkar! મેલબોર્ન કોન્સર્ટમાં બનેલી ઘટના પર જાણો શું કહ્યું

featured-img
મનોરંજન

સલમાન ખાનની ઘડિયાળમાં રામમંદિર! ખાસ Watch ની કિંમત જાણી ચોંકી જશો

featured-img
મનોરંજન

Rashmika Mandanna : Pan India Star

featured-img
મનોરંજન

વીકેન્ડને બનાવો યાદગાર! જુઓ આ must-watch 4 સિરીઝ અને ફિલ્મો

featured-img
મનોરંજન

Yogi Adityanathની બાયોપિક 'અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

featured-img
મનોરંજન

Sikandar ફિલ્મનું થઈ રહ્યું છે છપ્પરફાડ એડવાન્સ બૂકિંગ , રિલીઝ અગાઉ જ કમાઈ લીધા 165 કરોડ

Trending News

.

×