અભી મેં જિંદા હું ! જુઓ Poonam Pandey નો આ વાયરલ વીડિયો
Poonam Pandey still alive : ગઇ કાલે શુક્રવારના રોજ પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. જે સાંભળીને સૌ કોઇ ચોંકી ગયા હતા. તાજતેરમાં મળી રહેલી માહિતી અનુસાર, પૂનમ પાંડેના મોતના સમાચાર ખોટા છે. તેની મોતના સમાચાર સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાનનો એક ભાગ હતો. અભિનેત્રી પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે તે જીવિત છે.
પૂનમ પાંડે જીવિત છે !
તાજેતરમાં, અભિનેત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટમાં, એવું કહેવામાં આવ્યું હતું કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરથી થયું છે. આ પછી, ઘણી હસ્તીઓ અને તેમના અસંખ્ય ચાહકોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરવાનું શરૂ કર્યું. બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારૂકીએ પણ X પર પોસ્ટ કર્યું કે, હુ આ વાત પર વિશ્વાસ નથી કરી શકતો કે રિયાલિટી ટીવી શો લોકઅપ માં તેમની સહ-કન્ટેસ્ટન્ટ રહેલી પૂનમ પાંડે હવે નથી રહી. જોકે, હવે સમાચાર મળી રહ્યા છે કે, પૂનમ પાંડે જીવિત છે, જેની માહિતી તેણે પોતે આપી છે. ખુદ અભિનેત્રીએ પોતાના મૃત્યુના સમાચારને ખોટા ગણાવ્યા છે. પૂનમે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે જીવંત છે અને તેણે આવું કેમ કર્યું તે જણાવ્યું છે.
આ કારણોસર મોતની અફા ફેલાવી
અભિનેત્રી પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ પર સામે આવેલા વીડિયોમાં તે એકદમ સારી દેખાઈ રહી છે. આ વીડિયોમાં પૂનમ પોતાના મૃત્યુના સમાચાર જણાવી રહી છે. મૃત્યુના ખોટા સમાચાર અંગે તેણે કહ્યું કે, આ બધું સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવ્યું છે. પૂનમે કહ્યું કે હું હજી જીવિત છું, હું મરી નથી. હું તે મહિલાઓ વિશે કઇં જ નથી શકતી જે સર્વાઇકલ કેન્સરને કારણે જીવ આપી દે છે. પૂનમે કહ્યું કે તે જાણતી ન હતી કે આ વિશે શું કરવું અને તેથી તે તેના વિશે કંઈ કરી શકી નથી.
અભિનેત્રી થઇ રહી છે ટ્રોલ
પૂનમ પાંડેનો વીડિયો જાહેર થયા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. અભિનેત્રીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર પોતાના મોતની અફવા ફેલાવવા બદલ માફી પણ માંગી છે. તેણીએ તેની એજન્સી HAUTERRFLY ના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં, ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સની માફી માંગતી વખતે, પૂનમ પાંડે કહી રહી છે કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે આ બધું કર્યું છે.
આ પણ વાંચો - POONAM PANDEY ના મૃત્યુને લઇ મોટા સમાચાર આવ્યા સામે, વાંચો અહેવાલ
આ પણ વાંચો - Shocking! Poonam Pandey નું અવસાન, કેન્સરથી પીડિત હતી, મેનેજરે પુષ્ટિ કરી…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ