Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિના ખાનની ફિલ્મ THE COUNTRY OF BLIND ઓસ્કર માટે થઈ નોમિનેટ

હિના ખાનના નામથી આજે કદાચ જ કોઈ અજાણ હશે. હિના ખાન સ્ટાર પ્લસની પ્રખ્યાત સિરિયલ 'યે રિશ્તા કયા કહેલાતા હૈ' માં જોવા મળી હતી. જ્યાર બાદ તે લોકોમાં ઘણી લોકપ્રિય બની હતી. આ પછી તે બિગ બોસમાં પણ જોવા મળી...
હિના ખાનની ફિલ્મ the country of blind ઓસ્કર માટે થઈ નોમિનેટ

હિના ખાનના નામથી આજે કદાચ જ કોઈ અજાણ હશે. હિના ખાન સ્ટાર પ્લસની પ્રખ્યાત સિરિયલ 'યે રિશ્તા કયા કહેલાતા હૈ' માં જોવા મળી હતી. જ્યાર બાદ તે લોકોમાં ઘણી લોકપ્રિય બની હતી. આ પછી તે બિગ બોસમાં પણ જોવા મળી છે.  ટીવીની દુનિયામાં ધૂમ મચાવનાર અભિનેત્રી હવે વિદેશમાં પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે.

Advertisement

હિના ખાનની ફિલ્મ THE COUNTRY OF BLIND ને ઓસ્કાર 2024 માટે નોમિનેટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ એચજી વેલ્સની નોવેલ સ્ટોરી પર આધારિત છે. IMDb એ આ ફિલ્મને 8.5 રેટિંગ આપ્યું છે. એટલું જ નહીં આ ફિલ્મને ઓસ્કાર લાઈબ્રેરીમાં પણ સ્થાન મળ્યું છે. હિના ખાને પણ આ ફિલ્મને ઓસ્કારમાં નોમિનેટ થવા પર ખુશી વ્યક્ત કરી છે.

હિના ખાને સોશિયલ પર ખુશી વ્યક્ત કરી 

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan)

Advertisement

આ વાતથી  ખુશ હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, એવોર્ડની દુનિયામાં, સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કરની રેસમાં હોવું ખૂબ જ ખાસ છે, આપણે હજુ થોડા દૂર છીએ, પણ ખૂબ નજીક છીએ, જીતની આશા છે કારણ કે અમે નોમિનેશન સુધી પહોંચી ગયા છીએ અને થોડું આપણા સ્વપ્નની નજીક. આપણે દૂર છીએ, આપણે પ્રેમ અને આશીર્વાદ મેળવતા રહીએ, જેથી આપણું સ્વપ્ન સાકાર થાય.

ઓસ્કાર લાઇબ્રેરીનો ભાગ

હિના ખાન કહે છે કે ખુશ રહેવાની સાથે તે ઘણી નર્વસ પણ છે. અંધ લોકોના જીવન અને તેમની મુશ્કેલીઓ પર આધારિત આ ફિલ્મ વિદેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવી છે. ઓસ્કાર લાઇબ્રેરી દ્વારા કન્ટ્રી ઑફ ધ બ્લાઇન્ડને લાઇબ્રેરી ઑફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સમાં કાયમી સંગ્રહનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન રહબત શાહ કાઝમીએ કર્યું છે.

આ પણ વાંચો -- Leelavathi: પ્રખ્યાત કન્નડ અભિનેત્રી લીલાવતી નથી રહ્યાં, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ…

Tags :
Advertisement

.