Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dharmendra Hema : એક સમયે ધર્મેન્દ્રએ હેમા માલિની માટે આખી હોસ્પિટલ બુક કરાવી દીધી, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પ્રેમ કહાની દુનિયા જાણે છે અને આજે પણ તેમના પ્રેમની ફેમસ સ્ટોરી કહેવામાં આવે છે. જ્યારે હેમા માલિનીની સગવડની વાત આવે છે ત્યારે ધર્મેન્દ્ર પાછળ પડતા નથી. આવી જ એક ઘટના બંન્નેની જવાનીનો છે, જ્યારે ધર્મેન્દ્રએ...
10:20 AM Jul 08, 2023 IST | Viral Joshi

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પ્રેમ કહાની દુનિયા જાણે છે અને આજે પણ તેમના પ્રેમની ફેમસ સ્ટોરી કહેવામાં આવે છે. જ્યારે હેમા માલિનીની સગવડની વાત આવે છે ત્યારે ધર્મેન્દ્ર પાછળ પડતા નથી. આવી જ એક ઘટના બંન્નેની જવાનીનો છે, જ્યારે ધર્મેન્દ્રએ હેમા માટે નર્સિંગ હોમમાં 100 રૂમ બુક કરાવ્યા હતા. આવો અમે તમને આના કારણ વિશે જણાવીએ.

ઈશાના જન્મ વખતે હોસ્પિટલ બુક કરાવી

હકીકતમાં, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં હેમા માલિનીની મિત્ર નીતુ કોહલીએ આ વાર્તા બધાને સંભળાવી. આ વાર્તા હેમા અને ધર્મેન્દ્રની પુત્રી ઈશાના જન્મની છે, જ્યારે હેમા તેને ગુપ્ત રાખવા માંગતી હતી. તે દરમિયાન ધર્મેન્દ્રએ નર્સિંગ હોમના તમામ 100 રૂમ બુક કરાવ્યા જ્યાં હેમાને ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં દાખલ કરવામાં આવી હતી. ધર્મેન્દ્રએ આખી હૉસ્પિટલ બુક કરી દીધી હોવાની કોઈને જાણ નહોતી.

હેમા માલિની સાથે લગ્ન

જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ પોતાનો ધર્મ બદલીને હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્રના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા. લગ્ન દરમિયાન ધર્મેન્દ્ર હેમાના પ્રેમમાં પડ્યા હતા. ધર્મેન્દ્રએ ઈસ્લામ અંગીકાર કર્યો અને 2 મે, 1980ના રોજ હેમા સાથે લગ્ન કર્યા. પછીના વર્ષે 2 નવેમ્બર, 1981ના રોજ એશા દેઓલનો જન્મ થયો.

1980 માં લગ્ન કર્યાં હતા

ધર્મેન્દ્ર અને હેમાએ 'શોલે', 'શરાફત', 'ડ્રીમ ગર્લ', 'સીતા ઔર ગીતા', 'અલીબાબા ઔર 40 ચોર' અને બીજી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. બંનેએ 1970માં તેમની ફિલ્મ 'તુમ હસીન મેં જવાન'ના શૂટિંગ દરમિયાન ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં 1980માં લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચો : ALIA BHATT: મને જોકર કહો એનો વાંધો નથી, બસ ચેક ટાઈમ પર આપો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BollywoodBollywood starbollywood-newsDharmendraHema Malini
Next Article