Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ અને નાગરિકતા, બંને હિન્દુસ્તાની… Akshay kumar ને ભારતની નાગરિકતા મળી

77મો સ્વતંત્રતા દિવસ તમામ દેશવાસીઓ તેમજ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર માટે ખૂબ જ ખુશીઓ લઈને આવ્યો છે. આ ખાસ દિવસે અક્ષય કુમારે કહ્યું કે, તેને ભારતની નાગરિકતા મળી ગઈ છે. અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર ગૃહ મંત્રાલયની એક ફાઇલની તસવીર શેર...
દિલ અને નાગરિકતા  બંને હિન્દુસ્તાની… akshay kumar ને ભારતની નાગરિકતા મળી

77મો સ્વતંત્રતા દિવસ તમામ દેશવાસીઓ તેમજ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર માટે ખૂબ જ ખુશીઓ લઈને આવ્યો છે. આ ખાસ દિવસે અક્ષય કુમારે કહ્યું કે, તેને ભારતની નાગરિકતા મળી ગઈ છે. અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર ગૃહ મંત્રાલયની એક ફાઇલની તસવીર શેર કરી છે, જેમાં તેને નાગરિકતા આપવા સંબંધિત કાગળો દેખાય છે.

Advertisement

અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "દિલ અને નાગરિકતા, બંને ભારતીય. સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ...જય હિન્દ. ભારત.

Advertisement

અક્ષયને ભારતીય નાગરિકતા મળી છે

મળતી માહિતી મુજબ, ઘણા સમયથી અક્ષય કુમાર ભારતની નાગરિકતા લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કારણ કે તેની પાસે ભારતીય નાગરિકતા નહોતી. જેના કારણે અભિનેતાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો અક્ષયને કેનેડા કુમાર તરીકે ટેગ કરતા હતા. અભિનેતાને ટ્રોલ કરતી વખતે લોકો તેની ફિલ્મોને નિશાન બનાવતા હતા. તેની અસર ફિલ્મોના કલેક્શન પર જોવા મળી. લોકો કહેતા - તમે ભારતમાં કામ કરો છો. અહીં તમે કમાઓ છો. પરંતુ તમારી પાસે ભારતીય નાગરિકતા નથી. તમે બીજા દેશની નાગરિકતા ધરાવો છે.

Advertisement

1990માં અક્ષય કુમારે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી

અહીં નોંધપાત્ર બાબત એ છે કે લગભગ 33 વર્ષ પહેલા 1990 માં અક્ષય કુમારે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી અને કેનેડાનો નાગરિક બન્યો હતો. તે સમયે તેની ફિલ્મો અહીં ચાલતી ન હતી અને કામના કારણે તે કેનેડામાં સ્થાયી થવા માંગતો હતો. જો કે, પાછળથી તેની કારકિર્દી શરૂ થઈ અને પછી તેણે કેનેડા જવાનો નિર્ણય મોકૂફ રાખ્યો   હતો

આ  પણ  વાંચો  -ગદર-2 એ તોડ્યો ‘KGF 2’ અને ‘બાહુબલી 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો રેકોર્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.