Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat High Court આમિરનના પુત્રની વધી મુશ્કેલીઓ, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝડકો

Gujarat High Court : Maharaj ફિલ્મ વિવાદને લઈને ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court)માં થયેલી અરજી પર આવતીકાલે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે જેમાં અરજદારો અને ફિલ્મ પ્રોડ્યુસરોને ગુજરાત હાઇકોર્ટ આવતીકાલે સાંભળશે .આ સમગ્ર કેસમાં અરજદારોએ મહારાજ ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણ માટે વાંધાજનક અને...
gujarat high court આમિરનના પુત્રની વધી મુશ્કેલીઓ  ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝડકો

Gujarat High Court : Maharaj ફિલ્મ વિવાદને લઈને ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court)માં થયેલી અરજી પર આવતીકાલે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે જેમાં અરજદારો અને ફિલ્મ પ્રોડ્યુસરોને ગુજરાત હાઇકોર્ટ આવતીકાલે સાંભળશે .આ સમગ્ર કેસમાં અરજદારોએ મહારાજ ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણ માટે વાંધાજનક અને વિવાદ ઊભો થાય તે પ્રમાણેની વિગતો દર્શાવતા હાઇકોર્ટનું શરણું લીધું હતું ત્યારે હાઇકોર્ટે આ ફિલ્મ રિલીઝ પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો હતો

Advertisement

ફિલ્મ મહારાજ બદનક્ષી કેસ 1862 પર આધારિત છે

ભગવાન શ્રીકૃષ્ણના ભકતો અને વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી આક્ષેપભરી રજૂઆત કરાઈ હતી કે, મહારાજ ફિલ્મ એ મહારાજ બદનક્ષી કેસ 1862 પર આધારિત ફિલ્મ છે અને તેમાં વૈષ્ણવ- પુષ્ટિમાર્ગીય સંપ્રદાય અને હિન્દુ ધર્મની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચાડતી વાતો અને ટિપ્પણીઓ, બાબતો રજૂ કરવામાં આવી છે. જેના કારણે જાહેર વ્યવસ્થાને વિપરીત અસરો થશે અને હિન્દુ ધર્મ સામે હિંસા ભડકાવવાની દહેશત છે.

Advertisement

હિન્દુ ધર્મની નિંદા કરતો ચુકાદો આપ્યો હતો

અરજદારપક્ષ તરફથી હાઈકોર્ટનું ધ્યાન દોરાયું કે, મહારાજ બદનક્ષીનો કેસમાં 1862માં એ વખતે બોમ્બેની સુપ્રીમકોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા હિન્દુ ધર્મની નિંદા કરતો અને ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિગીતો-સ્તોત્રો વિરૂધ્ધ નિંદાકારક ટિપ્પણી કરતો ચુકાદો આપ્યો હતો, તેના આધાર પર આ ફિલ્મ બનાવાઈ છે અને જો ફિલ્મ રિલીઝ થાય તો હિન્દુઓની લાગણીને મોટો આઘાત પહોંચશે.

Advertisement

ગુપ્ત રીતે ઓટીટી પર આ વિવાદીત ફિલ્મ રિલીઝ કરવાનો પ્લાન

વાસ્તવમાં, ફિલ્મનું ટ્રેલર કે કોઈ પ્રમોશનલ ઈવેન્ટ કર્યા વિના જ બારોબાર ગુપ્ત રીતે ઓટીટી પર આ વિવાદીત ફિલ્મ રિલીઝ કરી દેવાની ચાલ છે, તેથી હાઈકોર્ટે વિશાળ જનહિતમાં તાત્કાલિક તેના રિલીઝ પર રોક લગાવવી જોઇએ. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી આજે રિલીઝ થનારી મહારાજ ફિલ્મના રિલીઝ પર રોક લગાવી દીધી હતી.

આ પણ  વાંચો  - Pushpa 2 The Rule ની નવી ડેટ જાહેર, હવે આ તારીખે થશે રિલીઝ

આ પણ  વાંચો  - ‘CHANDU CHAMPION’ કમાણીના મામલે પણ CHAMPION?

આ પણ  વાંચો  - ‘Maharaj’ ફિલ્મને લઈને હાઇકોર્ટમાં ફિલ્મ નિર્માતાઓ રજૂઆત સાથે પહોંચ્યા

Tags :
Advertisement

.