Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોલમાલ એક્ટરનું થયું નિધન, 76 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. 'નમક હલાલ' (Namak Halaal) અને 'ગોલ માલ' (Golmaal) જેવી ફિલ્મો માટે જાણીતા દિગ્ગજ અભિનેતા હરીશ મેગન (Harish Magon) નું 1 જુલાઈના રોજ નિધન થયું છે. આ અભિનેતાએ પોતાના શાનદાર અભિનયના...
ગોલમાલ એક્ટરનું થયું નિધન  76 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. 'નમક હલાલ' (Namak Halaal) અને 'ગોલ માલ' (Golmaal) જેવી ફિલ્મો માટે જાણીતા દિગ્ગજ અભિનેતા હરીશ મેગન (Harish Magon) નું 1 જુલાઈના રોજ નિધન થયું છે. આ અભિનેતાએ પોતાના શાનદાર અભિનયના દમ પર ઘણી લોકપ્રિયતા મેળવી હતી. પરંતુ હવે 76 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જોકે, અભિનેતાનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સુધી બહાર આવ્યું નથી.

Advertisement

અભિનેતા હરીશ મેગનનું નિધન

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આજનો સમય ખૂબ જ દુઃખદ છે. જણાવી દઈએ કે, 'ગોલ માલ', 'નમક હલાલ' અને 'ઈંકાર' જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા હરીશ મેગનનું 1 જૂનના રોજ નિધન થયું છે. જણાવી દઈએ કે, સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) એ ટ્વિટર પર આ શોકના સમાચાર શેર કર્યા છે. પોસ્ટ શેર કરતા, તેમણે લખ્યું, "CINTAA હરીશ મેગન (જૂન 1988 થી સભ્ય) ના નિધન પર શોક વ્યક્ત કરે છે." FTII ગ્રેજ્યુએટ હરીશ મેગન 'ચુપકે ચુપકે', 'ખુશ્બુ', 'મુકદ્દર કા સિકંદર' અને 'શહેનશાહ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. અભિનેતા છેલ્લે 1997માં આવેલી ફિલ્મ 'ઉફ, યે મોહબ્બત'માં જોવા મળ્યો હતો. દિવંગત અભિનેતા હરીશે મુંબઈના જુહુમાં હરીશ મેગન એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટ નામની એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટ પણ ચલાવી છે.

Advertisement

આ ફિલ્મોમાં કામ કર્યું

Advertisement

હરીશ મેગનનો જન્મ 6 ડિસેમ્બર 1946ના રોજ થયો હતો. તેમણે પૂણે FTII માંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ 1974 બેચના વિદ્યાર્થી હતા. હરીશ મેગને અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે એક નાની પણ મહત્વની ભૂમિકામાં હતા. તેમની મુખ્ય ફિલ્મોમાં 'નમક હલાલ', 'ચુપકે ચુપકે', 'મુકદ્દર કા સિકંદર', 'ખુશ્બૂ, ઈન્કાર', 'ગોલ માલ' અને 'શહેનશાહ'નો સમાવેશ થાય છે. તે છેલ્લે 1997માં આવેલી ફિલ્મ 'ઉફ્ફ યે મોહબ્બત'માં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો - Bigg Boss ના પ્રથમ હોસ્ટ અરશદ વારસીને કેમ કરાયા રિપ્લેસ, સલમાન ખાનને લઇને કર્યો આ ખુલાસો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.