Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Glamorous Bollywood-બહારથી ઝગમગ પણ અંદર બધુ હખળડખળ

Glamorous Bollywoodની લાઈફ બહારથી જેટલી ચમકદાર લાગે છે એટલી જ અંદરથી રંગહીન છે. સેલેબ્સ મોટા પડદા પર ઘણા ફિટ દેખાય છે પરંતુ તેમના જીવનનું સત્ય કંઈક બીજું છે. હાલમાં જ ફિલ્મ મેકર કરણ જોહર વિશે સમાચાર સામે આવ્યા છે કે...
02:39 PM Jul 09, 2024 IST | Kanu Jani

Glamorous Bollywoodની લાઈફ બહારથી જેટલી ચમકદાર લાગે છે એટલી જ અંદરથી રંગહીન છે. સેલેબ્સ મોટા પડદા પર ઘણા ફિટ દેખાય છે પરંતુ તેમના જીવનનું સત્ય કંઈક બીજું છે. હાલમાં જ ફિલ્મ મેકર કરણ જોહર વિશે સમાચાર સામે આવ્યા છે કે તે છેલ્લા ઘણા સમયથી એક અજીબ રોગ સામે લડી રહ્યો છે, હા, તેને ડિસમોર્ફિયા ડિસઓર્ડર છે, જેની ખબર તેને 8 વર્ષની હતી ત્યારે મળી હતી. હવે તે 44 વર્ષનો છે, પરંતુ બીમારીએ તેનો પીછો છોડ્યો નથી. કરણ જોહર પહેલા અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે બોડી ડિસ્મોર્ફિક રોગ વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે તે લાંબા સમયથી આ રોગ સામે ઝઝૂમી રહી છે. તે એક અસાધ્ય રોગ છે, જેમાં વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે છે. તેમના સિવાય અન્ય ઘણા સેલેબ્સ છે જેઓ વિચિત્ર બીમારીઓનો શિકાર છે. ચાલો જાણીએ તેમના વિશે…

અમિતાભ બચ્ચન

સદીના મેગાસ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચન 80ને પાર કરી ગયા છે. તેને જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી, તેની પાછળનું કારણ તેમની ફિટનેસ છે. શું તમે જાણો છો કે તેઓ બહારથી જેટલા મજબૂત દેખાય છે, અંદરથી એટલા જ નબળા છે. તમારી જાણકારી માટે કે તેમને લિવર સિરોસિસ નામની બીમારી છે, જેના કારણે એક્ટરનું 65% લિવર ડેમેજ થઈ ગયું છે, જેના કારણે તેઓ સ્ટ્રીક્ટ ડાયટ ફોલો કરે છે. આ ઉપરાંત વર્ષોથી  તેઓ ક્રોનિક ઓટોઇમ્યુન ડિસઓર્ડરથી પીડાય છે. માયસ્થેનિયા ગ્રેવિસ શરીરના સ્વૈચ્છિક સ્નાયુઓને અસર કરે છે, ખાસ કરીને જે આંખો, મોં, ગળા અને આંખોને નિયંત્રિત કરે છે.બોલો શુ કહેશો આને?Glamorous Bollywood???કે ફિક્કું? 

સલમાન ખાન

સલમાન ખાનને જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે તે કોઈ બીમારીથી પીડિત છે તમને જાણીને નવાઈ લાગશે કે દબંગ ખાનને TRIGEMINAL NEURALGIA નામની બીમારી છે. આ એક ફેશિયલ નર્વ ડિસઓર્ડર છે, જેમાં વ્યક્તિને મોઢામાં ઇલેક્ટ્રિક શોક જેવા આંચકા લાગતા હોય છે, જેને કારણે વ્યક્તિ બોલી પણ નથી શકતો, ખાઇ,પી પણ નથી શકતો. તેની વાચા જ હણાઇ જાય છે. ઘણી સારવાર બાદ જોકે, સલમાનને આ બીમારીમાંથી હાલમાં રાહત મળી છે. આ બીમારીની પીડાને કારણે ઘણી વખત વ્યક્તિના દિલમાં આત્મહત્યાના વિચારો પણ આવે છે.ફેસિયલ નર્વને લગતી આ બીમારીની અસર સારવાર લેવા છતાં એમની આંખ પર દેખાઈ આવે છે.

શાહરૂખ ખાન

બોલિવૂડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનને પણ એક પ્રકારની બીમારી છે જેના કારણે તેમણે 5 વખત પોતાના ખભાની સર્જરી કરાવી છે. તમારી જાણકારી માટે કે ‘દિલ સે’ના ગીત ‘છૈયા-છૈયા’ના શૂટિંગ દરમિયાન અભિનેતાને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. શાહરુખ Insomniaથી ય પીડાય છે એટલે જ એમનો દિવસ બપોરે બે વાગ્યા પછી ચાલુ થાય છે અને લગભગ રાતના ત્રણેક વાગ્યા સુધી કામ કરે છે.

વરુણ ધવન

યુવા અને પ્રતિભાશાળી અભિનેતા વરુણ ધવન બોલિવૂડના સૌથી પ્રિય અભિનેતાઓમાંના એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે તે વેસ્ટિબ્યુલર હાઇપોફંક્શન નામની દુર્લભ બીમારીથી પીડિત છે જેના કારણે તે પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે, અને તેના શરીરને સંતુલિત કરવામાં અસમર્થ થઇ જાય છે. જોકે, અભિનેતાએ આ રોગને માત આપી છે.

સોનમ કપૂર

સોનમ કપૂરને ફેશન દિવા કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે બીમાર રહે છે. હા, અભિનેત્રીએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું હતું કે તેને ડાયાબિટીસ છે. જો કે, તે પોતાને ફિટ રાખવા માટે ખૂબ ધ્યાન આપે છે અને લાંબા સમયથી યોગ અને ધ્યાન કરી રહી છે.

યામી ગૌતમ

અભિનેત્રી યામી ગૌતમે થોડા વર્ષો પહેલા તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે તે ત્વચા સંબંધિત બીમારીથી પીડિત છે જેનો કોઈ ઈલાજ નથી. તેણે કહ્યું હતું કે તે કિશોરાવસ્થાથી જ કેરાટોસિસ પિલેરિસથી પીડિત છે. આમાં ત્વચા શુષ્ક અને ખરબચડી થઈ જાય છે અને તેના પર નાના પિમ્પલ્સ દેખાય છે.

સમંથારૂથ પ્રભુ

પાન ઈન્ડિયા સ્ટાર સમંથા રૂથ પ્રભુએ ગયા વર્ષે એક પોસ્ટ શેર કરતી વખતે ખુલાસો કર્યો હતો કે તે માયોસિટિસ નામની દુર્લભ બીમારીનો શિકાર છે, જેમાં શરીરની અંદર સોજો આવવા લાગે છે અને દર્દીને ચાલતી વખતે પણ ખૂબ દુખાવો થવા લાગે છે. છી તેણે ઘણી દવાઓ લઈને તેના દર્દને કાબૂમાં રાખ્યું હતું અને તેની આ વિચિત્ર બીમારી સાથેની લડાઈ હજુ પણ ચાલી રહી છે.

અભિનેત્રી સ્નેહા ઉલ્લાલે એક વખત ઓટો ઇમ્યુન ડિસઓર્ડર નામની બિમારી સામે લડવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો કારણ કે તે માંડ અડધો કલાક ઊભા રહી શકતી હતી.

આ ઉપરાંત બાહુબલી ફેમ અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ માહિતી આપી હતી કે તેને હાસ્યની દુર્લભ બીમારી છે જેમાં તે જ્યારે હસવા લાગે છે, ત્યારે તેનું હાસ્ય 15 થી 20 મિનિટ સુધી બંધ નથી થતું. ઘણી વખત કોમેડી સીન શૂટ કરતી વખતે તે એટલું હસવા લાગે છે કે ઘણી મુશ્કેલીઓ પછી તે નોર્મલ થઈ શકે છે. 

બહારથી ઝગાંમગાં પણ આમ હખળડખળ 

અભિનેતા ઋત્વિક રોશન એક સમયે કોર્નિક સબડ્યુરલ હેમેટોમા જેવી બિમારીથી પીડાતો હતો. તેણે બ્રેઇન સર્જરી કરાવી આમાંથી છૂટકારો મેળવ્યો છે. બાળપણમાં એ બોલતાં હકલાતા હતા પણ સ્પીચ થેરાપીથી એ નોર્મલ થઈ ગયા છે.

એટલે સમયની માણસની જેમ બૉલીવુડ મહારથીઓ પણ અસાધ્ય બિમારીઓથી પીડાય છે.

આ પણ વાંચો- Shilpa Shetty ને મનાવવા કુંદ્રાએ બિગબીના બંગલા સામે બંગલો ખરીદ્યો 

Next Article