Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

FIGHTER ને મળી બંપર શુરૂઆત, જાણો કેટલી રહી કમાણી

પઠાણ ફિલ્મના ડાઇરેક્ટર સિદ્ધાર્થ આનંદ અને હૃતિક રોશનની ફિલ્મ FIGHTER ગઇકાલે સિનેમા ઘરોમાં લાગી ચૂકી છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સિવાય અનિલ કપૂર સહિત અન્ય સ્ટાર્સ છે. ફિલ્મ FIGHTER...
fighter ને મળી બંપર શુરૂઆત  જાણો કેટલી રહી કમાણી
Advertisement

પઠાણ ફિલ્મના ડાઇરેક્ટર સિદ્ધાર્થ આનંદ અને હૃતિક રોશનની ફિલ્મ FIGHTER ગઇકાલે સિનેમા ઘરોમાં લાગી ચૂકી છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સિવાય અનિલ કપૂર સહિત અન્ય સ્ટાર્સ છે. ફિલ્મ FIGHTER માં ભારતીય વાયુસેનાના ગૌરવની સાથે દેશભક્તિ અને બલિદાનની ગાથા દર્શાવવામાં આવી છે, જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.

Advertisement

દરેક લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે, હવે લોકો ફિલ્મના પ્રથમ દિવસનું કલેક્શન જાણવા માટે ઉત્સાહિત છે. ચાલો તમને જણાવીએ કે આ ફિલ્મે પહેલા દિવસે કેટલી કમાણી કરી છે...

Advertisement

FIGHTER ફિલ્મે કરી આટલી કમાણી 

બોલીવૂડની આ મચ અવેટેડ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર શાનદાર કમાણી કરી છે. આ ફિલ્મે શાનદાર શુરૂઆત કરતાં પહેલા દિવસે 24.50 કરોડની કમાણી કરી છે. પ્રથમ દિવસે ફિલ્મને સારી ઓપેનઈંગ મળી છે, આજે 26 જાન્યુઆરીના રોજ ફિલ્મ મોટી કમાણી કરશે તેવી સંભાવના છે.

દર્શકોને ફિલ્મ પસંદ આવી રહી છે

FIGHTER ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મને IMDB ઉપર 2 હજાર કરતાં પણ વધુ લોકોએ રેટિંગ આપ્યા છે. જેને એવરેજ 10 માંથી 7.2 ની રેટિંગ મળી છે. વધુમાં ગૂગલ ઉપર પણ FIGHTER ફિલ્મને સારી રેટિંગ મળી છે. ગૂગલ ઉપર 4000 લોકોએ રિવ્યૂ આપ્યો છે, જેમાં ફિલ્મને 5 માંથી 4.6 ની રેટિંગ મળી છે.

આ પણ વાંચો -- Salman khan: એકવાર જો કમિટમેન્ટ કરી દીધી, તો પછી…. ભાઈજાન ચોક્ક પૂર્ણ કરશે

Tags :
Advertisement

.

×