Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Elvish Yadav vs Maxtern: એલ્વિશ યાદવ સામે FIR નોંધવામાં આવી, YouTuber ને માર મારવાનો આરોપ

Elvish Yadav vs Maxtern: પ્રખ્યાત YouTuber અને Big Boss OTT Season 2 ના વિજેતા એલ્વિશ યાદવ (Elvish Yadav) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એલ્વિશ (Elvish Yadav) ના વાયરલ વીડિયો પર આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં તે સાગર ઠાકુર (Maxtern)...
elvish yadav vs maxtern  એલ્વિશ યાદવ સામે fir નોંધવામાં આવી  youtuber ને માર મારવાનો આરોપ

Elvish Yadav vs Maxtern: પ્રખ્યાત YouTuber અને Big Boss OTT Season 2 ના વિજેતા એલ્વિશ યાદવ (Elvish Yadav) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એલ્વિશ (Elvish Yadav) ના વાયરલ વીડિયો પર આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં તે સાગર ઠાકુર (Maxtern) નામના YouTuber ને મારતો જોવા મળી રહ્યો છે. ગુરુગ્રામના સેક્ટર 53 પોલીસ સ્ટેશનમાં એલ્વિશ યાદવ (Elvish Yadav) વિરુદ્ધ IPC ની કલમ 147, 149, 323, 506 હેઠળ FIR નોંધવામાં આવી છે.

Advertisement

  • એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR નોંધવામાં આવી
  • સાગર ઠાકુરે લગાવ્યો મોટો આરોપ
  • શું છે સમગ્ર મામલો?

સાગર ઠાકુરે લગાવ્યો મોટો આરોપ

સાગર ઠાકુર ઉર્ફે (Maxtern) Delhi ના મુકંદપુર વિસ્તારનો રહેવાસી છે. તેણે FIR માં કહ્યું છે કે એલ્વિશ યાદવે માત્ર તેની પર હુમલો કર્યો જ નહીં. પરંતુ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આવી સ્થિતિમાં સાગર ઇચ્છે છે કે પોલીસ વહેલી તકે એલ્વિશ (Elvish Yadav) સામે કાર્યવાહી કરે.

Advertisement

સાગર ઠાકુરે જણાવ્યું કે તે એલ્વિશ યાદવ (Elvish Yadav) ને વર્ષ 2021 થી ઓળખે છે. એલ્વિશ યાદવે (Elvish Yadav) તેને મળવા માટે બોલાવ્યો હતો. આ અંગે તેણે વિચાર્યું કે એલ્વિશ (Elvish Yadav) તેની સાથે વાત કરશે, પરંતુ જ્યારે એલ્વિશ યાદવ (Elvish Yadav) સ્ટોર પર પહોંચ્યો ત્યારે તેની સાથે નશામાં ધૂત 8 થી 10 ગુંડાઓ પણ હતા. બધા તેને મારવા લાગ્યા અને ગાળો પણ આપવા લાગ્યા.

શું છે સમગ્ર મામલો?

આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે સાગર ઠાકુરે એલ્વિશ (Elvish Yadav) અને Big Boss 17 ના વિજેતા Munawar Faruqui વિશે એક વીડિયો શેર કર્યો. તાજેતરમાં એલ્વિશ યાદવ (Elvish Yadav) અને Munawar Faruqui નો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ ફોટો એલ્વિશના કેટલાક ફેનને આ ફોટો પસંદ આવ્યો ન હતો.

Advertisement

જોકે આ ફોટો સાગર ઠાકુર દ્વારા પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ ફોટો પર એલ્વિશ યાદવ (Elvish Yadav) દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તે પછી બંને વચ્ચે સંધર્ષ જોવા મળી રહ્યો હતો. ત્યારે એલ્વિશ યાદવ (Elvish Yadav) મુલાકાત કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ત્યાર સાગર ઠાકુરે તેને તેની દુકાનમાં બોલાવ્યો હતો. જ્યાં એલ્વિશ યાદવ (Elvish Yadav) તેના સાથીદારો સાથે આવીને સાગર ઠાકુરને ઘણો માર માર્યો હતો.

આ પણ વાંચો: National Creators Awards: જાહેર મંચ પર નારીનું સન્માન, PM મોદીએ ત્રણ વખત કર્યા પ્રણામ

Tags :
Advertisement

.