Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HanuMan ફિલ્મના સ્ક્રીનિંગ માટે સિનેમાઘરોએ કરી મનાઈ, મેકર્સને થયું ભારે નુકસાન

જે રીતનો ધમાકેદાર 2023 નો ડીસેમ્બરનો મહિનો ફિલમ જગત માટે રહ્યો હતો, તે જ ધમાકા સાથે વર્ષ 2024 ની શુરૂઆત હવે ફિલ્મો માટે થઈ છે.  આ મહિનાની 12 મી તારીખ આવતાની સાથે જ ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ હતી....
hanuman ફિલ્મના સ્ક્રીનિંગ માટે સિનેમાઘરોએ કરી મનાઈ  મેકર્સને થયું ભારે નુકસાન

જે રીતનો ધમાકેદાર 2023 નો ડીસેમ્બરનો મહિનો ફિલમ જગત માટે રહ્યો હતો, તે જ ધમાકા સાથે વર્ષ 2024 ની શુરૂઆત હવે ફિલ્મો માટે થઈ છે.  આ મહિનાની 12 મી તારીખ આવતાની સાથે જ ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ હતી. જેમાં અલગ અલગ ભાષામાં બનેલ ફિલ્મો Merry Christmas, Captain Miller, HanuMan, Guntur Kaaram નો સમાવેશ થાય છે.

Advertisement

આ બધી મોટી ફિલ્મો છે અને બધા પોતપોતાના હિસાબે કમાણી કરી રહી છે.  પ્રશાંત વર્માના ડાઇરેક્શનમાં બનેલ  ‘HanuMan’ પણ આ યાદીમાં સામેલ છે. ફિલ્મની ઓપનિંગ શાનદાર હતી, પરંતુ હવે આ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Advertisement

HanuMan ને કેટલાક થિયેટરોએ પ્રદર્શિત કરવાની ના પાડી દીધી

પ્રાપ્ત થતી માહિતી મુજબ ફિલ્મ 'HanuMan'ના નિર્માતાઓનું કહેવું છે કે, કેટલાક થિયેટરોએ ફિલ્મને પ્રદર્શિત કરવાની ના પાડી દીધી છે. નિર્માતાઓએ આ અંગે TFPC એટલે કે તેલુગુ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલને ફરિયાદ કરી છે. તે જ સમયે, હવે આ મામલે TFPC દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે. આ અખબારી યાદીમાં લખવામાં આવ્યું હતું કે Mythri Movies Distributors LLP એ ફિલ્મ 'HanuMan' માટે તેલંગાણાના કેટલાક થિયેટર સાથે કરાર કર્યા હતા. હવે કેટલાક થિયેટરોએ આની અવગણના કરી અને ફિલ્મ દર્શાવી નહીં.

Advertisement

ફિલ્મ પ્રદર્શિત ન થવાથી મોટું નુકસાન - HanuMan મેકર્સ

hanuman film stills

hanuman film stills

ફિલ્મના મેકર્સનું કહેવું છે કે આના કારણે તેમને મોટું નુકસાન થયું છે અને હવે તેમણે આ અંગે ફરિયાદ પણ કરી છે. તેથી, આ થિયેટરોએ હવે તાત્કાલિક અસરથી આ ફિલ્મ બતાવવાનું શરૂ કરવું જોઈએ અને થયેલા નુકસાનની ભરપાઈ કરવી જોઈએ. TFPC દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની કાર્યવાહી તેલુગુ ફિલ્મ ઉદ્યોગ માટે સારી નથી. અમે તેની સખત નિંદા અને વિરોધ કરીએ છીએ.

HanuMan ને મળી હતી શાનદાર શુરૂઆત 

HanuMan ફિલ્મે રિલીઝના પહેલા દિવસે જ શાનદાર કમાણી કરી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે શાનદાર શુરૂઆત કરતાં વિશ્વભરમાં 13 કરોડ કરતાં પણ વધુની કમાણી કરી છે. ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આવી સ્થિતિમાં થિયેટર માટે આવું કરવું ખૂબ જ શરમજનક છે. આ ફિલ્મને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે થિયેટરોમાં તેનું સ્ક્રીનિંગ ક્યારે શરૂ થશે.

આ પણ વાંચો -- પ્રમોશન વગર જ ઘનુષની ‘Captain Miller’ એ મચાવી ધૂમ, બે દિવસમાં કરી આટલી કમાણી!

Tags :
Advertisement

.