Chhaava Box Office Collection : સતત વધી રહ્યો છે 'Chhaava' નો ક્રેઝ, જાણો કમાણીનાં આંકડા!
- અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી
- ફિલ્મે રિલીઝનાં પ્રથમ દિવસે 33 કરોડની કમાણી કરી હતી
- અત્યાર સુધીમાં ફિલ્મે આઠ દિવસમાં આશરે 241 કરોડ રૂપિયાની કમાણી કરી
Chhaava Box Office Collection : બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલની (Vicky Kaushal) ફિલ્મ 'છાવા' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સાથે જ બોક્સ ઓફિસ પર ટેક્સ ફ્રી થવાથી આ ફિલ્મનાં ઘણો ફાયદો પણ થયો છે. લક્ષ્મણ ઉતેરકર દિગ્દર્શિત ફિલ્મ 'છાવા' નો ક્રેઝ સતત વધી રહ્યો છે. આ ફિલ્મે રિલીઝનાં પ્રથમ દિવસે 33 કરોડની કમાણી કરી હતી, ત્યાર બાદથી ફિલ્મની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. થિયેટરમાં દર્શકો આ ફિલ્મનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ત્યારે અહીં જાણો કે ગઈકાલે એટલે કે શુક્રવારે ફિલ્મે (Chhaava) કેટલી કમાણી કરી?
આ પણ વાંચો - Mere Husband Ki Biwi Review: નવી બોટલમાં જુની શેમ્પિયન જેવી છે કહાની
ફિલ્મ છાવામાં અભિનેતા વિક્કી કૌશલે મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજની (Chhatrapati Sambhaji Maharaj) ભૂમિકા ભજવીને બધાનું દિલ જીતી લીધું છે. જે કોઈ થિયેટરમાંથી બહાર આવી રહ્યું છે તેની આંખોમાં આંસુ જોવા મળે છે. અત્યાર સુધીમાં 100 કરોડ અને 200 કરોડનો આંકડો પાર કરી ચૂકેલી વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' વધુ નવા રેકોર્ડ બનાવવા માટે અગ્રેસર છે. ફિલ્મનાં 8 માં દિવસનાં શરૂઆતના આંકડા પણ હવે સામે આવ્યા છે.
View this post on Instagram
આ પણ વાંચો - રાખી સાવંતની મુશ્કેલીઓ વધી, મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યું સમન્સ
શુક્રવારે 'છાવા'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ
વિકી કૌશલ-રશ્મિકા મંદાના (Rashmika Mandanna), અક્ષય ખન્ના અને આશુતોષ રાણા સ્ટારર ફિલ્મ 'છાવા' એ (Chhaava ) રિલીઝનાં આઠમા દિવસે પણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. સૈકનલિક.કૉમનાં અહેવાલો અનુસાર, 'છાવા'એ શુક્રવારે એક જ દિવસમાં રૂ. 22.50 કરોડની કમાણી કરી છે. જો કે, આ 'છાવા'નાં શરૂઆતનાં બોક્સ ઓફિસ આંકડા છે અને તેમાં ફેરફાર થઈ શકે છે. એક અઠવાડિયા સુધી સિનેમાઘરોમાં ધમાકેદાર કમાણી કરનારી આ ફિલ્મ શુક્રવારે પણ હિટ રહી. અહેવાલ અનુસાર, આ ફિલ્મે આઠ દિવસમાં આશરે 241 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે ટૂંક સમયમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાનો આંકડો (Chhaava Box Office Collection) પાર કરીને એક નવો રેકોર્ડ બનાવી શકે છે.
આ પણ વાંચો - Kantara: ચેપ્ટર 1' માં જોવા મળશે અત્યાર સુધીના સૌથી જોરદાર યુદ્ધ દ્રશ્ય, ઋષભ શેટ્ટી 50 દિવસ સુધી શૂટિંગ કરશે