Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vikrant Massey એ નિવૃત્તિની જાહેરાત પર તોડ્યું મૌન, કહ્યું કે હું હવે....

Bollywood Actor Vikrant Massey : Vikrant Massey ના ચાહકો રાહતનો શ્વાસ લીધો
vikrant massey એ નિવૃત્તિની જાહેરાત પર તોડ્યું મૌન  કહ્યું કે હું હવે
Advertisement
  • હવે, ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે
  • Vikrant Massey એ પોસ્ટ માટે તોડ્યું મૌન
  • Vikrant Massey ના ચાહકો રાહતનો શ્વાસ લીધો

Bollywood Actor Vikrant Massey : TV થી લઈને Bollywood સુધી પોતાના અદ્ભુત અભિનયથી લોકોના દિલ જીતનારા અભિનેતા વિક્રાંત મેસીએ તાજેતરમાં અભિનય ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આ સમાચાર સાંભળીને તમામ લોકો ચોંકી ગયા હતા. કારણ કે... છેલ્લા ઘણા વર્ષોથી Vikrant Massey પોતાના અભિનયથી લોકોમાં એક ખાસ ઓળખ મેળવી હતી. તે ઉપરાંત લાંબાગાળાથી તેમની ફિલ્મોને પણ દેશભરમાં ખુબ જ પ્રેમ મળી રહ્યો હતો. તો તાજેતરમાં તેમની ફિલ્મ 12th Fail ને ફિલ્મફેર સહિત પુરસ્કાર પણ મળ્યા હતા.

Vikrant Massey એ પોસ્ટ માટે તોડ્યું મૌન

Actor Vikrant Massey એ ગઈકાલે અભિનય ક્ષેત્રે નિવૃત્તિ લેવાની માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરી હતી. આ જોઈને દરેક લોકો સ્તબ્ધ થઈ ગય હતા. તે ઉપરાંત આ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં અનેક લોકો તેમની પાસે આ નિર્ણયનું કારણ જાણવા માટે પૂછી રહ્યા હતા. કારણ કે... કોઈપણ વ્યક્તિ નહતું જાણતું, કે Vikrant Massey નો આ નિર્ણય કયા કારણોસર લેવામાં આવ્યો છે. બીજી તરફ લોકોમાં કૂતુહલ પેદા થયું છે, Vikrant Massey એ અચાનક કેમ આ પ્રકારનું નિવેદન પાઠવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Pushpa 2એ રિલીઝ પહેલા તોડ્યા 3 મોટા રેકોર્ડ, Allu Arjunની આંખો છલકાઇ

Advertisement

Vikrant Massey ના ચાહકો રાહતનો શ્વાસ લીધો

Vikrant Massey એ કયા કારણોસર અભિનય ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવાની માહિતી શરે કરી હતી, તે અંગે તાજેતરમાં એક પોસ્ટમાં જણાવ્યું છે કે, આ નિવૃત્તિ નથી, માત્ર એક નાનકડો બ્રેક છે. લોકો પોસ્ટને લઈને કન્ફ્યુઝ થઈ ગયા છે. હું એક્ટિંગ નથી છોડી રહ્યો, હું માત્ર બ્રેક લઈ રહ્યો છે. હું થાકી ગયો છું. હવે, મારે લાંબાગાળા માટેનો આરામ જોઈએ છે. હાલમાં, મારી તબિયત પણ સારી નથી. લોકોએ મારી પોસ્ટને લઈ ગેરસમજ ઉભી કરી હતી. ત્યારે હવે, આ જાણીને Vikrant Massey ના ચાહકો રાહતનો શ્વાસ લઈ શકશે.

હવે, ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે

Vikrant Massey એ અગાઉ તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, 37 વર્ષની ઉંમરે એક્ટિંગમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. 2025 પછી અભિનયમાંથી નિવૃત્તિ લેવાની યોજના બનાવી છે. કારણ કે... છેલ્લા કેટલાક વર્ષો અને તે પછીના વર્ષો અભૂતપૂર્વ રહ્યા છે. તમારા નિરંતર સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પણ જેમ જેમ હું આગળ વધું છું તેમ તેમ મને ખ્યાલ આવે છે કે હવે ઘરે એક પુત્ર, પતિ અને પિતા તરીકે પાછા જવાનો સમય આવી ગયો છે.

આ પણ વાંચો: Entertainment: અભિનેત્રીને દરિયા કિનારે બેસવું ભારે પડ્યું, થઈ મોટી દુર્ધટના

Tags :
Advertisement

.

×