Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Birth centenary- પાઉંમાં જલેબી અને એ ય ટોમેટો કેચપમાં બોળીને ખાય તે રાજ કપુર

Birth centenary- રાજકપુરની 100મી જન્મજયંતિ.  14મી ડિસેમ્બર એ રાજ કપૂરની 100મી જન્મજયંતિ છે, જેમને હિન્દી ફિલ્મોના મહાન  'શોમેન' કહેવામાં આવે છે. રાજકપુર હિન્દી સિનેમામાં એવું નામ છે કે તેમના ગયા પછી વરસો વીતી ગયા હોવા છતાં પણ એમને યાદ કરે...
birth centenary  પાઉંમાં જલેબી અને એ ય ટોમેટો કેચપમાં બોળીને  ખાય તે રાજ કપુર
Advertisement

Birth centenary- રાજકપુરની 100મી જન્મજયંતિ.  14મી ડિસેમ્બર એ રાજ કપૂરની 100મી જન્મજયંતિ છે, જેમને હિન્દી ફિલ્મોના મહાન  'શોમેન' કહેવામાં આવે છે.

રાજકપુર હિન્દી સિનેમામાં એવું નામ છે કે તેમના ગયા પછી વરસો વીતી ગયા હોવા છતાં પણ એમને યાદ કરે છે.

Advertisement

Raj Kapoor ની જન્મજયંતિ 14મી ડિસેમ્બરે છે.

આ પ્રસંગે કપૂર પરિવારે તાજેતરમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમને 100મી વર્ષગાંઠની ઉજવણી માટે આમંત્રણ આપ્યું હતું.

Advertisement

રાજકપુરની ફિલ્મ્સ તો આજની પેઢીએ પણ ગમે છે.

  • રાજકપુર એટલે શ્રેષ્ઠ નિર્માતા
  • રાજકપુર એટલે શ્રેષ્ઠ દિગ્દર્શક
  • રાજકપુર એટલે શ્રેષ્ઠ કથાકાર (એના જેવો સ્ટોરી ટેલર ‘ન ભૂતો ન ભવિષ્યતિ)
  • રાજકપુર એટલે શ્રેષ્ઠ સંગીતકાર ..

ટૂંકમાં ફિલ્મ મેકિંગના તમામ પાસાંનો એમની સૂઝ અને જાણકારી અદભૂત હતી અને એટલે જ આટલાં વારસો પછી ય બરસાતનું ‘તાક ધીના ધીન’ આજે ય એવરગ્રીન છે..

એમની સર્જન પ્રક્રિયા પર તો પુસ્તક લખવું પડે અને એ ય હકીકત છે કે રાજકપુરના ફિલ્મ મેકિંગ પર જેટલાં પુસ્તકો બીજા કોઈ ફિલ્મ મેકર પર લખાઈ નથી.

.. આવો આજે જાણીએ એમની  Birth centenary  નિમિત્તે The Greatest Show man of Indian Filmsની રસપ્રદ વાતો જાણીએ.

રાજકપુરને નજીકથી જાણતા અને વારસો સુધી સહાયક તરીકે કામ કરતા રાહુલ રવૈલે રાજકપુર સાથે જોડાયેલી કેટલીક ન સાંભળેલી વાતો શેર કરી. એવી ઘણી વાર્તાઓ છે જે તમને ખૂબ જ વિચિત્ર લાગશે.

રાજકપૂરની કેટલીક આદતો વિચિત્ર

 રાજ કપૂરની કેટલીક આદતો વિચિત્ર હતી, પરંતુ તેમનો એક જ શોખ હતો - સિનેમા. આ જ કારણ છે કે તેણે કિંમતની પરવા કર્યા વિના . બોબી'માં રિયલ શેમ્પેનનો ઉપયોગ કર્યો હતો. તે માનતા કે : 'હું સિનેમાને શ્વાસ લઉં છું, મને સિનેમા ગમે છે અને હું સિનેમાને કારણે અહીં છું. આ તેમનો જીવન ઉદ્દેશ હતો.’

* રાજ કપૂરે તેમની પ્રોડક્શન કંપની આર.કે. સ્ટુડિયોની શરૂઆત આઝાદીના એક વર્ષ પછી 1948માં કરવામાં આવી હતી. તેમની પહેલી ફિલ્મ 'આગ' ત્યારે બની હતી જ્યારે તેઓ માત્ર 24 વર્ષના હતા. પછીના ચાર દાયકામાં તેમની ઘણી ફિલ્મો યુવા ભારતના વિચારો અને ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. દિગ્દર્શક અને નિર્માતા રાજ કપૂરે 'આવારા', મેરા નામ જોકર' અને 'બોબી' જેવી શાનદાર ફિલ્મો બનાવી.

'લવ સ્ટોરી', 'બેતાબ' અને 'અર્જુન' જેવી હિટ ફિલ્મોના ડાયરેક્ટર રવૈલ RK વિષે 

* 'લવ સ્ટોરી', 'બેતાબ' અને 'અર્જુન' જેવી હિટ ફિલ્મોના ડાયરેક્ટર રવૈલે કહ્યું, 'મને નથી લાગતું કે બીજું કોઈ રાજ કપૂર બની શકે. હું નસીબદાર છું કે મને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને મેં જે પણ શીખ્યું છે, તે તેમની પાસેથી જ શીખ્યો છું.

રવૈલે કહ્યું કે એક વખત તેણે જોયું કે રાજ કપૂર શોટ લેતી વખતે આંગળીઓ પર ગણતરી કરી રહ્યા હતા. જિજ્ઞાસાથી રવૈલે પૂછ્યું કે તે શું કરે છે.

તેમણે કહ્યું, 'જ્યારે શોટ ચાલી રહ્યો છે, ત્યારે હું સંગીતના બિટ્સ ગણી રહ્યો છું. દ્રશ્યમાં જે પ્રકારનું સંગીત હશે તે મારા મગજમાં વાગી રહ્યું છે અને હું તે બિટ્સ ગણી રહ્યો છું. મને લાગે છે કે તે એક અદ્ભુત અને અનુકરણીય બાબત હતી.”

રવૈલે કહ્યું કે રાજકપૂર, જેમની ફિલ્મો તેમના મધુર સંગીત માટે જાણીતી હતી, તેઓ હંમેશા તેમની ટીમને પ્રોડક્શન વિષે કોઈ પણ પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરતા હતા.

તે ટીમને કહેતા ”તમે એવા ઉદ્યોગમાં કામ કરી રહ્યા છો જ્યાં જાણકારીની કોઈ લીમીટ હોતી નથી. કોઈની પાસે સંપૂર્ણ માહિતી નથી. મારી પાસે પણ સંપૂર્ણ માહિતી નથી.”

રવૈલે 15 વર્ષની ઉંમરે રાજ કપૂરના આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું

'સંગમ'નું 'બોલ રાધા બોલ' હોય, 'સત્યમ શિવમ સુંદરમ'નું 'ભોર ભયે પનઘટ પે' હોય કે પછી રાજ કપૂરની છેલ્લી ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'નું 'સુન સાહિબા સુન' હોય, તેના દરેક ગીતો ફિલ્મ સમયની કસોટી પર ખરી ઉતરી છે.

ઇચ્છિત શોટ મેળવવા માટે કપૂર કેટલીકવાર સખત મહેનત કરતા અને ખર્ચ કરવામાં ક્યારેય કચાશ રાખતા નહીં.  

'બોબી' અને 'મેરા નામ જોકર' સહિત 'શોમેન'ની ઘણી ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલા રવૈલને 'રાજ કપૂરની વિચિત્રતા' ખૂબ જ પસંદ છે. તેમણે કહ્યું કે માત્ર બુદ્ધિ આ ઉદ્યોગમાં વ્યક્તિની સફળતાની ખાતરી આપતી નથી. તમારામાં કોઈ એવી ગુણવત્તા હોવી જોઈએ જે તમારામાં જુસ્સો પેદા કરે.

ફિલ્મોની પાર્ટીના શૂટિંગમાં અસલ Champaign 

*ઋષિ કપૂર, ડિમ્પલ અભિનીત 'બોબી'માં એક પાર્ટી સીનનું શૂટિંગ કરતી વખતે, કપૂરે જોયો કે રવેલને દારૂ જેવો રંગ મેળવવા માટે પાણીમાં ‘કોક’ ભેળવતા હતા. રવૈલે કહ્યું, 'તેમણે મને આમ કરતાં જોયો અને કહ્યું, 'સામેના લોકોને સાચો દારૂ આપો (સીનમાં પચાસેક કલાકારો હતા)

મેં કહ્યું, 'સાહેબ, તેઓ સાચે જ પીશે “ પણ તેઓએ અસલ Champaign  વાપરવાનો આગ્રહ રાખ્યો. આ ઉપરાંત સીનમાં પિસ્તા અને બદામ પણ જોઈતા હતા, મેં વિચાર્યું કે “આ બહુ મોંઘું પડશે.” આના પર રાજ કપૂરે કહ્યું, 'ના, મારે અસલ જ જોઈએ છે,”  

રાજકપૂરની ફિલ્મોના એડિટિંગ દરમિયાન, ફિલ્મ નિર્માતા સહિત કોઈપણ સહાયક અથવા ટીમના સભ્યને એડિટિંગ રૂમની અંદર ઘડિયાળ પહેરવાની મંજૂરી આપવામાં આવતી ન હતી. કામમાં ખલેલ ન પડે એ માટે તેઓ ખૂબ જ ચીવટ રાખતા.  

કામમાં સમયનું ભાન ન રહેતું 

જેમની Birth centenary ઉજવાઇ રહી છે એ રાજ્કપુર તેમના કામ કરવાની રૂમમાં બધી બારીઓ પર કાળો કાગળ ચોંટાડાવતા જેથી અમને સમયનો ખ્યાલ ન આવે... જ્યારે તે થાકી જતા ત્યારે જ કહેતા કે 'આ ખોલો' અને કહેતા  'ઠીક છે, બધા થાકેલા હશે.' ઘરે જાઓ અને જલ્દી પાછા આવો.

* રવૈલે કહ્યું, 'આટલાબધા સફળ નિર્માતા હતા છતાં એમની પાસે એક જ ફિયાટ કાર હતી જે  મોડીરાત્રે પેકપ પછી સહાયકોને ઘેર ઊતારવા જતી. અલબત્ત,બીજા દિવસની કોલશીટ સવારે મોડામાં મોડી સવારના સાત વાગ્યાની જ રહેતી.

રાજકપુર  પાસે એક માત્ર કાર અને એ પણ ફિયાટ 

રવૈલે કહ્યું, 'એક જ કાર હતી જે અમને બધાને ઘરે મૂકીને પાછા લઈ જતી. સમસ્યા એ હતી કે હું સૌથી છેલ્લો રહેતો જેને ડ્રોપ કરવામાં છેલ્લે રહેતો.એ જ રીતે પાછા ફરતી વખતે ગાડી મઅને જ લેવા આવતી. અને તે પણ 30 કે 45 મિનિટમાં, કાર અમને સ્ટુડિયોમાં લઈ જવા પાછી આવતી.પણ એ વાતની ફરિયાદ નહોતી કારણ કે સેટ પર પહોંચીએ તો સૌથી પહેલાં રાજ સાહેબ જ હાજર મળતા.

રવૈલે તેમના 2021ના સંસ્મરણો એમના પુસ્તક 'રાજકપુર : ધ માસ્ટર એટ વર્ક'માં શોમેનની ફિલ્મ નિર્માણ પ્રક્રિયાનું વિગતવાર વર્ણન કર્યું છે.

'શ્રી 420', 'બરસાત' અને 'જાગતે રહો' જેવી તેમની વિવિધ ફિલ્મોની જેમ રાજકપૂર ખાનપાનમાં પણ પ્રયોગશીલ હતા.

જલેબી ટોમેટો કેચપમાં બોળીને પાઉંમાં ખાય 

રવેલે કહ્યું, 'એક દિવસ અમે સાંજે નાસ્તો કરી રહ્યા હતા. તેમણે એક પાઉં લીધો.માખણ લગાવવા માટે તેના બે ભાગ કર્યા અને વચ્ચે જલેબી મૂકી, અને તેને ખાવા લાગ્યા. મેં કહ્યું, સાહેબ, તમે આ રીતે ખવાય? જવાબ હતો-“કેમ ન ખવાય? ખાવામાં ય પ્રયોગ તો કરવો જ પડે.” રવૈલે યાદ કર્યું, 'રાજકપૂરે કહ્યું હતું મને ગમે એ જ ખાઈશ પણ યુનિટને તો ખાવા માટે કંઈક સારું આપીશ. પછી તેમણે જલેબી ટોમેટો કેચપમાં બોળીને ખાધી. રાજસાહેબની અનેક આશ્ચર્યજનક આદતો હતી.

રાજકપુર ઘેર હોય કે બહાર ફાઇવ સ્ટાર હોટલમાં હંમેશા પથારીમાં જ સૂતા. આ માટે લંડનમાં એમને એક હોટેલમાં વિવાદ પણ થયેલો.

દિલ્હીમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થયાના એક મહિના પછી જ 2 જૂન, 1988ના રોજ કપૂરનું 63 વર્ષની વયે અવસાન થયું હતું.

હિન્દી સિનેમાને વૈશ્વિક દર્શકો સુધી લઈ જવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ સોવિયેત યુનિયન સહિત વિશ્વના અન્ય ભાગોમાં તેમની ફિલ્મોથી ખૂબ જ લોકપ્રિય હતા.

*કરિશ્મા કપૂરનો જન્મ થયો ત્યારે રાજ કપૂરે હોસ્પિટલમાં બબીતાની મુલાકાત લીધી ન હતી

એક પુસ્તક, રાજ કપૂરઃ ધ વન એન્ડ ઓન્લી શોમેન,માં બબીતાએ કહ્યું: “મને યાદ છે કે લોલોનો જન્મ થયો તે દિવસે, મારા સસરા સિવાય બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આખો પરિવાર મારી સાથે હતો. તેણે કહ્યું કે નવજાત શિશુની આંખો વાદળી હશે તો જ તે હોસ્પિટલમાં આવશે. ભગવાનનો આભાર કે લોલોને મારા સસરાની જેમ ઘેરી વાદળી આંખો હતી.”

રાજકપૂર એમની ધૂનમાં ક્યારેક હાસ્યાસ્પદ પણ બની રહેતા કારણ એમનું સમગ્રધ્યાન તો એમની આગામી કે બની રહેલી ફિલ્મના એકએક પાસામાં જ રહેતું

Birth centenary એ આવો આ સદીના જ નહીં પણ સદાકાળ હિન્દી ફિલ્મ્સ જેમના પર ગર્વ લેશે એ રાજ્યકપુરને સો સો વંદન... 

આ પણ વાંચો- Pushpa મિનિટોમાં જેલની બહાર આવ્યો, Allu Arjun ને હાઈકોર્ટે આપ્યા જામીન

Tags :
Advertisement

.

×