Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજના દિવસે નાના પડદાના બે દિગ્ગજ કલાકારોએ કહ્યું દુનિયાને અલવિદા, અભિનેતા નિતેશ પાંડેનું નિધન

ટીવી ઈન્ડસ્ટ્રીઝ માટે આજનો દિવસ અપશુકનિયાળ સાબિત થયો છે. બુધવારે સવારે અભિનેત્રી વૈભવી ઉપાધ્યાના માર્ગ અકસ્માતમાં નિધન બાદ વધુ એક ટીવી કલાકારે ફાની દુનિયાને અલવિદા કહ્યું છે. અનુપમા સિરિયલમાં ધીરજ કપુરનું પાત્ર નિભાવનારા અભિનેતા નિતેશ પાંડેનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત...
આજના દિવસે નાના પડદાના બે દિગ્ગજ કલાકારોએ કહ્યું દુનિયાને અલવિદા  અભિનેતા નિતેશ પાંડેનું નિધન

ટીવી ઈન્ડસ્ટ્રીઝ માટે આજનો દિવસ અપશુકનિયાળ સાબિત થયો છે. બુધવારે સવારે અભિનેત્રી વૈભવી ઉપાધ્યાના માર્ગ અકસ્માતમાં નિધન બાદ વધુ એક ટીવી કલાકારે ફાની દુનિયાને અલવિદા કહ્યું છે. અનુપમા સિરિયલમાં ધીરજ કપુરનું પાત્ર નિભાવનારા અભિનેતા નિતેશ પાંડેનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થયું છે.

Advertisement

મનોરંજન ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો

નિતેશ પાંડેના મોતે મનોરંજન ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો આપ્યો છે. અનુપમા શોના લીડ એક્ટ સુધાંશુ પાંડેએ નિતેશના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, બંને વચ્ચે સારો બોન્ડ હતો. તેમને હજુ સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો. અનુપમા શો દરમિયાન તેમનું બોન્ડિંગ થઈ ગઈ હતી. બંનેએ વેબ શો, ફિલ્મો અને ઓટીટી કંટેન્ટ પર ખુબ વાતો કરતા અને થોડા સમય પહેલાં જ તેઓની સેટ પર અંતિમ મુલાકાત થઈ હતી.

Advertisement

શાહરૂખ ખાન સાથે પણ કર્યું કામ

તેમનો જન્મ 17 જાન્યુઆરી 1973ના રોજ થયો હતો તેઓ ફિલ્મો અને ટીવીની દુનિયામાં સારું નામ કમાઈ ચુક્યા હતા. તે શાહરૂખ ખાન સાથે પણ ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં કામ કરી ચુક્યા છે. તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે અશ્વિની કાલેસકર સાથે વર્ષ 1998માં લગ્ન કર્યાં હતા. જોકે બાદમાં 2002માં બંને અલગ થઈ ગયા હતા જે પછી તેમણે એક્ટ્રેસ અર્પિતા પાંડે સાથે લગ્ન કર્યાં હતા.

Advertisement

ફિલ્મો, સિરિયલમાં ઉત્કૃષ્ટ અભિનય દેખાડ્યો

તેમના અભિનય કરિયરની વાત કરવામાં આવે તો વર્ષ 1990માં થિયેટરથી તેમણે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેઓ અનેક ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળ્યા. ફિલ્મ બધાઈ હો, રંગૂન, હંટર, દબંગ 2, બાજી, મેરે યાર કી શાદી હૈ, મદારી જેવી ફિલ્મો કરી. તે સિવાય તેઓએ સાયા, અસ્તિત્વ... એક પ્રેમ કહાની, હમ લડકિયા. ઈન્ડિયાવાલા માં, હીરો - ગાયબ મોડ ઓનમાં પોતાનો ઉત્કૃષ્ટ અભિનય દેખાડ્યો હતો.

  • પ્રસિદ્ધ શો અનુપમામાં તેમણે ધીરજ કપુરનો રોલ પ્લે કર્યો હતો. શોમાં તેમણે અનુજનો મિત્ર બનીને એન્ટ્રી કરી હતી. સીરિયલમાં હજુ પણ તેનો ટ્રેક ચાલી રહ્યો હતો. અનુપમાની ટીમ નિતેશ પાંડેના નિધનના સમાચાર સાંભળવીને સ્તબ્ધ છે.

આ પણ વાંચો : ‘SARABHAI VS SARABHAI’ ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં નિધન

Tags :
Advertisement

.