Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Salman Khanને મળ્યા બાદ અનુપમ ખેર થયા ખુશ-ફોટો શેર કરી દર્શાવ્યો પ્રેમ

 સલમાનની ફિલ્મ સ્ટાર્સમાં અનુપમ ખેરનો સમાવેશ થાય સલમાન ખાન સાથે વર્ષો જૂની મિત્રતાનો ઉલ્લેખ કર્યો સલમાન ખાન અને અનુપમ ખેર ઘણી ફિલ્મોમાં કામ કર્યું Salman Khan:બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમની મિત્રતા માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં...
salman khanને મળ્યા બાદ અનુપમ ખેર થયા ખુશ ફોટો શેર કરી દર્શાવ્યો પ્રેમ
Advertisement
  •  સલમાનની ફિલ્મ સ્ટાર્સમાં અનુપમ ખેરનો સમાવેશ થાય
  • સલમાન ખાન સાથે વર્ષો જૂની મિત્રતાનો ઉલ્લેખ કર્યો
  • સલમાન ખાન અને અનુપમ ખેર ઘણી ફિલ્મોમાં કામ કર્યું

Salman Khan:બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમની મિત્રતા માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ એટલી જ કુલ જોવા મળે છે. જોકે, મિત્રતાના નામ સાથે સૌથી વધુ સલમાન ખાનનું નામ જોડાયેલું છે, ઈન્ડસ્ટ્રીમાં લગભગ દરેક સ્ટાર્સ તેમની મિત્રતાના વખાણ કરતા જોવા મળતા હોય છે.

વર્ષો જૂની મિત્રતાનો ઉલ્લેખ કર્યો

ઘણા ફિલ્મ સ્ટાર્સ સલમાન ખાનને માત્ર પોતાનો કો-સ્ટાર જ નહીં પરંતુ ખાસ મિત્ર પણ માને છે. આમાંના એક નામમાં અનુપમ ખેરનો સમાવેશ થાય છે, જેમણે તાજેતરમાં જ અભિનેતા સાથેની તેમની વર્ષોની મિત્રતાનું ઉદાહરણ આપતો ફોટો પણ શેર કર્યો છે.ઈન્ડસ્ટ્રીમાં લગભગ દરેક જણ તેમની મિત્રતાના વખાણ કરતા જોવા મળે છે. હાલમાં જ અનુપમ ખેરે પણ સોશિયલ મીડિયા પર સલમાન ખાન સાથેની તેમની વર્ષો જૂની મિત્રતાનો ઉલ્લેખ કર્યો છે. તેણે સલમાન ખાન સાથે ખૂબ જ ક્યૂટ તસવીર પોસ્ટ કરી છે, જેની સાથે તેણે ખુશીની વાત પણ કરી છે

Advertisement

આ પણ  વાંચો-Swara Bhaskar : X એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ

Advertisement

મુલાકાતની તસવીર પોસ્ટ કરી

સલમાન ખાન અને અનુપમ ખેર ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. દર્શકો પણ તેમને ખૂબ પસંદ કરે છે. હાલમાં જ અનુપમ ખેરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સલમાન ખાન સાથેની મુલાકાતની તસવીર પોસ્ટ કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે સલમાન અને હું અમે બહુ મળતા નથી પરંતુ જ્યારે અમે મળીએ છીએ ત્યારે વર્ષોની મિત્રતાની ખુશી અમારા ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

આ પણ  વાંચો-Mahakumbh: બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી હટાવાયા

એકબીજાને ગળે લગાડ્યા

અનુપમ ખેરે સલમાન ખાન સાથે જે ફોટો શેર કર્યો છે તેમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ ફોટો શેર કરવાની સાથે સાથે અભિનેતાએ શાઝિયા મંજૂરના પ્રખ્યાત ગીતની એક લાઇન પણ મૂકી છે, આ પોસ્ટ પહેલા પણ અનુપમ ખેરે સલમાન ખાન સાથેનો બીજો ફોટો શેર કર્યો હતો અને તેની મિત્રતાની પ્રશંસા કરી હતી.

સાથે ઘણી ફિલ્મો કરી છે

સલમાન અને અનુપમ ખેરે સાથે ઘણી ફિલ્મો કરી છે, જેમાં 'જબ પ્યાર કિસી સે હોતા હૈ', 'પ્રેમ રતન ધન પાયો', 'જાન-એ-મન', 'જુડવા' સામેલ છે. અભિનેતાઓ ઘણીવાર તેમના સોશિયલ મીડિયા દ્વારા જૂની યાદોને શેર કરતા જોવા મળે છે. સલમાનની વાત કરીએ તો લોકો ઘણીવાર તેની મિત્રતાના વખાણ કરતા જોવા મળે છે. એવું કહેવાય છે કે સલમાન હંમેશા તેના મિત્રો અને પરિવાર માટે ઉભા રહે છે.

Tags :
Advertisement

Trending News

.

×