ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Animal Box Office Collection: એનિમલે ત્રણ દિવસમાં બોક્સઓફિસ પર ફટકારી ડબલ સેન્ચુરી

ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ' હાલમાં બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મે શરૂઆતના દિવસે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં 200 કરોડ...
09:36 AM Dec 04, 2023 IST | Hiren Dave
featuredImage featuredImage

ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ' હાલમાં બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મે શરૂઆતના દિવસે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મને વીકેન્ડ એટલે કે રવિવારનો જબરદસ્ત ફાયદો મળ્યો છે. જાણો ત્રીજા દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી.

 

એનિમલ' એ પહેલા જ દિવસે આ રેકોર્ડ બનાવ્યા હતા
'એનિમલ'માં રણબીર કપૂરની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મની અન્ય કાસ્ટની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. 'એનિમલ'ને 'A' રેટિંગ મળ્યું છે. ફિલ્મમાં એક્શનની સાથે તમને રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી વચ્ચેના ઘણા બોલ્ડ સીન્સ પણ જોવા મળશે. પહેલા અને બીજા દિવસની ધમાકેદાર કમાણી બાદ હવે બધાની નજર ત્રીજા દિવસના કલેક્શન પર છે. 'એનિમલ'એ તેની રિલીઝના દિવસે 63.8 કરોડ રૂપિયાની કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડ્યા છે.

 

તે જ સમયે, 'એનિમલ'નું વિશ્વભરમાં પ્રથમ દિવસનું કલેક્શન 116 કરોડ રહ્યું છે. આ સાથે રણબીરની ફિલ્મે નોન-હોલિડે પર સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. બીજા દિવસે, ફિલ્મે 66.27 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જેમાંથી તેણે હિન્દી ભાષામાં 58.37 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

 

'એનિમલ' ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર સુનામી લાવ્યું
ત્રીજા એટલે કે સન્ડે કલેક્શનની વાત કરીએ તો, સેકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'એનિમલ' એ રવિવારે 72.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ માત્ર પ્રારંભિક આંકડા છે. આ સાથે 'એનિમલ'નું કુલ કલેક્શન હવે 202.57 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. તમારે ફાઇનલ ડેટા માટે રાહ જોવી પડશે.

આ  પણ  વાંચો -રણબીર કપૂરની ANIMAL હવે નીકળી JAWAN કરતા આગળ, ફિલ્મે બીજા દિવસે કરી બમ્પર કમાણી

Tags :
Animal Box Office Collection Day 3BOBBY DEOLbox office collectionEntertainment NewsRanbir Kapoorrashmika mandanna