ડેટિંગની અફવાઓ વચ્ચે રાઘવ જુયાલે શહનાઝની પ્રશંસા કરી, કહી દીધી આ દિલની વાત
અહેવાલ - રવિ પટેલ
લાંબા સમયથી શહનાઝ ગિલનું (Sehnaz Gill) નામ રાઘવ જુયાલ (Raghav Juyal) સાથે જોડાઈ રહ્યું છે. હાલમાં જ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના (Kisi Ka Bhai Kisi Ki Jaan) ટ્રેલર લોન્ચ ઈવેન્ટ બાદ ફરી એકવાર તેમના અફેરના સમાચાર આવી રહ્યા છે. દરમિયાન, રાઘવ જુયાલ તાજેતરમાં શહનાઝના વખાણ કરતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે રાઘવ અને શહનાઝ બંને સલમાનની આગામી ફિલ્મમાં સાથે જોવા મળી રહ્યા છે.
હાલમાં જ એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન રાઘવ જુયાલે શહનાઝના ખૂબ વખાણ કર્યા હતા. રાઘવે શહનાઝને દુનિયાની સૌથી મજબૂત છોકરી ગણાવી હતી. તેણે કહ્યું કે તે આ પૃથ્વી પર સૌથી મજબૂત વ્યક્તિ છે. મારા મતે તેમના જેટલી મજબૂત કોઈ છોકરી ન હોઈ શકે.
રાઘવ જુઆલે વધુમાં કહ્યું કે, 'જો કોઈને આર્ટ કે ક્રાફ્ટમાં ઈમાનદારી શીખવી હોય તો તેણે શહનાઝ પાસેથી ટ્યુશન લેવું જોઈએ.' રાઘવે વધુમાં કહ્યું કે શહેનાઝ ખૂબ જ ઈમાનદાર છે અને તે પોતે પણ દરરોજ તેની પાસેથી પ્રેરણા લે છે. જણાવી દઈએ કે શહનાઝ એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનશિપમાં હતી. વર્ષ 2021માં સિદ્ધાર્થનું અવસાન થયું, ત્યારબાદ શહનાઝ ખરાબ રીતે ભાંગી પડી હતી.
સિદ્ધાર્થ અને શહનાઝની જોડી ચાહકોને ઘણી પસંદ આવી હતી. તેમના ચાહકો તેમને 'સિદનાઝ' કહીને બોલાવતા હતા. તાજેતરમાં જ સલમાન ખાને આ અંગે પ્રતિક્રિયા આપી છે અને શહેનાઝના ચાહકોને સલાહ આપી છે કે તેઓ તેને 'સિદનાઝ' કહેવાનું બંધ કરે. સલમાન ખાને કહ્યું, 'હવે તે આ દુનિયામાં નથી. તે જ્યાં પણ હોય, તે પોતે ઈચ્છે છે કે તેના જીવનમાં કોઈ આવે. શું તે આખી જીંદગી કુંવારી રહેશે? તમે લોકો સિદનાઝ કહેવાનું બંધ કરો અને તેને આગળ વધવા દો.
જણાવી દઈએ કે ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' 21 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજીએ (Farhad Samji) કર્યું છે. તે જ સમયે, આ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) અને પૂજા હેગડે (Pooja Hegde) પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ સિવાય વેંકટેશ, જગપતિ બાબુ પણ આ ફિલ્મનો મહત્વનો ભાગ છે.
આ પણ વાંચો – ટ્વિટરમાં કેમ ટ્રેન્ડ થઇ રહ્યું છે #KGF3, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?