Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દીપિકા પાદુકોણ બાદ હવે રણવીર સિંઘની "SINGHAM AGAIN" માં સિમ્બાના રૂપમાં ધમાકેદાર એન્ટ્રી

હિન્દી સિનેમા જગતમાં રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની ફિલ્મો પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આ યુનિવર્સમાં સિંઘમ, સિમ્બા, સૂર્યવંશી જેવા સુપર કોપનો સમાવેશ થાય છે. ત્યારે કોપ યુનિવર્સની આગામી ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આગામી ફિલ્મ સિંઘમ અગેનમાં ...
09:06 PM Oct 30, 2023 IST | Harsh Bhatt

હિન્દી સિનેમા જગતમાં રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની ફિલ્મો પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આ યુનિવર્સમાં સિંઘમ, સિમ્બા, સૂર્યવંશી જેવા સુપર કોપનો સમાવેશ થાય છે. ત્યારે કોપ યુનિવર્સની આગામી ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આગામી ફિલ્મ સિંઘમ અગેનમાં  હવે અજય દેવગનની અને ટાઈગર શ્રોફની  સાથે રણવીર સિંઘ પણ તેમના સિમ્બાના અવતારમાં જોવા મળશે. રણવીરે તેના સોશિયલ મીડિયા અકાઉટ ઉપર પોસ્ટ શેર કરીને સિંઘમ અગેનમાં પોતાના આગમનની વાત કરીને ખુશી વ્યક્ત કરી છે.

નવા રિલીઝ થયેલા પોસ્ટરમાં, રણવીરની  પ્રચંડ હાજરી આકર્ષક લાગે છે.  રણવીર સિમ્બાના અવતારમાં એકદમ નટખટ અને નિરાલા લાગી રહ્યા છે , જ્યારે પોસ્ટરની પૃષ્ઠભૂમિમાં ભગવાન હનુમાનની છબી આપણને નજરે ચડે  છે.

આ મેગા બજેટ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ એક અગત્યની ભૂમિકા ભજવવાની છે, જે વાત અંગેની જાહેરાત થોડા જ દિવસ પહેલા કરવામાં આવી હતી . ફિલ્મના દીર્ગદર્શક રોહિત શેટ્ટી એ પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર કરી દિપીકાના કોપ યુનિવર્સમાં એન્ટ્રીની અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી.

આ પણ વાંચો -- ઓનલાઈન સટ્ટાબાજીની એપ ફેરપ્લે કેસમાં ફસાયા રેપર બાદશાહ, વધુ 40 સેલેબ્સ મુકાઇ શકે છે મુશ્કેલીમાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
COP UNIVERSEranveer singhRohit ShettySIMBASINGHAM 3SINGHAM AGAIN
Next Article