ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Actor:ફેમસ એક્ટ્રેસની દીકરીનું નાની ઉંમરે અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

બોલીવુડ એક્ટ્રેસ દિવ્યા શાહ શેઠનું નિધન પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ Actor:: બોલીવુડ એક્ટ્રેસ (actor)દિવ્યા શેઠ શાહના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દિવ્યા શેઠની 22 વર્ષની પુત્રી મિહિકા શાહ(Mihika Shah)નું અવસાન થયું...
10:36 AM Aug 07, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage
  1. બોલીવુડ એક્ટ્રેસ દિવ્યા શાહ શેઠનું નિધન
  2. પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો
  3. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

Actor:: બોલીવુડ એક્ટ્રેસ (actor)દિવ્યા શેઠ શાહના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દિવ્યા શેઠની 22 વર્ષની પુત્રી મિહિકા શાહ(Mihika Shah)નું અવસાન થયું છે. તાવ અને વાઈના હુમલાને કારણે મિહિકાનું અવસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. મિહિકાના નિધનના સમાચાર ખુદ દિવ્યા શેઠ શાહે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

દિવ્યા શેઠે દીકરીના મોતના સમાચાર આપ્યાં

દિવ્યા શેઠ શાહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'અત્યંત દુઃખ સાથે અમને જણાવવું પડે છે કે અમારી પ્રિય મિહિકા હવે અમારી વચ્ચે નથી. તેમણે 5મી ઓગસ્ટ 2024ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. આ સાથે દિવ્યાએ લખ્યું કે મિહિકાની પ્રાર્થના સભા 8 ઓગસ્ટે સાંજે 4 થી 6 વાગ્યા સુધી છે. મિહિકાના આ રીતે જતા રહેવાથી તેમના ઘરમાં શોકનો માહોલ છે. આ કારણે તેની દાદી અને અભિનેત્રી સુષ્મા સેઠની હાલત પણ ખરાબ છે.

 

દિવ્યાએ ગત અઠવાડિયે શેર કરી હતી તસવીર

દિવ્યાએ ગયા અઠવાડિયે જ એક હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરી હતી. આ ફોટોમાં મિહીકા તેની માતા દિવ્યા અને દાદી સુષ્મા સાથે જોવા મળી રહી છે. આને શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'DNA એ એકમાત્ર વાસ્તવિકતા છે. બાકી બધું ખૂબ મહેનતનું છે. માતૃત્વ માટે આભાર.

આ પણ  વાંચોપ-Hollywood actress: કેન્સરથી વધુ એક જાણીતી એક્ટ્રેસનું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

કોણ હતી મિહિકા શાહ?

મિહિકા હજુ ભણતી હતી અને મીડિયાની ચમકથી દૂર રહીને પોતાનું જીવન જીવવાનું પસંદ કરતી હતી. મિહિકાની માતા દિવ્યા અને દાદી સુષ્મા સેઠ બન્ને એક્ટર છે. લોકપ્રિય અભિનેત્રી સુષ્મા સેઠ તેમના દમદાર અભિનય માટે જાણીતી છે. તે 'કભી ખુશી કભી ગમ...', 'ચલ મેરે ભાઈ', 'કલ હો ના હો', 'નગીના' અને 'સ્ટુડન્ટ ઑફ ધ યર'માં તેના અભિનય માટે જાણીતી છે. સુષ્મા સેઠની પુત્રી દિવ્યા સેઠ 'જબ વી મેટ', 'દિલ ધડકને દો', 'આર્ટિકલ 370' જેવી ફિલ્મોમાં અભિનય કરવા માટે જાણીતી છે.

Tags :
Actorbollywood-newsdivya sethDivyaSethShahgrandmotherMihika Shah Passed AwayMihikaShahDeathsushma seth