Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aamir Khan : લાડો,લગ્ને લગ્ને કુંવારો રે..

60 વર્ષના આમિર ખાનનાં ત્રીજા લગ્ન
aamir khan   લાડો લગ્ને લગ્ને કુંવારો રે
Advertisement

Aamir Khan આમિર ખાને હાલમાં જ તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટનો પરિચય દુનિયા સાથે કરાવ્યો છે જેની સાથે તે તેના જીવનની સુંદર ક્ષણો વિતાવી રહ્યો છે. હાલમાં જ આમિરની બહેન નિખત ખાને તેના ભાઈના અફેર અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે એ પણ જણાવ્યું છે કે તેની નવી ગર્લફ્રેન્ડ ગૌરી કેવી છે.

Advertisement

આમિર ખાન દોઢ વર્ષથી ગૌરી સ્પ્રેટને ડેટ કરી રહ્યો છે

ગૌરી સ્પ્રેટ પહેલેથી જ છૂટાછેડા લઈ ચૂકી છે અને એક બાળકની માતા છે.
ગૌરીને ડેટ કરતા પહેલા આમિરે બે લગ્ન કર્યા હતા
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન Aamir Khan આ દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. બે વખત છૂટાછેડા લઈ ચુકેલા અભિનેતા ફરી એકવાર પ્રેમમાં પડ્યા છે. હમણાં જ એણે ખુલાસો કર્યો હતો કે તે એક મહિલાને ડેટ કરી રહ્યો હતો. તેણે તેને પાપારાઝી સાથે પણ મળવાનું કરાવ્યું, પરંતુ વીડિયો અને ફોટો ક્લિક કરવાનો ઇનકાર કર્યો.
જ્યારથી આમિર ખાને તેની નવી ગર્લફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે ત્યારથી તે સમાચારોમાં છે. અભિનેતાનો પરિવાર 60 વર્ષની ઉંમરે તેના અફેર પર કેવી પ્રતિક્રિયા આપે છે? આ અંગે આમિરની બહેન નિખાતે ખુલાસો કર્યો છે.

Advertisement

આમિરની બહેને ગૌરી માટે શું કહ્યું?

સિનેમા જગતમાં પોતાની અભિનય કૌશલ્ય બતાવનાર નિખત ખાને આમિર ખાન(Aamir Khan)ના અફેર અને તેની નવી ગર્લફ્રેન્ડ વિશે પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં, નિખાતે તેની આગામી મલયાલમ ફિલ્મ L2: Empuraan ના ટ્રેલર લોન્ચમાં હાજરી આપી હતી. આ દરમિયાન જ્યારે તેને આમિરની નવી ગર્લફ્રેન્ડ વિશે પૂછવામાં આવ્યું તો નિખાતે કહ્યું, "અમે આમિર અને ગૌરી માટે પણ ખૂબ જ ખુશ છીએ કારણ કે તે ખૂબ જ સારી વ્યક્તિ છે અને અમે ઈચ્છીએ છીએ કે તેઓ હંમેશા ખુશ રહે."

Advertisement

આમિર ખાને જાહેરમાં તેની ગર્લફ્રેન્ડનો પરિચય કરાવ્યો અને કહ્યું કે તે બેંગલુરુની રહેવાસી છે. આમિર ગૌરી સ્પ્રેટને છેલ્લા 25 વર્ષથી ઓળખતો હતો, પરંતુ કેટલાક કારણોસર બંને સંપર્કમાં નહોતા. પરંતુ બે વર્ષ પહેલા બંને ફરી મળ્યા હતા અને દોઢ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ગૌરીના કરિયરની વાત કરીએ તો તે આમિરની (Aamir Khan) પ્રોડક્શન કંપનીમાં જ કામ કરતી હતી. તેણી પહેલેથી જ છૂટાછેડા અને એક બાળકની માતા છે.
આમિરે બે વાર છૂટાછેડા લીધા છેપહેલી પત્ની રીમા અને બીજી પત્ની કિરણ પણ આમિરની પ્રોડક્શન કંપનીમાં કામ કરતાં હતાં,

Aamir Khanના આ ત્રીજા લગ્ન પણ હિન્દુ કન્યા સાથે 

તેમના પ્રથમ લગ્ન 1986માં રીના દત્તા સાથે થયા હતા અને 2002માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. રીના સાથે તેને બે બાળકો છે. ત્યારબાદ 2005માં તેણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા, જેની સાથે તેને એક પુત્ર છે. કિરણ અને આમિરે 2021માં છૂટાછેડા લીધા હતા.

આ પણ વાંચો-Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!

Tags :
Advertisement

Trending News

.

×