Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shahbuddin Rathod-હાસ્ય દ્વારા જીવન જીવવાના સંસ્કારો સીંચતો મહાન કલાકાર

Shahbuddin Rathod. જે આજે પણ ઍવરેજ ૭૨ કલાકે એક કાર્યક્રમ કરતા અને અત્યાર સુધીમાં વીસથી વધુ પુસ્તકો લખી ચૂકેલા શાહબુદ્દીનભાઈએ દસ હજારથી વધારે કાર્યક્રમો કર્યા છે શાહબુદ્દીન રાઠોડ અડીખમ ઊભા રહેવાની માન​સિકતા લિટરેચર અને એજ્યુકેશનના ફીલ્ડ માટે પદ્‍‍મશ્રીનું સન્માન મેળવનારા...
shahbuddin rathod હાસ્ય દ્વારા જીવન જીવવાના સંસ્કારો સીંચતો મહાન કલાકાર

Shahbuddin Rathod. જે આજે પણ ઍવરેજ ૭૨ કલાકે એક કાર્યક્રમ કરતા અને અત્યાર સુધીમાં વીસથી વધુ પુસ્તકો લખી ચૂકેલા શાહબુદ્દીનભાઈએ દસ હજારથી વધારે કાર્યક્રમો કર્યા છે

Advertisement

શાહબુદ્દીન રાઠોડ અડીખમ ઊભા રહેવાની માન​સિકતા

લિટરેચર અને એજ્યુકેશનના ફીલ્ડ માટે પદ્‍‍મશ્રીનું સન્માન મેળવનારા શાહબુદ્દીન રાઠોડે જ્યારે હાસ્યના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું ત્યારે એ ક્ષેત્રમાં ડબલ મીનિંગ જોક્સનો મારો ચાલતો હતો. જોકે શાહબુદ્દીનભાઈએ રીતસર યુગ-પરિવર્તનનું કામ કર્યું અને હાસ્યના ક્ષેત્રને માત્ર મનોરંજન પૂરતું સીમિત રાખવાને બદલે એને શિક્ષણ અને ફિલોસૉફી સાથે પણ ​સિફતપૂર્વક સામેલ કર્યું

પદ્‍‍મશ્રી ૨૦૨૦

‘હું તો હંમેશાં કહેતો હોઉં છું કે હસાવી શકે એનાથી મોટો કોઈ ડૉક્ટર નહીં. હાસ્ય બહુ મોટી દવા છે. આપણે એને માત્ર મનોરંજન કે આનંદનું સાધન માનીએ એમાં હાસ્યની નહીં, આપણી ભૂલ છે. હાસ્ય દ્વારા શિક્ષણ પણ પહોંચી શકે અને હાસ્ય દ્વારા જીવન જીવવાના સંસ્કારો પણ લોકો સુધી પહોંચી શકે. પ૪ વર્ષ દરમ્યાન મેં આ જ કર્યું છે અને જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી આ જ કરવાનો છું.’

Advertisement

ગુજરાતીમાં હાસ્યને ઘર-ઘર સુધી પહોંચાડનારા શાહબુદ્દીન રાઠોડ તમારી સામે બેઠા હોય ત્યારે હાસ્યને પણ ગરિમા પ્રાપ્ત થાય અને સાથોસાથ એ હાસ્યમાં બોધ પણ ઉમેરાય. જીવનના સાડાઆઠ દશકા પૂરા કર્યા પછી પણ તેમનું વાંચન અટક્યું નથી.

નવી વાતો, નવાં પાત્રો

પેઇન્ટિંગનો તેમને શોખ છે અને એટલે જ દિવસમાં ઓછામાં ઓછા બે વાર પેઇન્ટ-બ્રશ પણ હાથમાં આવે. શાહબુદ્દીનભાઈ કહે છે, ‘મારું આ મોટિવેશન છે એવું કહું તો પણ ચાલે. વાંચું ત્યારે મને તરત અંદરથી સ્ફુરણા થાય કે મારે આ વાત તો લોકો સુધી પહોંચાડવી જોઈએ અને એ વિચાર જ મારા માટે મોટિવેશન બની રહે.

Advertisement

આજે કાર્યક્રમમાં લોકો વનેચંદનો આગ્રહ કરે એટલે એને હું લઈ આવું, પણ પછી કહું પણ ખરો કે ભારતવર્ષ જ્યારે વિકાસની અદ્ભુત ઊંચાઈ પર છે ત્યારે આપણે શું કામ હજી પણ વનેચંદમાં અટવાયેલા રહેવું છે! આગળ વધીએ અને નવી વાતો, નવાં પાત્રો સાથે મજા લઈએ.

આલ્બર્ટ આઇન્સ્ટાઇનને કોઈએ સવાલ પૂછ્યો કે જીવન શું છે? આઇન્સ્ટાઇને હસતાં-હસતાં જવાબ આપ્યો કે જીવનનો કોઈ અર્થ નથી, એ શરૂ થાય અને એ પૂરું થાય; પણ હા, એ જીવનને અર્થ આપવાનું કામ તમે કરી શકો.’

આંતરિક વૈભવ

Shahbuddin Rathod નું જીવન સાદગીભર્યું છે. તેમને જો ટ્રેન મળે તો તે પ્લેન પસંદ ન કરે, તેમને જો બાજરાનો રોટલો મળે તો તેઓ ઘઉંની રોટલી લેવાનું પણ પસંદ ન કરે, ટ્યુબલાઇટ મળે તો એલઈડીનો મોહ તેમને ન હોય અને રેડિયો હોય તો તેઓ ટીવી ચાલુ કરવાનું પણ ટાળે.

શાહબુદ્દીનભાઈ કહે છે, ‘આ આપણા દેશના સંસ્કારો છે. આપણે બાહ્ય જાહોજલાલીને નહીં પણ આંતરિક વૈભવમાં માનીએ છીએ અને એ જ આપણા દેશની ધરોહર છે. તમે જુઓ, કેટકેટલું બન્યું આ દેશ સાથે.

 મુ​સ્લિમ આક્રમણકારોથી લઈને આતંકવાદીઓ સુધ્ધાંના હુમલા દેશે સહન કર્યા, પણ આપણો દેશ અડીખમ ઊભો રહ્યો. આ જે અડીખમ ઊભા રહેવાની માન​સિકતા છે એ જ દર્શાવે છે કે ભારત ભાગ્ય વિધાતા બનવા માટે જ સર્જાયું છે

પરદેશ જાઓ ત્યારે તમને સ્વદેશનું મૂલ્ય સમજાય

દેશ અને સ્વદેશની વાત કરતાં શાહબુદ્દીનભાઈને પોતાનો એક વિદેશપ્રવાસ યાદ આવે છે. શાહબુદ્દીનભાઈ કહે છે, ‘૩૮ દિવસની એ ટૂર હતી. નીકળતી વખતે થતું હતું કે દિવસો ઘટશે અને ઘણુંબધું જોવાનું રહી જશે, પણ ત્યાં પહોંચ્યા પછી માંડ ત્રણ દિવસ નીકળ્યા. ત્રીજા દિવસથી મેં ઊંધી ગણતરી શરૂ કરી દીધી અને છેલ્લે-છેલ્લે તો એવી હાલત કે એમ થાય કે કાશ સવારે આંખ ઊઘડે ને મને ભારતનું આકાશ દેખાય.

પરદેશ જાઓ ત્યારે જ તમને સ્વદેશનું મૂલ્ય સમજાય. મને તો આકાશ જ નહીં, સ્વદેશ અને પરદેશના ઑક્સિજનમાં પણ ફરક લાગે અને એટલે આજે પણ જ્યારે હું દેશમાં પાછો ફરું ત્યારે દસ મિનિટ તો ઍરપોર્ટ પર એકલો બેસી શાંતિથી શ્વાસ લઈને મારાં ફેફસાં તાજાં-માજાં કરું.’   

દરેક ક્ષેત્રમાં આગળ

ભારતની વાત આવે ત્યારે શાહબુદ્દીનભાઈના અવાજમાં તાકાત આવી જાય છે. શાહબુદ્દીનભાઈ કહે છે, ‘આજે આપણે ટેક્નૉલૉજીથી લઈને ઇકૉનૉમી, મેકૅનિઝમ, મૅન્યુફૅક્ચરિંગ એમ દરેક ક્ષેત્રમાં આગળ છીએ. દુનિયાનો દરેક દેશ આપણી સાથે સારાસારી રાખે છે. એક દેશ એવો નથી જેને આપણી સાથે વેપાર ન કરવો હોય. તમારો અવાજ છેક યુક્રેનની વૉરમાં પડે છે અને તમારો અવાજ સુદાનની સિવિલ વૉરને પણ બે-ચાર દિવસ ઊભી રાખી દે છે. આનાથી વધારે શું જોઈએ તમને? મારી એક વાત યાદ રાખજો કે હસ્તક્ષેપ કરો અને સામેવાળો અટકે એટલે તમે પાવરધા. બાકી બેના ઝઘડામાં ત્રીજો પડે ત્યારે નસીબ સારાં હોય તો પેલા બેમાંથી એક હડસેલો મારી દે, પણ જો નસીબ ખરાબ હોય તો વચ્ચે પડનારાને ઢીકા જ પડે. જોકે ભારતને શાબ્દિક ઢીકો મારવા પણ કોઈ આવતું નથી એ જ કહે છે કે ભારત ભાગ્ય વિધાતા...’

દૃષ્ટિએ નાની-નાની વાતમાં દેશને વગોવવાનો કોઈ અર્થ નથી

‘પ્રશ્નો ત્યાં સુધી હશે જ્યાં સુધી જીવન છે...’ Shahbuddin Rathod કહે છે, ‘દુનિયાની પાંચમા ભાગની વસ્તી તમારા એક દેશમાં રહે છે એટલે વ્યાધિ રહે એ પણ સમજી શકાય અને વ્યાધિ ઉપા​ધિ કરાવે એ પણ ધારી શકાય. એટલે મારી દૃષ્ટિએ નાની-નાની વાતમાં દેશને વગોવવાનો કોઈ અર્થ નથી. એ વગોવણી કરતાં જાતને વધારે મઠારવાનું કામ જો આપણે કરીએ તો દેશ આપોઆપ પૂર્ણ માર્ક લઈ આવતો થઈ જાય અને એ પણ થવાનું જ છે. આપણી યુવાપેઢી સમજદાર છે. આજના આ ભારતને એ હજી પણ નવી ઊંચાઈએ લઈ જવાનું કૌવત ધરાવે છે. સ્વામી વિવેકાનંદની મને વાત યાદ આવે છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે શક્તિ જીવન છે, નિર્બળતા મૃત્યુ છે. ભારત શક્તિ છે અને એ શક્તિને કારણે જ આપણા દેશ પાસે દસ હજારથી પણ વધારે વર્ષોનો લાંબો અને ભવ્ય ઇતિહાસ છે.’

ઍવરેજ ૭૨ કલાકે એક કાર્યક્રમ

આજે પણ Shahbuddin Rathod ઍવરેજ ૭૨ કલાકે એક કાર્યક્રમ કરતા અને અત્યાર સુધીમાં વીસથી વધુ પુસ્તકો લખી ચૂકેલા શાહબુદ્દીનભાઈએ દસ હજારથી વધારે કાર્યક્રમો કર્યા છે તો હાસ્ય પર આધારિત તેમનાં પચીસથી વધુ ઑડિયો આલબમ રિલીઝ થઈ ચૂક્યાં છે.

તાજેતરમાં જ યુટ્યુબે કરેલા સર્વે મુજબ ગુજરાતી હાસ્ય-કલાકારોમાં શાહબુદ્દીન રાઠોડ સૌથી વધુ જોવાતા-સંભળાતા હાસ્ય-કલાકાર છે. શાહબુદ્દીન રાઠોડ કહે છે, ‘આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને સાહિત્ય સાથે આપણો દેશ ગર્વ અપાવવાનું કામ કરતો અને સદાય કરતો રહેશે.’

આપણા લોહીમાં જ સંસ્કાર અને સંસ્કૃતિ મળ્યાં છે એટલે એનો ગર્વ તો હોવાનો જ અને જે માતૃભૂમિ પાસે પોતાનો ભાતીગળ ભૂતકાળ હોય એ માતૃભૂમિ તમારા લોહી સાથે હંમેશાં ધબકતી રહે. ભારત ભાગ્ય વિધાતા હતું અને એટલે જ બ્રિટિશરોથી માંડીને અન્ય શાસકો ભારતમાં આવ્યા તો આજે ફૉરેન કંપનીઓ એટલે જ આપણે ત્યાં આવે છે, કારણ કે ભારત ભાગ્ય વિધાતા છે.

આ પણ વાંચો- Indian Cinema માં આ અભિનેત્રી છે સૌથી ધનિક, ફિલ્મથી લઈને IPL સુધી...

Tags :
Advertisement

.