Laila Khan Murder Mystery: 13 વર્ષ બાદ એક ફાર્મ હાઉસ, સાવકો પિતા અને 6 મોતના રહસ્યો ઉકેલાયા
Laila Khan Murder Mystery: અભિનેત્રી Laila Khan મર્ડર કેસમાં કોર્ટનો અંતિમ નિર્ણય આવ્યો છે. મુંબઈની સેશન્સ કોર્ટે આરોપી પરવેઝ ટાકને ફાંસીની સજા સંભળાવી છે. 13 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં મુખ્ય આરોપીને સજા ફટકારી છે. પરવેઝ ટાક મૃતક Laila Khan નો સાવકા પિતા છે. ફેબ્રુઆરી 2011 માં પરવેઝ ટાકે મહારાષ્ટ્રના ઇગતપુરીમાં એક ફાર્મ હાઉસમાં Laila Khan અને તેના પરિવારના અન્ય પાંચ સભ્યોની નિર્દયતાથી હત્યા કરી અને લાશને ભૂગર્ભમાં દાટી દીધી હતી.
Laila Khan નું સાચું નામ રેશ્મા પટેલ હતું
તેમની માતાનું નામ સેલિના પટેલ હતું
બીજો આરોપી શાકિર હુસૈન હજુ ફરાર છે
9 મેના રોજ સેશન્સ કોર્ટે Laila Khan હત્યા કેસમાં પરવેઝ ટાકને દોષી ઠેરવ્યો હતો. પ્રોપર્ટી વિવાદ બાદ પરવેઝ ટાકે તેની સાવકી દીકરી Laila Khan ની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં હત્યારા પરવેઝે લૈલાની માતા સહિત 6 લોકોની હત્યા કરી હતી. આ ઘટના ફેબ્રુઆરી 2011 ની છે.
#WATCH | Mumbai: On Mumbai Sessions Court sentences Parvez Tak to death for the Murder of his Stepdaughter and Bollywood Actor Laila Khan, her Mother and four Siblings in 2011, Government Advocate Ujjwal Nikam says, "A Bollywood actress from Mumbai, Laila Khan, her mother, three… pic.twitter.com/Dpg8NQxYeo
— ANI (@ANI) May 24, 2024
આ પણ વાંચો: S Jaishankar : વિદેશમંત્રીનો મોટો દાવો, BJP આ રીતે કરશે ‘400 પાર’!
ફાર્મ હાઉસમાંથી 6 હાડપિંજર મળી આવ્યા હતા
2011 માં મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં 6 લોકોના ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલો લાંબા સમય સુધી ખૂબ જ ગુંચવણ ભર્યો રહ્યો હતો. જોકે, જુલાઇ 2012 માં પોલીસે ઇગતપુરીના ફાર્મ હાઉસમાંથી 6 હાડપિંજર મળી આવ્યા હતા. તે જ વર્ષે ઓક્ટોબર 2012 માં મુંબઈ પોલીસે Laila Khan હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસનો બીજો આરોપી શાકિર હુસૈન હજુ ફરાર છે. પોલીસ હજુ સુધી તેને પકડી શકી નથી.
આ પણ વાંચો: દિલ્હીમાં મત કરવા પર મળશે અઠળક લાભ, રેસ્ટોરન્ટ્સથી લઈને મફત સવારી સુધી
સેલિના પટેલના પ્રથમ લગ્ન નાદિર શાહ પટેલ સાથે થયા હતા
Laila Khan નું સાચું નામ રેશ્મા પટેલ હતું. તેનો જન્મ 1978 માં પાકિસ્તાનમાં થયો હતો. તેમની માતાનું નામ સેલિના પટેલ હતું. તેણે ત્રણ વખત લગ્ન કર્યા હતા. સેલિના પટેલના પ્રથમ લગ્ન નાદિર શાહ પટેલ સાથે થયા હતા. તેમની પુત્રી Laila Khan હતી. Laila Khan બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી.તેનું સપનું વર્ષ 2002 માં પૂરું થયું. તેણે કન્નડ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. 4 વર્ષ બાદ Laila Khan વર્ષ 2008 માં ફિલ્મ 'વફા અ ડેડલી લવ સ્ટોરી' થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં રાજેશ ખન્ના લીડ રોલમાં હતા.a
આ પણ વાંચો: Rajasthan Accident: આ Video હચમચાવી દેશે! પૂરઝડપે આવતી કારે યુવકને 20 ફૂટ ઊલાળ્યો