Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રીશ્રીએ અલ્પેશ ઠાકોર વિશે શું કહ્યું કે બધા હસી પડયા...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજ્યમાં ભાજપ (BJP)નો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર પણ શરુ થઇ ગયો છે. ભાજપ દ્વારા સરકારના વિકાસકાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડવા ગૌરવ યાત્રા શરુ કરવામાં આવી છે.  ગૌરવ યાત્રા થકી ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરુ થઇ ગયો છે. હાલ વિવિધ સ્થળો પર  રાજ્યમાં 5 ગૌરવ યાત્રા ચાલી રહી છે. રવિવારે બનાસકાંઠાના વડગામમાં પહોંચેલી ગૌà
મુખ્યમંત્રીશ્રીએ અલ્પેશ ઠાકોર વિશે શું કહ્યું કે બધા હસી પડયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજ્યમાં ભાજપ (BJP)નો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર પણ શરુ થઇ ગયો છે. ભાજપ દ્વારા સરકારના વિકાસકાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડવા ગૌરવ યાત્રા શરુ કરવામાં આવી છે.  ગૌરવ યાત્રા થકી ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરુ થઇ ગયો છે. હાલ વિવિધ સ્થળો પર  રાજ્યમાં 5 ગૌરવ યાત્રા ચાલી રહી છે. રવિવારે બનાસકાંઠાના વડગામમાં પહોંચેલી ગૌરવ યાત્રામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) પણ હાજર રહ્યા હતા. તેમણે જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. તેમણે હળવા મૂડમાં અલ્પેશ ઠાકોર વિશે પણ નિવેદન કરતા સહુ હસી પડયા હતા. 

ગૌરવ યાત્રા પહોંચી વડગામમાં
ભાજપ દ્વારા શરુ કરાયેલી ગૌરવ યાત્રા રવિવારે વડગામ પહોંચી હતી.  બહુચરાજીથી માતાના મઢ સુધીની યાત્રાના આજે 5મો દિવસ છે અને યાત્રા સિદ્ધપુરથી વડગામ પહોંચી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય મંત્રી ડો.સંજીવ બાલ્યાન તથા ભાજપના આગેવાનો શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. 

મુખ્યમંત્રીશ્રીએ શું કહ્યું અલ્પેશ ઠાકોર વિશે
વડગામમાં સભાને સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે હળવા મૂડમાં અલ્પેશ ઠાકોર વિશે જણાવ્યું કે વર્ષોથી સાથે અમે બધા બેઠા છીએ, ભલે તેમણે થોડી ઘણી ધમાલ કરી હશે. પણ ધમાલ કરવાનું એટલે તેમનો સ્વભાવ છે કે ભાઇ કામ તો કરવું જ પડશે અને કામ કરવા માટે દરેકની પરિભાષા જુદી જુદી હોય કે કઇ રીતે કામ કરાવવું...

મોદીજીએ વિકાસની રાજનીતિ શરુ કરી 
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે  રાજનીતિ તમે બધાએ જોઇ હશે. ચૂંટણીમાં જાતિ, જ્ઞાતિ અને ધર્મની બબાલ થાય છે જ. તેમણે કહ્યું કે મોદીજીએ વિકાસની રાજનીતિ શરુ કરી છે.

વિકાસની રાજનીતિનો સહુથી વધુ લાભ ગુજરાતને
તેમણે કહ્યું કે નરેન્દ્ર ભાઇના આવ્યા પછી આખો રાજકીય નવો ઇતિહાસ શરુ થયો અને વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઇએ શરુ કર્યો અને વિકાસની રાજનીતિનો સહુથી વધુ લાભ કોઇને મળ્યો હોય તો નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતને મળ્યો છે. 

ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન
મુખ્યમંત્રીશ્રીએ  કહ્યું કે  છેલ્લા 2 દાયકાથી ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, આરોગ્ય, સુરક્ષા દરેક ક્ષેત્રે ગુજરાત આજે ગ્રોથ એન્જિન બન્યું છે. ગરીબ વંચિત લોકો મુખ્ય પ્રવાહમાં આવે તે માટે નરેન્દ્રભાઇએ પ્રયાસ કર્યો છે. મોદીજીએ સામાન્ય માણસોનો વિચાર કરી યોજના બનાવી છે. 

દરેક યોજનાનો લાભ 100 ટકા લોકોને મળે તેવો પ્રયાસ
તેમણે કહ્યું કે પહેલા જૂજ લોકો સરકારી યોજનાનો લાભ લેતા હતા અને હવે દરેક યોજનાનો લાભ 100 ટકા લોકોને મળે તે પ્રયત્ન છે. ગુજરાત સરકાર દ્વારા લોકો સુધી લાભ પહોંચાડ્યો છે. કોરોનામાં મોટા દેશોએ પણ જનતાનો સાથ છોડયો પણ મોદીજીએ લોકોને સાથ આપ્યો અને વેક્સિન આપી. વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરી લોકાર્પણ પણ કર્યા.
બનાસકાંઠામાં 10 હજાર કરોડના કામ
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આરોગ્યક્ષેત્રે 5 લાખનું કવચ સરકાર દ્વારા અપાયુ અને ગુજરાતનું બજેટ પણ સૌથી મોટું બનાવ્યું. બનાસકાંઠામાં 10 હજાર કરોડના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. 
મુખ્યમંત્રીએ 3 સ્થળે જાહેરસભા સંબોધી
મુખ્યમંત્રી રવિવારે ગૌરવ યાત્રામાં ત્રણ સભાને સંબોધન કરશે. તેઓ પાલનપુર અને ડીસા ખાતે પણ સંબોધન કરી રહ્યા છે અને  ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની માહિતી આપી રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.