આજથી ગુજરાતની ચૂંટણીની પ્રક્રિયા શરુ, જાણો શું થશે
આજથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ની પ્રક્રિયા (Election Process) શરુ થઇ રહી છે. પહેલા તબક્કામાં જે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તે બેઠકો પર આજથી ફોર્મ ભરાવાની શરુઆત થશે.બે તબક્કામાં ચૂંટણી યોજાશેઆગામી 1લી અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેના માટે જાહેરનામું બહાર પડી ચુક્યું છે. આગામી 8 ડિસેમ્બરે મતગણતરી યોજાશે.રાજકીય પક્ષોની પણ તડામાર તૈયારી વ
આજથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ની પ્રક્રિયા (Election Process) શરુ થઇ રહી છે. પહેલા તબક્કામાં જે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તે બેઠકો પર આજથી ફોર્મ ભરાવાની શરુઆત થશે.
બે તબક્કામાં ચૂંટણી યોજાશે
આગામી 1લી અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેના માટે જાહેરનામું બહાર પડી ચુક્યું છે. આગામી 8 ડિસેમ્બરે મતગણતરી યોજાશે.
રાજકીય પક્ષોની પણ તડામાર તૈયારી
વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જો કે ભાજપે હજું ઉમેદવારો જાહેર કર્યા નથી જ્યારે કોંગ્રેસે 43 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આપ દ્વારા પણ ઘણી બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.
આજથી ચૂંટણી પ્રક્રિયા શરુ
બીજી તરફ વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા આજથી શરું થઇ રહી છે. 1લી ડિસેમ્બરે યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરુ થઇ રહી છે. આગામી 14 નવેમ્બર સુધી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
15 નવેમ્બરે ફોર્મ ચકાસણી કરાશે જ્યારે 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. 1 ડિસેમ્બરે 89 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન યોજવામાં આવશે.
તંત્ર પણ સજ્જ
ચૂંટણી પ્રક્રિયા શરુ થતાં ચૂંટણી કરાવવા માટે સંકળાયેલું તંત્ર પણ સજ્જ થઇ ચુક્યું છે. વહિવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
Advertisement