Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત-હિમાચલની ચૂંટણી આજે થઇ શકે જાહેર, જાણો પળેપળનું અપડેટ

ગુજરાત (Gujarat) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ચૂંટણી (Election)નું બ્યૂગલ આજે વાગી શકે છે. ચૂંટણી પંચે આજે બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. માનવામાં આવે છે કે આ દરમિયાન બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.ગુજરાતની ચૂંટણીની જાહેરાત વિશે સસ્પેન્સજો કે એક શક્યતા એ પણ છે કે આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત થઇ શકે છે અને ગુજરાત વિધાનસભાન
ગુજરાત હિમાચલની ચૂંટણી આજે થઇ શકે જાહેર  જાણો પળેપળનું અપડેટ
ગુજરાત (Gujarat) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ચૂંટણી (Election)નું બ્યૂગલ આજે વાગી શકે છે. ચૂંટણી પંચે આજે બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. માનવામાં આવે છે કે આ દરમિયાન બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.
ગુજરાતની ચૂંટણીની જાહેરાત વિશે સસ્પેન્સ
જો કે એક શક્યતા એ પણ છે કે આજે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત થઇ શકે છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત 26 ઓક્ટોબર એટલે કે દિવાળી બાદ થઇ શકે છે.

બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તેની આજે ખબર પડી જશે. ચૂંટણી પંચે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. આ પત્રકાર પરિષદ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે.
Advertisement


બંને રાજ્યોમાં ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં પૂરો થાય છે. હાલ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે.

ગુજરાતમાં ભાજપ સરકાર બની હતી
2017ની ચૂંટણીમાં ભાજપે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ચૂંટણી બાદ ભાજપ દ્વારા વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે સપ્ટેમ્બર 2021માં રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં 2017માં 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી મતદાન થયું હતું. પરિણામ 18 ડિસેમ્બરે બહાર આવ્યું હતું. ગુજરાત વિધાનસભામાં બહુમતી માટે 92 બેઠકો જરૂરી છે.
હિમાચલમાં પણ ભાજપ સરકાર હતી
હિમાચલ વિધાનસભાની 68 બેઠકો માટે 9 નવેમ્બર 2017ના રોજ મતદાન થયું હતું. ભાજપે 68માંથી 44 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. જયરામ ઠાકુરને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
Tags :
Advertisement

.