Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ ચૂંટણીમાં ભાજપ નવા નારા સાથે મેદાનમાં, જાણો શું છે પ્લાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટે દરેક રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે ત્યારે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલા ભાજપ ( BJP) દ્વારા સત્તા અકબંધ રાખવા માટે નવી રણનીતિ ઘડવામાં આવી રહી છે. ભાજપ મતદારોને આકર્ષવા માટે નવું ચૂંટણીલક્ષી અભિયાન  (Campaign)શરુ કરવા જઇ રહ્યું છે જેનું નામ છે 'આ ગુજરાત મેં બનાવ્યું છે.'અગ્રેસર ગુજરાત કેમ્પેઇનભાજપ ચૂંટણી પ્રચારમાં રોજ નવા પ્રયોગ કરી રહ્àª
આ ચૂંટણીમાં ભાજપ નવા નારા સાથે મેદાનમાં  જાણો શું છે પ્લાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટે દરેક રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે ત્યારે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલા ભાજપ ( BJP) દ્વારા સત્તા અકબંધ રાખવા માટે નવી રણનીતિ ઘડવામાં આવી રહી છે. ભાજપ મતદારોને આકર્ષવા માટે નવું ચૂંટણીલક્ષી અભિયાન  (Campaign)શરુ કરવા જઇ રહ્યું છે જેનું નામ છે 'આ ગુજરાત મેં બનાવ્યું છે.'

અગ્રેસર ગુજરાત કેમ્પેઇન
ભાજપ ચૂંટણી પ્રચારમાં રોજ નવા પ્રયોગ કરી રહ્યું છે. હવે વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયામાં પણ જોરદાર પ્રચાર કરી રહ્યું છે. ભાજપે લોકોના અભિપ્રાય જાણીને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનું એલાન પણ કર્યું છે અને તેના માટે અગ્રેસર ગુજરાત કેમ્પેઇન પણ શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ માધ્યમો થકી લોકો પોતાના સૂચન આપી શકશે અને તે મુજબ ભાજપનો મેનિફીસ્ટો તૈયાર કરવામાં આવશે. 

આ ગુજરાત મેં બનાવ્યું છે 
હવે ભાજપ દ્વારા નવું ચૂંટણીલક્ષી અભિયાન શરુ થવા જઇ રહ્યું છે. 'આ ગુજરાત મેં બનાવ્યું છે' ના સૂત્ર અને નારા સાથે ભાજપ  ચૂંટણી પ્રચાર કરશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે આ અભિયાનની શરૂઆત થશે. 
પીએમ મોદીએ વલસાડમાં આ નારો આપ્યો
ઉલ્લેખનિય છે કે ગઈ કાલે રવિવારે પીએમ મોદીએ વલસાડ ખાતે ચૂંટણી પ્રચારમા લોકોને સંબોધતા આ નવો નારો આપ્યો હતો. વડાપ્રધાનશ્રીએ લોકોને 'આ ગુજરાત મેં બનાવ્યું છે' નો નવો નારો આપ્યો હતો. વલસાડમાં યોજાયેલી જાહેરસભામાં પીએમ મોદીએ કહ્યું હતું કે  પ્રત્યેક ગુજરાતીએ ગુજરાત બનાવ્યું છે. પ્રત્યેક ગુજરાતીએ ખૂબ મહેનત કરીને લોહી- પસીનો એક કરીને ગુજરાત બનાવ્યું છે અને  એટલે આજે પૂરી દુનિયામાં એક જ સંદેશો છે. 'આ ગુજરાત મે બનાવ્યું છે'

નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રનો રેકોર્ડ જોરદાર હોવો જોઇએ
વડાપ્રધાનશ્રીએ આ જાહેરસભામાં કહ્યું કે  ગુજરાતના લોકોએ ફરી ભાજપની સરકાર બનાવવાનું અને જુના તમામ રેકોર્ડ તોડવાનું મન બનાવી લીધું છે અને આ ચૂંટણીમાં ગુજરાત ભાજપ જેટલો સમય માંગશે તેટલો હું આપીશ. હું મારો રેકોર્ડ તોડવા માંગું છે. તમે મદદ કરજો. નરેન્દ્ર કરતા ભુપેન્દ્રનો રેકોર્ડ જોરદાર હોવા જોઈએ. તેમણે કહ્યું કે ગુજરાતના લોકો એક તાકાત સાથે ઊભા થાય તેની માટે અમારી સરકાર કામ કરે છે. ગુજરાતના વિરુદ્ધમાં કામ કરનારી ટોળકીને ગુજરાતની જનતા પારખી ગઇ છે. એટલે જ બે-બે દાયકાથી ગુજરાતની જનતા તેની વાતમાં આવી નથી. આગામી ચૂંટણીમાં પણ એવું જ થશે.
Advertisement
Tags :
Advertisement

.