ભાજપનું નવું ચૂંટણી અભિયાન, 'હું ખુશ છું'
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટે દરેક રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે ત્યારે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલા ભાજપ ( BJP) દ્વારા સત્તા અકબંધ રાખવા માટે રોજ નવી રણનીતિ ઘડવામાં આવી રહી છે. ભાજપના આગવા ચૂંટણી પ્રચારમાં બુધવારે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભાજપ મતદારોને આકર્ષવા માટે નવું ચૂંટણીલક્ષી અભિયાન (Campaign)શરુ કરવા જઇ રહ્યું છે. ભાજપ 'હું ખુશ છું'ના સૂત્ર સાથે અભિયàª
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટે દરેક રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે ત્યારે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલા ભાજપ ( BJP) દ્વારા સત્તા અકબંધ રાખવા માટે રોજ નવી રણનીતિ ઘડવામાં આવી રહી છે. ભાજપના આગવા ચૂંટણી પ્રચારમાં બુધવારે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભાજપ મતદારોને આકર્ષવા માટે નવું ચૂંટણીલક્ષી અભિયાન (Campaign)શરુ કરવા જઇ રહ્યું છે. ભાજપ 'હું ખુશ છું'ના સૂત્ર સાથે અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે.
સોશિયલ મીડિયામાં ભરપૂર પ્રચાર
ભાજપ ચૂંટણી પ્રચારમાં રોજ નવા પ્રયોગ કરી રહ્યું છે. હવે વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયામાં પણ જોરદાર પ્રચાર કરી રહ્યું છે. અગાઉ ભાજપે લોકોના અભિપ્રાય જાણીને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનું એલાન પણ કર્યું છે અને તેના માટે અગ્રેસર ગુજરાત કેમ્પેઇન પણ શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ માધ્યમો થકી લોકો પોતાના સૂચન આપી શકશે અને તે મુજબ ભાજપનો મેનિફીસ્ટો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
સતત નવા પ્રયોગો
આ ઉપરાંત ભાજપ દ્વારા ભરોસાની ભાજપ સરકાર ટેગલાઇન સાથે પણ અભિયાન ચાલી રહ્યું છે. તાજેતરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આ ગુજરાત મેં બનાવ્યું છે તે અભિયાન પણ લોંચ કર્યું હતું.
'હું ખુશ છું'અભિયાન
ભાજપ હજું પણ ચૂંટણી પ્રચારના અભિયાનમાં નવા પ્રયોગ કરી રહ્યું છે. આ અભિયાનને લઈ ગુજરાત ફર્સ્ટને એક્સક્લુઝીવ માહિતી મળી છે અને તે મુજબ ભાજપ દ્વારા વધુ એક ચોટદાર અભિયાન શરુ કરવામાં આવી રહ્યું છે જેની ટેગલાઇન છે 'હું ખુશ છું'
ભાજપ ચલાવશે હેપ્પીનેસ અભિયાન
'હું ખુશ છું'ના સૂત્ર સાથે ભાજપ અભિયાન શરૂ કરશે. ચૂંટણી માટે ભાજપ હેપ્પીનેસ અભિયાન ચલાવશે અને તેના દ્વારા ભાજપ સરકારની 20 વર્ષની સિદ્ધિઓની ટેગલાઈન સાથે અભિયાન ચલાવાશે. ગુજરાતમાં ભાજપ સરકારે કરેલા વિકાસની પ્રત્યેક વાતો સાથે 'હું ખુશ છું' ટેગલાઇન મુકવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.