ચૂંટણી ટાણે જ કોંગ્રેસને 'ગ્રહણ', વધુ એક ધારાસભ્યના કેસરીયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election) જાહેર થઇ ચૂકી છે ત્યારે ચૂંટણી ટાણે જ કોંગ્રેસ (Congress)ને વધુ એક ફટકો પડ્યો છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે કે તાલાલાના ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ભગા બારડ કોંગ્રેસ છોડીને ભાજપ (BJP)માં જોડાઇ ગયા છે. બીજી તરફ ચૂંટણીના આ દિવસોમાં રોજ કોંગ્રેસને નવો ઝટકો મળી શકે છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ચૂંટણી સમયે જ તૂટતી કોંગ્રેસà
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election) જાહેર થઇ ચૂકી છે ત્યારે ચૂંટણી ટાણે જ કોંગ્રેસ (Congress)ને વધુ એક ફટકો પડ્યો છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે કે તાલાલાના ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ભગા બારડ કોંગ્રેસ છોડીને ભાજપ (BJP)માં જોડાઇ ગયા છે. બીજી તરફ ચૂંટણીના આ દિવસોમાં રોજ કોંગ્રેસને નવો ઝટકો મળી શકે છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ચૂંટણી સમયે જ તૂટતી કોંગ્રેસને રોકવા કોંગી અગ્રણીઓની અમદાવાદમાં ખાસ બેઠક મળી છે.
ભગા બારડે કોંગ્રેસ છોડી
વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા બાદ હવે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે પણ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. બુધવારે તેમણે વિધાનસભા અધ્યક્ષને પણ પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ભગા બારડ ભાજપમાં જોડાયા છે. તેમણે કેસરીયો ધારણ કરી લીધો છે.
2017થી કોંગ્રેસના ધારાસભ્ય હતા
ભગા બારડ ગીર સોમનાથ જીલ્લાની તાલાલા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેઓ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી છે અને પૂર્વ સાંસદ સ્વ.જશાભાઇ બારડના ભાઇ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો હતો તેમના પિતા પણ કોંગ્રેસી આગેવાન હતા. ભગા બારડ 2017થી કોંગ્રેસના ધારાસભ્ય હતા તથા 31730 મતોથી વિજેતા બન્યા હતા.
કોંગ્રેસને રોજ મળી શકે છે ઝટકા
બીજી તરફ કોંગ્રેસમાં આગામી સમયમાં મોટી ઉથલપાથલ સર્જાઇ શકે છે તેવું પણ જાણવા મળે છે. કોંગ્રેસને રોજ નવા ઝટકા સહન કરવા પડશે. કોંગ્રેસના મહત્વના કહી શકાય તેવા 4થી 5 નેતાઓ નારાજ ચાલી રહ્યા છે અને તે કોંગ્રેસને છોડી શકે છે તેવી અટકળો પણ ચાલી રહી છે.
તૂટતી કોંગ્રેસને બચાવવા અગ્રણીઓની બેઠક
તૂટતી કોંગ્રેસને બચાવવા માટે કોંગ્રેસના અગ્રણીઓમાં દોડધામ મચી ગઇ છે. પ્રાપ્ત સમાચાર મુજબ અમદાવાદના એક ખાનગી સ્થળે કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓની મોટી બેઠક મળી છે જેમાં પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ઇન્દ્દનીલ રાજ્યગુરુ સહિતના દિગ્ગ્જ્જો હાજર રહ્યા છે. બેઠકમાં વર્તમાન સ્થિતિમાં તૂટતી કોંગ્રેસ રોકવા દિગ્ગ્જ નેતાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ભગા બારડના રાજીનામાં બાદ આહીર સમાજના મોટા નેતાઓ પણ બેઠકમાં પહોંચ્યા હતા. કોંગ્રેસમાં એક પછી એક મોટા નેતાઓએ રાજીનામા આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
જૂનાગઢની તમામ સીટો હું જીતાડીશ
ભાજપમાં જોડાયેલા ભગા બારડે કહ્યું કે હું વિકાસની રાજનીતિમાં કામ કરનારો માણસ છું. અમે મૂળ કોંગ્રેસી નથી. અમે ક્યારેય મહત્વકાંક્ષા રાખી નથી. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિમાં જોડાયો છું .પાર્ટીમાં હું વફાદારી અને નિષ્ઠાપૂર્વક કામ કરીશ. જે વિઝન સાથે ભાજપ કામ કરી રહ્યું છે તેમાં પૂરક બનવા હું ભાજપમાં જોડાયો છું. પક્ષ જે આદેશ આપશે તે મુજબ જે કામ સોંપશે તે કામ કરીશ. ભાજપ માટે જૂનાગઢ જીલ્લાની 9 સીટો આપવાનું હું કામ કરીશ.
આ પણ વાંચો--ભાજપનું નવું ચૂંટણી અભિયાન, 'હું ખુશ છું'
Advertisement