Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે રોકડ રકમ લઇને જતા હોવ તો પુરાવા રાખવા પડશે

ગુજરાત વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Election) આજે જાહેર થઈ ચૂકી છે ત્યારે રાજ્યના તમામ જિલ્લામાં ચુંટણીને લઈ હલચલ શરૂ થઈ ગઈ છે. અધિકારીઓ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જીલ્લા કલેકટર (District Collector) મહેશ બાબુ દ્વારા ગુરુવારે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જીલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી વિશે માહિતી આપી હતી.રાજકોટમાં 8 વિધાનસભા રાજકોટ જીલ્લામાં 8 વિધાનસભામાં કુલ મતદાર 23,05,601 છે જે
હવે રોકડ રકમ લઇને જતા હોવ તો પુરાવા રાખવા પડશે
ગુજરાત વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Election) આજે જાહેર થઈ ચૂકી છે ત્યારે રાજ્યના તમામ જિલ્લામાં ચુંટણીને લઈ હલચલ શરૂ થઈ ગઈ છે. અધિકારીઓ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જીલ્લા કલેકટર (District Collector) મહેશ બાબુ દ્વારા ગુરુવારે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જીલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી વિશે માહિતી આપી હતી.
રાજકોટમાં 8 વિધાનસભા 
રાજકોટ જીલ્લામાં 8 વિધાનસભામાં કુલ મતદાર 23,05,601 છે જેમાં 11,96,011 પુરુષ મતદાર, 11,09,556 મહિલા મતદાર, અને 34 અન્ય મતદારો નોંધાયા છે.  રાજકોટ શહેરની ત્રણ વિધાનસભામાં કુલ 909826 મતદારો નોંધાયા છે,  જેમાં 468807 પુરુષ મતદાર, 441007 મહિલા મતદાર, અને 12 અન્ય મતદારો નોંધાયા છે. 

પોલીસ દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ 
 પોલીસ દ્વારા પણ રાજકોટના તમામ બુથ પર તેમજ રાજકોટ ગ્રામ્યની 4 બેઠકો પર પોલીસ  કમિશનર તેમજ એસપીની સીધી નજર હેઠળ સુરક્ષાને લગતી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.  પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવાની  કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેમજ અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે. મોબાઈલ પેટ્રોલિંગ અને સીસીટીવી વિજિલન્સ માટે પણ અલગ ટીમ બનાવવામાં આવી છે. 

રોકડ રકમના  પુરાવા આપવા નિષ્ફળ રહેશો તો કાર્યવાહી 
કોઈ પણ વ્યક્તિ સુધી ખોટી માહિતી કે ફેક ન્યુઝ ન મળે તેને લઈને પણ ટીમ બનાવવામાં આવી છે અને જિલ્લા તેમજ ગ્રામ્યમાં ચેક પોસ્ટ બનાવી આજ થી જ સર્ચ પણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ચુંટણી દરમ્યાન કુલ 25 હજાર જેટલો સ્ટાફ જિલ્લામાં  તેનાત કરવામાં આવશે. રોકડ રકમની હેરાફેરી પર પણ નજર રાખવામાં આવશે. રોકડ રકમ લઈ જતા લોકોએ પુરાવા આપવા પડશે. રોકડ રકમને લઈ ને  પુરાવા આપવા નિષ્ફળ રહેશે તો કાર્યવાહી થશે
 
Advertisement
Tags :
Advertisement

.