Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વંદે ભારત અને મેટ્રોની સફર મારા માટે ગૌરવની ક્ષણ: PM MODI

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ગુજરાત પ્રવાસ (Gujarat Visit)નો આજે બીજો દિવસ છે. વડાપ્રધાનશ્રીનો શુક્રવારનો દિવસ પણ ભરચક કાર્યક્રમોથી વ્યસ્ત છે. તેમણે અમદાવાદમાં જાહેરસભાને પણ સંબોધન કર્યું હતું.કાલુપુરમાં મલ્ટિ મોડેલ હબ બનાવાયુંવડાપ્રધાનશ્રીએ કહ્યું કે વંદે ભારત ટ્રેન 5 કલાકમાં મુંબઇ પહોંચાડી દેશે. ડબલ એન્જિન સરકારનો લાભ અમદાવાદને મળ્યો છે. તેમણે કહ્યું કે મેટ્રો પર કામ શરુ à
વંદે ભારત અને મેટ્રોની સફર મારા માટે ગૌરવની ક્ષણ  pm modi
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ગુજરાત પ્રવાસ (Gujarat Visit)નો આજે બીજો દિવસ છે. વડાપ્રધાનશ્રીનો શુક્રવારનો દિવસ પણ ભરચક કાર્યક્રમોથી વ્યસ્ત છે. તેમણે અમદાવાદમાં જાહેરસભાને પણ સંબોધન કર્યું હતું.

કાલુપુરમાં મલ્ટિ મોડેલ હબ બનાવાયું
Advertisement

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે વંદે ભારત ટ્રેન 5 કલાકમાં મુંબઇ પહોંચાડી દેશે. ડબલ એન્જિન સરકારનો લાભ અમદાવાદને મળ્યો છે. તેમણે કહ્યું કે મેટ્રો પર કામ શરુ કર્યું ત્યારે ધ્યાન રખાયું કે જ્યાં ટ્રાન્સપોર્ટની સૌથી વધુ જરુર છે ત્યાંથી મેટ્રો પસાર થાય. કાલપુરમાં આજે મલ્ટિ મોડલ હબ બનાવામાં આવ્યું છે. અમદાવાદ બુલેટ ટ્રેનને પણ વિકસાવાઇ રહી છે. ગુજરાતમાં 850 ઇલેકટ્રીક બસો આપવાનું નક્કી કરાયું છે. ટ્રેનોની ગતિ વધારવાના ગંભીર પ્રયાસો કરાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે આજનું ભારત તેજ ગતિ માગે છે. રેલવે નેટવર્ક વંદે ભારત ટ્રેન ચલાવવા તેજીથી તૈયાર છે. જેથી રેલવેની દશા અને દિશા બદલશે. ઓગષ્ટ સુધીમાં દેશમાં 75 વંદે ભારત એકસપ્રેસ ટ્રેન ચલાવવા પર કામ કરાઇ રહ્યું છે.  દેશના  રેલવે નેટવર્કનો મોટો હિસ્સો માનવ રહિત ફાટક છે. 
ટેકનોલોજી બતાવો તો યુવાનો આંદોલનોમાં પ્રોપર્ટીને નુસાન ના કરે
તેમણે કહ્યું કે પાછલા 8 વર્ષમાં શહેરોના ઇન્ફ્રાસ્ટ્રકચર પર ધ્યાન અપાયું છે. સ્થાયી પ્રગતિનો આધાર મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચર છે. આઝાદીના અમૃતકાળમાં વિકસીત ભારતના નિર્માણ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ ગતિ આપવી પડશે. મને વિશ્વાસ છે કે સહુના પ્રયાસથી આ કામ થશે. આજનો દિવસ મહત્વનો છે પણ હું ગુજરાતના લોકોને વિનંતી કરું છું અને  હું ચાહુ છું કે ધોરણ 9થી 12ના વિદ્યાર્થી, એન્જિનરીંગના વિધ્યાર્થીઓ રેલવેના અધિકારીઓ સાથે વાત કરી જાણે કે આ રેલવે સ્ટેશન કઇ રીતે બન્યા. આ કામ કેવી રીતે થયું, કઇ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. માત્ર સફર ના કરો પણ આ મેટ્રો કેવી રીતે બની છે. ટનલ કેવી રીતે બની છે તે જાણો તો એક વિશ્વાસ આવશે કે ટેકનોલોજીથી દેશ કઇ રીતે આગળ આવશે. યુવાનોને આ જાણ થશે તો આંદોલનોમાં દેશની પ્રોપર્ટીને નુકશાન નહીં કરે. નવી પેઢીની સંવેદનાને જગાડવી જોઇએ. મેટ્રોની સારી વ્યવસ્થા સમજાવવી જોઇએ. મેટ્રો માત્ર સફર નહી પણ સફળતા માટે પણ કામ આવવી જોઇએ. તેમ વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું. 


આજે 21ની સદીના ભારત માટે મહત્વનો દિવસ
વડાપ્રધાનશ્રી મોદીએ થલતેજમાં જાહેરસભાને સંબોધન કરતાં જણાવ્યું કે આજે 21ની સદીના ભારત માટે અર્બન કનેક્ટિવીટી અને આત્મ નિર્ભર ભારત માટે મોટો દિવસ છે. મે ગાંધીનગર મુંબઇ વંદે ભારત એક્સપ્રેસની તેજ રફ્તારનો અનુભવ કર્યો. જે મારા માટે ગૌરવની ક્ષણ હતી. ગુજરાતની આ પહેલી વંદે ભારત ટ્રેન છે. મે મેટ્રોની પણ સવારી કરી. વિમાનમાં અંદર અવાજ આવે છે પણ વંદે ભારત ટ્રેનમાં અવાજ 100 ગણો ઓછે છે. વંદે ભારત ટ્રેનમાં મે આરામથી લોકો સાથે વાતચીત કરી પણ બીજો કોઇ અવાજ ન હતો. 

અમદાવાદે મારુ દિલ જીત્યું
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે અમદાવાદને 100-100 સલામ છે. નવરાત્રિ હોય અને આખી રાત દાંડીયા ચાલતા હોય, ગુજરાત ઉંઘુતુ જ ના હોય તેવા દિવસોમાં આટલો મોટો વિરાટ જનસાગર મે પેહલીવાર જોયો છે. સૌથી વધુ આર્થિક રીતે લાભ અમદાવાદીનો પેસેન્જર કરે છે. આજે અમદાવાદે મારુ દિલ જીતી લીધુ તેમ પણ તેમણે કહ્યું હતું.
 8 વર્ષોમાં દેશના શહેરોના ઇન્ફ્રાસ્ટ્ચક્ચરમાં રોકાણ 
તેમણે વધુમાં કહ્યું કે 21મી સદીના ભારતને દેશના શહેરોથી નવી ગતિ મળવાની છે. બદલાતી જરુરતોની સાથે શહેરોને નિરંતર આધુનિક બનાવવી જરુરી છે. સીમલેસ કનેક્ટિવીટી હોય, વાહન વ્યવહારને સપોર્ટ કરવું આવશ્યક છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે અમે અમદાવાદમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન માટે સમીટ કરી હતી હવે મે આ કરી બતાવ્યું છે. આ વિચાર અત્યારે સાકાર થઇ રહ્યો છે. વિતેલા 8 વર્ષોમાં શહેરોના ઇન્ફ્રાસ્ટ્ચક્ચરમાં રોકાણ કરાઇ રહ્યું છે. શહેરોમાં મેટ્રો શરુ કરાઇ રહી છે. નાના શહેરો એર કનેક્ટિવીટીથી જોડાયા છે. રેલવે સ્ટેશનની સ્થિતી અગાઉ કેવી હતી તે તમે બધા જાણો છો. આજે ગાંધીનગર રેલવે સ્ટેશન કોઇ એરપોર્ટથી ઓછું નથી. બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવાની સ્વીકૃતી આપી છે. 

ગુજરાતમાં અનેક ટ્વિન સિટી તૈયાર કરાશે
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે  આવનારા સમયમાં ગુજરાતમાં અનેક ટ્વિન સિટી તૈયાર કરાશે. જુના શહેરમાં સુધારા કરી તેના વિસ્તાર કરી નવા શહેરોનું નિર્માણ કરાશે. 


વડાપ્રધાને મેટ્રો ટ્રેનને આપી લીલી ઝંડી 
વડાપ્રધાને મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી છે. તેઓએ મેટ્રો ટ્રેનની સવારી પણ કરી છે અને દૂરદર્શન કેન્દ્ર ખાતે સભા સ્થળે પહોંચી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓ અને રમતવીરો સાથે સંવાદ પણ કર્યો હતો.
મેટ્રો ટ્રેનમાં લઘુત્તમ ભાડું પાંચ રૂપિયા 
 મેટ્રો ટ્રેનમાં લઘુત્તમ ભાડું પાંચ રૂપિયા છે. મેટ્રો ટ્રેનમાં પહેલા 2.5 કિલોમીટર સુધીનું ભાડું ત્રણ રૂપિયા, ત્યારબાદ 7.5 કિલોમીટર સુધીનું ભાડું દસ રૂપિયા અને વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીનું મહત્તમ ભાડું 25 રૂપિયા છે. વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધીનું ભાડું 10 રૂપિયા છે. મેટ્રો સ્માર્ટ કાર્ડ પર ભાડામાં 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
Advertisement


જૂની હાઇકોર્ટ સ્ટેશન બે કોરિડોરનું મીટિંગ પોઈન્ટ
પૂર્વ-પશ્ચિમથી ઉત્તર-દક્ષિણ કોરિડોર જવા માટેનું સ્ટેશન જૂની હાઇકોર્ટ છે. પૂર્વથી પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે જ્યારે ઉત્તરથી દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો છે. મેટ્રો થલતેજથી વસ્ત્રાલ 40 મિનિટમાં પહોંચશે અને  મેટ્રો થલતેજથી કાલુપુર 20 મિનિટમાં પહોંચશે. મેટ્રોમાં 35 કિલો કરતા વધુના સામાન પર પ્રતિબંધ છે તથા  પાલતુ પ્રાણીઓને મેટ્રોમાં લાવવા પર પ્રતિબંધ છે. 


વડાપ્રધાને ટ્રેનની મુસાફરી કરી
વડાપ્રધાનશ્રીએ ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ  સીએમ ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમાર, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને  રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષ અને અધિકારીઓ સાથે ટ્રેનની મુસાફરી કરી હતી. ટ્રેનમાં તેમણે અધિકારીઓ અને સ્ટાફ સાથે તસવીરો પણ ખેંચાવી હતી અને ટ્રેન વિશે માહિતી મેળવી હતી. 
ગુજરાતને આપી વંદે ભારત ટ્રેનની ભેટ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાત પ્રવાસ (Gujarat Visit)ના બીજા દિવસે શુક્રવારે સવારે 10 વાગે ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે  ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. 

વડાપ્રધાને ટ્રેન વિશે માહિતી મેળવી
તેમણે ટ્રેન વિશે સમગ્ર માહિતી પણ અધિકારીઓ સાથે મેળવી હતી. હવે તેઓ ગાંધીનગરથી કાલુપુર સુધી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે.  આ ટ્રેન અત્યાધુનિક,સ્વદેશી,સેમી હાઈસ્પીડ ટ્રેન છે. ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઇ 6 કલાકમાં પહોંચી શકાશે. PM મોદીની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમાર, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને  રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષ પણ છે.
Advertisement


વંદે ભારત ટ્રેનની વિશેષતા
આત્મનિર્ભર ભારત હેઠળ આ ટ્રેનનું નિર્માણ કરાયું છે.  પ્રથમ વખત ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ ટેકનિક એટલે કે 'કવચ'થી સજ્જ કરાઇ છે.  સ્વદેશી સેમી-હાઇ સ્પીડના નામથી આ ટ્રેન જાણીતી છે. ટ્રેન 0 થી 100 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ માત્ર 52 સેકંડમાં પુરી કરી લે છે  જ્યારે  સેમી હાઈ સ્પીડ ટ્રેનની મહત્તમ સ્પીડ 180 km પ્રતિ કલાકે દોડવાની ક્ષમતા  છે. આ વંદે માતરમ ટ્રેન 160થી 180 કિલોમીટરની ઝડપે દોડશે અને 491 કિલોમીટરનું અંતર 6થી 6.25 કલાકમાં કાપશે. આ ટ્રેન ગુજરાતની પહેલી અને દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. 
ટ્રેનમાં સુવિધા
ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ અપાયા છે અને   ટચ ફ્રી સ્લાઇડિંગ ડોરની સાથે સ્વચાલિત પ્લગ પણ અપાયા છે.  ACના મોનિટરિંગ માટે કોચ કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ છે અને કંટ્રોલ સેન્ટર તેમજ મેઇન્ટેનન્સ સ્ટાફની સાથે કોમ્યુનિકેશનની સુવિધા છે.  ફીડબેક માટે GSM / GPRS જેવી આધુનિક ટેક્નીકનો ઉપયોગ કરાયો છે. ઉપરાંત  દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ પ્રકારના શૌચાલય છે.  સામાન્ય મુસાફરો માટે ટચ-ફ્રી એમેનિટિસવાળા બાયો વેક્યુમ ટોયલેટ્સની વ્યવસ્થા છે તથા  અંધ મુસાફરોની સુવિધા માટે સીટોમાં બ્રેલ લિપિની સાથે સીટની સંખ્યા પણ કોતરવામાં આવી છે જેથી આવા મુસાફરો પોતાની સીટ્સ સુધી સરળતાથી પહોંચી શકે.
વંદે ભારત ટ્રેનથી 6 કલાકમાં મુંબઈ પહોંચી શકાશે
ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન  છે અને કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા લગાવાયેલા છે.   તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન, સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ છે.  શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો છે અને ટ્રેનની મુખ્ય સિસ્ટમ્સને ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેનથી 6 કલાકમાં મુંબઈ પહોંચી શકાશે
UPDATE....

Tags :
Advertisement

.