મારું શરીર મારો અધિકારઃ ગર્ભપાત કાનૂન મામલે અમેરિકામાં ઉત્પાત
માનવીય સ્વતંત્રતા, વિચારોને વ્યક્ત કરવામાં આઝાદી અને માનવઅધિકારની વાતો કરતા અમેરિકાની ચર્ચા આજે દુનિયામાં થઈ રહી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે પચાસ વર્ષ જૂના ગર્ભપાતના અધિકાર અંગેના કાયદામાં જબરદસ્ત બદલાવ કર્યો. ગર્ભપાતને ગેરકાનૂની ગણાવીને પ્રતિબંધ લાદી દીધો છે. અમેરિકામાં પંદર વર્ષથી ઉપરની ઉંમરની દરેક સ્ત્રીને એબોર્શન કરાવવાનો અધિકાર હતો. 1980ની સાલમાં દર એકહજાર અમેરિકી àª
Advertisement
માનવીય સ્વતંત્રતા, વિચારોને વ્યક્ત કરવામાં આઝાદી અને માનવઅધિકારની વાતો કરતા અમેરિકાની ચર્ચા આજે દુનિયામાં થઈ રહી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે પચાસ વર્ષ જૂના ગર્ભપાતના અધિકાર અંગેના કાયદામાં જબરદસ્ત બદલાવ કર્યો. ગર્ભપાતને ગેરકાનૂની ગણાવીને પ્રતિબંધ લાદી દીધો છે.
અમેરિકામાં પંદર વર્ષથી ઉપરની ઉંમરની દરેક સ્ત્રીને એબોર્શન કરાવવાનો અધિકાર હતો. 1980ની સાલમાં દર એકહજાર અમેરિકી સ્ત્રીઓએ ત્રીસ સ્ત્રીઓ ગર્ભપાત કરાવતી. એ આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. બે મહિનાથી નીચેની ઉંમરના ગર્ભનો નિકાલ કરવાનો આંકડો 78 ટકા હતો. જ્યારે 92 ટકા સ્ત્રીઓ 13 અઠવાડિયાના ગર્ભનો નિકાલ કરાવતી હતી. ફ્રી સેક્સ અને ફ્રી વાતાવરણ અમેરિકાની ઓળખ છે. વણજોઈતા ગર્ભનો નિકાલ કરવો અમેરિકી સ્ત્રી માટે પોતાના શરીરની સ્વતંત્રતા સમાન ગણાય છે. મારું શરીર મારો અધિકાર, મારે શું કરવું એ કોર્ટ કેવી નક્કી કરી શકે? આવા સવાલ સાથે અમેરિકામાં છેલ્લા ત્રણ દિવસથી હોબાળો મચી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ પણ આકરા શબ્દોમાં આ કાયદા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યાં છે. સુપ્રીમ કોર્ટના આદેશ સામે બોલી શકાય એ પણ કદાચ અમેરિકામાં ફ્રીડમ ઓફ સ્પીચ ગણાતું હશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા કહે છે કે, આખી દુનિયામાં 2.5 કરોડ ગર્ભપાત અસુરક્ષિત રીતે થાય છે જેના કારણે ચાલીસ હજારથી વધુ સ્ત્રીઓ મોતને ભેટે છે. અમેરિકમાં ગર્ભપાતના આંકડાઓ જોઈએ તો, છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકામાં ગર્ભપાતનો આંકડો નવ લાખથી ઉપર જોવા મળે છે. 2019ની સાલમાં 9,30,160 ગર્ભપાતના કેસ નોંધાયા છે.
અમેરિકી સુપ્રીમ કોર્ટના કાયદા સામે મસમોટી કંપનીઓએ મહિલા કર્મચારીઓ માટે એક ખાસ નોટિસ અને સુવિધા આપવાનો વાયદો કર્યો છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, નેટફ્લિક્સ, એમેઝોન, વોલ્ટ ડિઝની, સિટી ગ્રૂપ, સ્ટારબક્સ, મેટા પ્લેટફોર્મ જેવી કંપનીઓએ મહિલા કર્મચારીઓને જુદી જુદી રીતે સહાય આપશે એવી વાત કહી. કોઈને અમુક માઈલ સુધીનો પ્રવાસ કરવો હશે તો એનો ખર્ચ કંપની આપશે. કોઈ કંપનીએ એવું કહ્યું કે, લિંગ પરીક્ષણ માટે બીજા રાજ્યોમાં જવું હોય તો એનો ખર્ચ પણ કંપની ભોગવશે. એક કંપનીએ કહ્યું કે, વણજોઈતા બાળક માટે મહિલા કર્મચારીએ કોઈ કારણ આપ્યા વગર રજા જોઈતી હોય તો કંપની ખર્ચ પણ આપશે અને કંઈ અગવડ પણ નહીં પડવા દે.
અમેરિકામાં જે રાજ્યોમાં રિપબ્લીક પક્ષની બહુમતી છે ત્યાં આ કાયદો લાગુ થવાનો છે. ગર્ભપાતના મુદ્દે અમેરિકનો પણ અલગ અલગ પક્ષમાં વહેંચાઈ ગયા છે. અમેરિકાના કેટલાક રાજ્યો અલબામા, અરકાન્સસ, કેન્ટુકી, લુઈસિયાના, સાઉથ ડાકોટા, મિસૌરી, ઓકલાહોમા, અલબામામાં તાત્કાલિક અસરથી ગર્ભપાતનો કાનૂન અમલ થવા લાગ્યો. કેટલાંક એબોર્શન સેન્ટર અને ક્લિનિકને તાળા લાગી ગયા અને સ્ટાફને છૂટો કરી દેવાયો છે.
અમેરિકાની 33 કરોડની વસતિમાં કેથોલિક ક્રિશ્ચિયનોની વસતિ 21 ટકા છે જ્યારે પ્રોટેસ્ટન્ટની વસતિ 42 ટકા છે. મોટાભાગના કેથોલિક ક્રિશ્ચિયનો ગર્ભપાતને પાપ માને છે. અમેરિકા અપરણિત માતા હોવું કે સિંગલ મધર હોવું એ જરાપણ નવાઈની વાત નથી. પરંતુ, આ કાયદાને કારણે વણજોઈતા ગર્ભનો વધુ અસુરક્ષિત રીતે નિકાલ કરવાનું ચલણ વધશે. એમાં માની તબિયત અને જીવને સૌથી વધુ જોખમ રહેલું છે. કોરોનાના કાળમાં અમેરિકામાં સૌથી વધરા ગર્ભપાતની ગોળીઓનું વેચાણ જોવા મળ્યું હતું. આ કાયદો આવ્યો એનાથી મહિલાઓની તબિયત ઉપર ગંભીર અસરો પડવાની છે.
કેટલાક લોકોએ તો એવું કહ્યું કે, અમેરિકા આ કાયદાને કારણે પચાસ વર્ષ પાછળ ધકેલાઈ જવાનું છે. અમેરિકામાં મહિલાઓની વસતિ 16.75 કરોડની છે. આ સ્ત્રીઓ સ્પષ્ટપણે કહે છે કે, અમારા શરીરને આ રીતે બંધનમાં રાખવાનું બંધ કરો. કેટલી બધી સ્ત્રીઓ રોડ ઉપર ઉતરી આવી છે. જ્યાં સુધી પોતાના શરીર માટે પોતે નિર્ણય કરવાનો અધિકાર નહીં મેળવી લે ત્યાં સુધી પોતે સેક્સ સ્ટ્રાઈક પર જશે આ પ્રકારના બેનર સાથે કેટલી બધી સ્ત્રીઓ પ્રતિકાર કરવા જાહેર સ્થળોએ નીકળી પડી છે. અત્યારે અમેરિકામાં ટ્વીટર ઉપર #SexStrike #abstinence ટ્રેન્ડ કરી રહ્યું છે. એક દીકરીના હાથમાં એવું બેનર હતું કે, મારી માએ આ કાયદાના વિરોધ માટે રેલીમાં ભાગ લીધો હતો હવે તમે આ કાયદો અમારી માથે કેવી રીતે ઠોકી બેસાડી શકો?
ભારતમાં અનેક કિસ્સાઓમાં રેપ પિડીતા જો તેના પર થયેલા દુષ્કર્મને કારણે ગર્ભવતી બની હોય તો, ભૂણના વિકાસની વિકૃતિ, મહિલાની તબિયતને લઈને રિસ્ક કે વણજોઈતા ગર્ભ માટે સરળ કાયદા અને મેડિકલના નિયમો છે. ભારતમાં વીસ અઠવાડિયાનો ગર્ભ હોય ત્યાં સુધી ડોક્ટરની મંજૂરી સાથે ગર્ભપાત કરાવી શકાય છે. અમેરિકામાં આ કાયદો આવ્યો એનાથી દેશના પછાત દેશો, વિકાસશીલ દેશો અને વિકસિત દેશોમાં ચર્ચા થવા લાગી છે. પોતાનું શરીર, પોતાનો અધિકાર આ વાત સાથે લગભગ દરેક અમેરિકી સ્ત્રી સહમત છે. એટલે જ સુપ્રીમ કોર્ટના આ પ્રતિબંધ સામે વિરોધનો જુવાળ ફાટી નીકળો છે.