Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રાવણ માસનો આજે બીજો સોમવાર, મંદિરમાં હર હર મહાદેવના નાદ

અહેવાલ - પૂજા પંચાલ આરંભ અને અંત નથી એવા આદી અનંત પરમેશ્વર દેવોના દેવ મહાદેવની ભક્તિનો વિશેષ મહિનો એટલે શ્રાવણ. આ પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. ત્યારે મહાદેવના મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે....
શ્રાવણ માસનો આજે બીજો સોમવાર  મંદિરમાં હર હર મહાદેવના નાદ

અહેવાલ - પૂજા પંચાલ

Advertisement

આરંભ અને અંત નથી એવા આદી અનંત પરમેશ્વર દેવોના દેવ મહાદેવની ભક્તિનો વિશેષ મહિનો એટલે શ્રાવણ. આ પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે. ત્યારે મહાદેવના મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભાવી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તેમજ મંદિર ખુલતાની સાથે જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે વાતાવરણ શિવમય બન્યુ હતુ. આજના ખાસ દિવસે સોમનાથ દાદાને વિશેષ શણગાર ધરવામાં આવ્યો. જેના કારણે ખાસ ભક્તોની ભીડ જોવા મળી હતી. તો બીજી બાજુ સોમનાથ ટ્રસ્ટ અને તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જણાવી દઇએ કે, શાસ્ત્રોમાં શ્રાવણ સોમવારનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે લોકો પૂજા-અર્ચના કરીને શિવને પ્રસન્ન કરે છે. ત્યારે આવો જાણીએ ભગવાન શિવને કઇ વસ્તુઓ ન ચઢાવી શકાય.

Advertisement

ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવાથી શિવજી ક્રોધિત થઈ શકે છે. કારણ કે હળદર એ સ્ત્રીઓ સાથે જોડાયેલી વસ્તુ છે. એટલા માટે શિવલિંગ પર હળદર ચઢાવવાનું ટાળવું જોઈએ. તેમજ શિવજીની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ અસુર જલંધરનો વધ કર્યો હતો, જેના કારણે તુલસીએ ગુસ્સે થઈને શિવજીની પૂજા કરવાનો ઇનકાર કર્યો હતો.

ભોળાનાથની પૂજા કરતી વખતે શંખનો ઉપયોગ કરવો ન જોઇએ. શાસ્ત્રો અનુસાર જ્યારે બધા દેવતાઓ શંખચૂડ રાક્ષસથી હેરાન હતા, ત્યારે ભોળાનાથે ત્રિશુલ વડે શંખચૂડનો વધ કર્યો, જેના કારણે તેમનું શરીર ભસ્મ થઈ ગયું અને તે ભસ્મમાંથી શંખનો જન્મ થયો. એટલા માટે ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી.

Advertisement

આ પણ વાંચો - Junagadh : શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.