Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે કાર્યમાં સફળતા અને કીર્તિ અને ભાગ્યની સંભાવના રહેશે

આજનું પંચાંગ તારીખ : ૨૫ ઓક્ટોમ્બર ૨૦૨૩, બુધવાર તિથિ : આશો શુદ એકાદશી નક્ષત્ર : શતતારકા યોગ : વૃદ્ધિ કરણ : બવ રાશિ :કુમ્ભ ( ગ સ, શ, ષ)   દિન વિશેષ વિજય મૂહુર્ત : ૧૪:૧૮ થી ૧૫:૦૪ સુધી રાહુકાળ...
07:17 AM Oct 25, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ : ૨૫ ઓક્ટોમ્બર ૨૦૨૩, બુધવાર
તિથિ : આશો શુદ એકાદશી
નક્ષત્ર : શતતારકા
યોગ : વૃદ્ધિ
કરણ : બવ
રાશિ :કુમ્ભ ( ગ સ, શ, ષ)

 

દિન વિશેષ
વિજય મૂહુર્ત : ૧૪:૧૮ થી ૧૫:૦૪ સુધી
રાહુકાળ : ૧૨:૧૧થી ૧૩:૩૬ સુધી
પાપાંકુશા એકાદશી

 

મેષ (અ,લ,ઈ)
તમારા પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં સુધારો થશે
વાણી પર સંયમ રાખવાથી સ્વજનો સાથે વાદવિવાદ અટકશે.
તમને માનસિક શાંતિ મળશે.
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ.
ઉપાય : ચંદનનુ તિલક કરવુ
શુભરંગ : કેશરી
શુભમંત્ર : ૐ ગુરવે નમ:||

 

વૃષભ (બ,વ,ઉ)
મિલકત સંબંધિત કામ થશે, કાર્યક્ષેત્રમાં સિનિયરનો સહયોગ મળશે
આજે મહત્વપૂર્ણ આત્મ વિશ્વાસ સાથે નિર્ણય લઈ શકો છો
શારીરિક અને માનસિક પ્રસન્નતા રહેશે
તમને નવી જવાબદારી મળી શકે છે.
ઉપાય : આજે વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||

 

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ સામાન્ય રહેશે.
આર્થિક ક્ષેત્રમાં તમે થોડી નિરાશા અનુભવી શકો છો.
આપ સિદ્ધાંતોને વળગી રહેશો અને આપ ને અનુકુળ વાતાવરણ બની રહેશે.
તમારી સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો
ઉપાય : આજે દત્તબાવની નો પાઠ કરવો
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ દિગમ્બરાય નમઃ ||

 

કર્ક (ડ,હ)
વેપારમાં ધનલાભ થવાની સંભાવના છે.
સ્વજનો સાથે મુલાકાત આનંદદાયક રહેશે.
સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં લાભ થશે.
પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે, પરંતુ સંબંધીઓ તમને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકી શકે છે.
ઉપાય : ખીર નુ દાન કરવુ
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ ચન્દ્રશેખરાય નમઃ ||

 

સિંહ (મ,ટ)
જરૂરી કામ બનવાથી લાભની તકો મળશે.
અટકેલા ધનની પ્રાપ્તિ થશે.
ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા રહેશે.
બધાં કામ સરળતાપૂર્વક પાર પડતાં જણાશે.
ઉપાય : સૂર્ય ને અર્ઘ્ય આપવો
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ||

 

કન્યા (પ,ઠ,ણ)
કાર્યસ્થળ પર કામનું દબાણ વધશે.
ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ-વિવાદ થવા ની સમ્ભાવના છે.
સ્પર્ધકો તેમના માથા પાછળ કરી શકે છે.
સરકારી કામમાં અડચણ આવી શકે છે.
ઉપાય : આજે મગ નુ સેવન કરવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ અમ્બિકાયૈ નમઃ ||

 

તુલા (ર,ત)
આજનો દિવસ આધ્યાત્મિક રીતે અનોખો દિવસ હોઈ શકે છે.
મહેનત કરવાથી કામ ઝડપથી પૂર્ણ થશે, સરકારનો સહયોગ મળશે.
તમારે બિનજરૂરી ખર્ચ કરવો પડશે, જેનાથી નાણાકીય પરેશાની થઈ શકે છે.
આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાનો યોગ છે.
ઉપાય : ગુલાબજળ યુક્ત જળ થી સ્નાન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રીયૈ નમઃ ||

 

વૃશ્ચિક (ન,ય)
સખત મહેનતથી સફળતા મળશે અને તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશો.
વિકાસ કાર્યોમાં સફળતા મળશે, ઓફિસમાં અધિકારીઓ સહકાર આપશે.
આકસ્મિક સંપત્તિ નો લાભ મળવા પાત્ર છે.
લગ્નજીવન વિશેષ આનંદદાયક રહેશે. પ્રિયજનો સાથે સમય પસાર થશે.
ઉપાય : મંગળ સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ ઋણહર્ત્રે નમઃ ||

 

ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્યમાં સફળતા અને કીર્તિ અને ભાગ્યની સંભાવના રહેશે.
ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે.
તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો.
આજે ખર્ચમાં વધારો થશે.
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ ધનાધ્યક્ષાય નમઃ ||

 

મકર (ખ,જ)
નાણાકીય બાજુ મજબૂત રહેશે, પરંતુ લેવડ-દેવડમાં સાવધાની રાખો.
સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે. તેથી તમારે સતર્ક રહેવાની જરૂર છે.
તમારી વાણી પર સંયમ રાખો અને બીજાની વાતને અવગણવાનો પ્રયાસ કરો.
ધાર્મિક દાર્શનિક વિચારો સાંભળવા થી તમે શાંતિ નો અનુભવ કરશો
ઉપાય : ગુલાબ જાંબુનુ દાન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

 

કુંભ (ગ,શ,સ,ષ)
કાર્યોમાં સફળતા મળવાથી મનોબળ વધશે.
ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.
જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ લાભદાયી સાબિત થશે.
તમારું કામ જાતે કરી લો. બીજા પર ભરોસો રાખવો યોગ્ય નથી.
ઉપાય : આજે ભુખ્યાને ભોજન કરાવવુ
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ નમો ભગવતે રુદ્રાય ||

 

મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે.
તમે માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી દૂર રહેશો.
સંબંધીઓ સાથે ખર્ચ થશે અને તેમના દ્વારા લાભ થશે.
સ્પર્ધકોને હરાવશે.
ઉપાય : આજે ગાયત્રી મંત્ર નો જાપ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article