Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surya Grahan :વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, જાણો ભારતમાં તેની અસર અને દુર્લભ સંયોગ વિશે...

Surya Grahan 2024 :સૂર્યગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ (Surya Grahan 2024 ) આજે સોમવાર 8 એપ્રિલ 2024ના રોજ થશે. આ દિવસે ચૈત્ર અમાવસ્યા છે અને ચૈત્ર નવરાત્રી પણ શરૂ થઈ છે. આવા સંજોગોમાં ઘટસ્થાપન ક્યારે...
surya grahan  વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ  જાણો ભારતમાં તેની અસર અને દુર્લભ સંયોગ વિશે

Surya Grahan 2024 :સૂર્યગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ (Surya Grahan 2024 ) આજે સોમવાર 8 એપ્રિલ 2024ના રોજ થશે. આ દિવસે ચૈત્ર અમાવસ્યા છે અને ચૈત્ર નવરાત્રી પણ શરૂ થઈ છે. આવા સંજોગોમાં ઘટસ્થાપન ક્યારે અને કેવી રીતે થશે તે અંગે લોકોમાં અસમંજસ પ્રવર્તી રહી છે. આ સૂર્યગ્રહણ મીન રેવતી નક્ષત્રમાં થઈ રહ્યું છે. આ સાથે, આ સૂર્યગ્રહણ પર આવા ઘણા યોગોનો એક દુર્લભ સંયોજન પણ બની રહ્યો છે, જે તમામ રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવો પાડનાર છે.

Advertisement

સૂર્યગ્રહણ પર દુર્લભ સંયોગ

આ સૂર્યગ્રહણ પર ઘણા દુર્લભ યોગો રચાઈ રહ્યા છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ઘણું લાંબુ છે. 54 વર્ષમાં આ સૌથી લાંબુ સૂર્યગ્રહણ છે. આ ગ્રહણ લગભગ 5 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. આ પહેલા આટલું લાંબુ સૂર્યગ્રહણ 1970માં થયું હતું. આ પૂર્ણ સૂર્યગ્રહણમાં પૃથ્વીના ઘણા ભાગોમાં સંપૂર્ણ અંધકાર છવાઈ જશે.

Advertisement

સૂર્યગ્રહણ ક્યારે થશે

8 એપ્રિલનું સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે 9:12 વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિ 2:22 સુધી ચાલશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી તેનો સુતક સમય અહીં માન્ય રહેશે નહીં. આ સૂર્યગ્રહણ પશ્ચિમ યુરોપ, એટલાન્ટિક, આર્કટિક મેક્સિકો, ઉત્તર અમેરિકા, કેનેડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર અને આયર્લેન્ડમાં દેખાશે.

Advertisement

ભારત પર પ્રભાવ?

સૂર્ય ગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં લાગશે. ભારતમાં સૂર્ય ગ્રહણ નહીં જોવા મળે. માટે સૂર્ય ગ્રહણ માન્ય નહીં ગણાય. સૂર્ય ગ્રહણનો ખરાબ પ્રભાવ પણ અમાસ પર નહીં પડે.

સૂતક કાળ

ભારતમાં સૂર્ય ગ્રહણ નહીં દેખાય. માટે આ ગ્રહણનો સૂતક કાળ માન્ય નહીં રહે. જે દેશોમાં સૂર્ય ગ્રહણ જોવા નહીં મળે ત્યાં સૂતક પણ નહીં લાગે. સૂર્ય ગ્રહણનો સૂતક ગ્રહણના 12 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે. ગ્રહણ અને સૂતક વખતે અમુક કામોને કરવામાં નથી આવતા.

આ રાશિઓ પર સૂર્યગ્રહણની અશુભ અસર પડશે

8 એપ્રિલે થનારું સૂર્યગ્રહણ મેષ, વૃશ્ચિક, કન્યા, કુંભ અને ધનુ રાશિના લોકો માટે સારું નથી. આ લોકોએ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. નોકરી કે વ્યવસાયમાં તમને સમસ્યાઓ અથવા અવરોધોનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળમાં સાવધાની રાખો. વાહન સાવધાનીથી ચલાવો. આ દિવસે મુસાફરી ન કરવી વધુ સારું રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તેમજ ગ્રહણના દુષ્પ્રભાવથી બચવા માટે ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો અને તેમને ભોજન કરાવો.

સૂર્યગ્રહણથી આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. આ લોકોને આર્થિક લાભ થવાની પ્રબળ તકો છે. આ લોકોને તેમના કરિયરમાં લાભ મળવાની સંભાવના છે. આ રાશિઓ છે- વૃષભ, મિથુન, કર્ક અને સિંહ. આ લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. વેપારમાં લાભ થવાની સંભાવના છે.

આ  પણ  વાંચો  - Ambaji : ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, સંતોનું સામૈયું કરાયું

આ  પણ  વાંચો - Solar Eclipse : વર્ષનું પ્રથમ સુર્ય ગ્રહણ મહત્વનું, ગ્રહો નરી આંખે જોઇ શકાશે – જાણો એક્સપર્ટ વ્યૂ

આ  પણ  વાંચો - Chaturgrahi Yoga : 50 વર્ષ પછી સર્જાનારા યોગથી આ રાશિઓને થશે અઢળક લાભ

Tags :
Advertisement

.