SHIV- सत्यं शिवं सुन्दरम्
SHIV અઘોરી છે, તે નિત્ય સત્યમ શિવમ સુંદરમ છે. શિવ દરેકને સ્વીકારે છે. શિવજી સહાનુભૂતિ, કરુણા કે લાગણીથી આવું કરતા નથી.એ તો ભક્તવત્સલ છે. તે તો સહજતાથી જે એમને ભજે છે એમને પોતાનાં માને છે. શિવ એટલે જ કલ્યાણ. એવું જ છે. સમસ્યા ફક્ત આપણને કે કોને અપનાવવા અને કોને છોડવા? એ આપણે નક્કી કરી શકતા નથી.
રામવતારમાં રામે. કૃષ્ણાવતારમાં કૃષ્ણ ભાગગવાને પણ શિવજીની ભક્તિ કરી આપણને સંદેશ આપ્યો કે આ તો દેવોના દેવ મહાદેવ છે.
સપ્તર્ષિઓના પૂજનીય ગુરુ કેવી રીતે બન્યા?
માનવ ચેતનાને આકાર આપવાનું કામ શિવનું
ભગવાન શિવ સૌથી મહાન યોગી અને મહાન ગૃહસ્થ પણ છે.
મહાદેવ, મહાયોગી, ગૃહસ્થ, તપસ્વી, અઘોરી, નૃત્યકાર
મહાદેવ, મહાયોગી, ગૃહસ્થ, તપસ્વી, અઘોરી, નૃત્યકાર-જો આ બ્રહ્માંડની તમામ વિશેષતાઓનું જટિલ સંયોજન એક વ્યક્તિમાં જોવા મળે છે, તો તે શિવ છે.
જો તમે શિવને સ્વીકારો તો તમે શિવમય બની નિત્યાનંદમાં રહી શકો. સ્મશાનનને પણ મંગળ માની શકો.
શિવ સંહારના દેવ છે તો ય એ મંગળ સ્વરૂપ છે. SHIV બ્રહ્માંડનો વિનાશ કરે એવું તાંડવ કરે તો ય એ કરૂણામય છે. સ્મશાને નિવાસ,ભૂતપ્રેત એમના ગણ,ગળે નાગ તો ય શિવ સુંદર લાફએ છે,કરૂણામય લાગે છે. એટલે તો ‘સુંદર’ છે. 'સૌથી સુંદર'.
....પરંતુ તેની સાથે એ વાતનો પણ ઉલ્લેખ છે કે શિવથી વધુ ભયાનક કોઈ ન હોઈ શકે. કારણ કે ત્યાં તે અઘોરી તરીકે છે.
માનવજીવનમાં સૌથી મોટો સંઘર્ષ એ છે કે શું સુંદર અને શું ખરાબ? શું સારું અને શું ખરાબ? તે પસંદ કરવાનો પ્રયાસ. પરંતુ જો તમે દરેક વસ્તુના આ સંગમ એવા શિવને સહજતાથી સ્વીકારો, તો તમારૂ અમંગળ થાય જ નહિ.
બધા દેવોમાં ક્રોધી પણ તો ય ભોળાનાથ
શિવ સૌથી સુંદર છે અને બધા દેવોમાં ક્રોધી પણ છે. મહાન યોગી છે,તપસ્વી છે તો ય શિવ સૌથી મહાન ગૃહસ્થ પણ છે. સૌથી શિસ્તબદ્ધ અને સૌથી ભાંગ ગાંજો પણ એમને માટે વર્જ્ય નથી. SHIV એક મહાન નૃત્યકાર છે અને સંપૂર્ણ સ્થિર પણ છે.
આ જગતમાં દેવતાઓ, દાનવો અને રાક્ષસો સહિત તમામ પ્રકારના જીવો તેમની પૂજા કરે છે.શિવ અઘોરી છે. તેમના માટે ઘૃણાસ્પદ કે અરુચિકર કંઈ નથી. અઘોરીઓની જેમ મૃત શરીર પર બેસીને પણ શિવે તપ કર્યું છે.
शिवः न पारा देवो,महिम्नो न परः स्तुति
अघोरा न परो मंत्रः, नास्ति तत्त्वं गुरु परम
ઘોર એટલે ઉગ્ર અને અઘોરી એટલે 'જે ઉગ્રતાથી પર છે'.
જો તમે શિવમય છો તો જીવનને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જો અસ્તિત્વના સ્તરે જોવામાં આવે તો કોઈ સમસ્યા નથી. શિવ મૃત્યુનો દેવ છે.
શિવ આદિયોગી
આદિયોગી શિવ હતા જેમણે એવી સંભાવનાને જન્મ આપ્યો કે માનવજાત તેના વર્તમાન અસ્તિત્વની મર્યાદાઓથી આગળ વધી શકે છે. આપણે દુન્યવી વસ્તુઓમાં જીવવું છે, પરંતુ આપણે તેના સુધી મર્યાદિત રહેવાની જરૂર નથી. આ લોકથી પર પણ એક દુનિયા છે એટલે જ શિવ ભક્તિ તમને જીવનના મોહમાંથી માખણમાંથી મોવાડો કાઢે એમ તમને દુન્યવી સુખદુખથી ઉપર લઈ જશે કારણ એ મૃત્યુંજય છે.
શિવ યોગી છે,તપાસવી છે. એમણે માનવ મનમાં યોગનું બીજ વાવ્યું હતું. યોગ વિદ્યા અનુસાર, 15 હજાર વર્ષ પહેલાં, શિવે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને હિમાલય પર ઉગ્ર અને ભાવનાત્મક નૃત્ય કર્યું હતું.
શિવ સ્થિતપ્રજ્ઞ છે
થોડા સમય માટે ઉન્મત્તની જેમ નૃત્ય કરશે, પછી શાંત થઈ જશે અને સંપૂર્ણપણે શાંત થઈ જશે. તેમના આ અનોખા અનુભવ વિશે કોઈને કંઈ ખબર નહોતી. આખરે લોકોની રુચિ વધતી ગઈ અને તેઓ શિવજી વિશે જાણવા ઉત્સુક બનીને ધીમે ધીમે શિવમય થવા માંડ્યા.
સપ્તર્ષિ એટલે તપ,સંયમ અને ત્યાગનું પ્રતિક. જેટલા પણ રૂષીમુનિઓ થયા એ બધા શિવના સાધક હતા.
શિવને જાણ્યા પછી જ જીવનને માની શકીશું. અંધકાર હોય તો જ પ્રકાશ ઓળખાય એ જ રીતે મૃત્યુ-સ્મશાન જોઈએ તો જ જીવનનું મહત્વ સમજાય.
સપ્તર્ષિઓની કથા કહે છે એ સાતે ય જણે શિવજીને પ્રસન્ન કર્યા. તેમણે શિવને આ રહસ્ય વિશે જણાવવા માટે પ્રાર્થના કરી. શિવે તેમની વાત ન સાંભળી અને કહ્યું, 'આ સ્થિતિમાં તમે લાખો વર્ષ વિતાવી દો તો પણ તમે આ રહસ્ય જાણી શકશો નહીં. આ મનોરંજન નથી.' પણ સપ્તર્ષિઓ પણ ક્યાં પીછેહઠ કરવાના હતા? તેમણે શિવની વાતને પડકાર તરીકે લીધી અને તપ શરૂ કર્યું. દિવસો, અઠવાડિયા, મહિનાઓ, વર્ષો વીતતા ગયા અને આ લોકો સાધના કરતા રહ્યા, પરંતુ શિવ તેમની અવગણના કરતા રહ્યા.
શિવ આદિ ગુરુ
84 વર્ષની લાંબી સાધના પછી, આદિયોગી શિવે આ સાત તપસ્વીઓ પર જરા પિગળ્યા। સાધના-તપ કરી કરી તેઓ એટલા તો પરિપક્વ થઈ ગયા હતા કે તેઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તૈયાર હતા. શિવે આ સાતેયના ગુરુ બનવાનું નક્કી કર્યું. આ રીતે શિવે પોતાને આદિગુરુમાં પરિવર્તિત કર્યા. કેદારનાથથી થોડે ઉપર કાંતિ સરોવર નામનું તળાવ છે. શિવ (SHIV)દક્ષિણ તરફ મુખ કરીને આ તળાવના કિનારે બેઠા અને લોકો પર પોતાના આશીર્વાદ વરસાવવા લાગ્યા.
શિવજીએ સપ્તર્ષિઓને યોગ વિજ્ઞાન આપ્યું.
આ પણ વાંચો- Rituals : ધર્મમાં ક્રિયાકાંડ જરૂરી છે કે ભાવ?