Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sawan 2023 : મહાદેવની સાધનાનું ઝડપી પરિણામ આપે છે શિવ તાંડવ સ્તોત્ર, જાણો તેનું ધાર્મિક મહત્વ

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી ઇચ્છિત વરદાન મળી શકે છે. ભગવાન ભોલેનાથની આરાધના માટે પવિત્ર શ્રાવણ માસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં શિવની પૂજા જે પણ સ્વરૂપે કરવામાં આવે છે તે વિશેષ ફળદાયી છે. ભગવાન...
sawan 2023   મહાદેવની સાધનાનું ઝડપી પરિણામ આપે છે શિવ તાંડવ સ્તોત્ર  જાણો તેનું ધાર્મિક મહત્વ

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી ઇચ્છિત વરદાન મળી શકે છે. ભગવાન ભોલેનાથની આરાધના માટે પવિત્ર શ્રાવણ માસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં શિવની પૂજા જે પણ સ્વરૂપે કરવામાં આવે છે તે વિશેષ ફળદાયી છે. ભગવાન શિવને પ્રિય શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી, મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે. શિવ તાંડવ સ્તોત્રને રાવણ સ્તોત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

Advertisement

વાસ્તવમાં આ સ્ત્રોતની રચના લંકાપતિ રાવણે કરી હતી. રાવણે શિવ તાંડવ સ્તોત્રમાં 17 શ્લોકોમાં ભગવાન શિવની સ્તુતિ કરી છે. આ સ્ત્રોત મહાદેવને ખૂબ જ પ્રિય છે, એટલા માટે જે કોઈ સાધક આ સ્ત્રોતનો પાઠ કરે છે, તેનાથી મહાદેવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આ ચમત્કારી સ્ત્રોતનો પાઠ કરવાથી શું ફાયદા થાય છે, જાણો અહીં.

શિવ તાંડવ સ્ત્રોતના ફાયદા શું છે

  1. દરરોજ શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને ઘર ધનથી ભરેલું રહે છે.
  2. શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને ચહેરા પર એક અલગ જ ચમક દેખાવા લાગે છે.
  3. મહાદેવના પ્રિય શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી જન્મકુંડળીમાં હાજર કાલસર્પ યોગ અને પિતૃ દોષમાં લાભ મળે છે.
  4. એવું માનવામાં આવે છે કે દરરોજ શિવ તાંડવનો પાઠ કરવાથી વચનની પૂર્તિ થઈ શકે છે.
  5. જન્મકુંડળીમાં હાજર શનિ દોષ દૂર કરવા માટે દરરોજ શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
  6. જો દરરોજ શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો શક્ય ન હોય તો સોમવાર અને શનિવારે તેનો પાઠ કરવો જોઈએ.

શિવ તાંડવ સ્તોત્રનું શું મહત્વ છે

હિંદુ ધર્મ અનુસાર, તાંડવ ભગવાન મહાદેવની નૃત્ય મુદ્રા છે, જેમાં ક્રોધ જોવા મળે છે. સનાતન ધર્મમાં શિવ તાંડવનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવ તાંડવમાં માત્ર ક્રોધ જ નહીં પરંતુ મનોરંજન પણ હોય છે. તાંડવ કરતી વખતે જ્યારે શિવ પોતાની ત્રીજી નેત્ર ખોલે છે ત્યારે પૃથ્વી પર પ્રલય થાય છે.જ્યારે ભોલેનાથ ડમરુ વગાડીને તાંડવ કરે છે ત્યારે તે પરમ આનંદની સ્થિતિમાં હોય છે. આનંદમય તાંડવ સમયે તેમને નટરાજ કહેવામાં આવે છે. ભગવાન ભોલેનાથના પરમ ભક્ત લંકાપતિ રાવણે તેમના દેવતાની સ્તુતિ કરવા માટે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી હતી.

Advertisement

શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કેવી રીતે કરવો

સૂર્યોદય સમયે મહાદેવને પ્રિય એવા શિવ તાંડવ સ્ત્રાવનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી છે. પાઠ કરતા પહેલા સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ, ત્યારબાદ ભગવાન શિવની મૂર્તિની પૂજા કરવી જોઈએ અને તેની સામે ધૂપ અને દીવો કરવો જોઈએ. શિવની સ્તુતિ કરતા પહેલા ભગવાન શંકરના પ્રિય બેલપત્ર, ભાંગ, ધતુરા અવશ્ય અર્પણ કરવા જોઈએ.જલાભિષેક પછી સાચા શબ્દોથી શિવ તાંડવ સ્ત્રાવનો પાઠ શરૂ કરવો જોઈએ. આ પાઠ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

અહેવાલ : રવિ પટેલ, અમદાવાદ

Advertisement

આ પણ વાંચો : SHUKRA VAKRI : આ 4 રાશિના લોકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.