Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rituals : ધર્મમાં ક્રિયાકાંડ જરૂરી છે કે ભાવ?

Rituals.. ધાર્મિક વિધિવિધાનોમાં આજકાલ એક મૂંઝવણ અવારનવાર લોકોમાં જોઈ છે. ખાસ કરીને નવી પેઢી માને છે કે ક્રિયાકાંડની જરૂર જ નથી. ધર્મ એટલે માત્ર નીતિમત્તા. તમે મંદિરે ન જાઓ તો ચાલે, પણ તમારા ભાવ સારા હોવા જોઈએ. એટલે પ્રશ્ન થાય...
rituals   ધર્મમાં ક્રિયાકાંડ જરૂરી છે કે ભાવ
Advertisement

Rituals.. ધાર્મિક વિધિવિધાનોમાં આજકાલ એક મૂંઝવણ અવારનવાર લોકોમાં જોઈ છે.

ખાસ કરીને નવી પેઢી માને છે કે ક્રિયાકાંડની જરૂર જ નથી. ધર્મ એટલે માત્ર નીતિમત્તા.

Advertisement

તમે મંદિરે ન જાઓ તો ચાલે, પણ તમારા ભાવ સારા હોવા જોઈએ. એટલે પ્રશ્ન થાય કે શું મંદિરે ન જવું? ઇષ્ટદેવના નામનું રટણ ન કરવું?

Advertisement

બીજો એક વર્ગ એવો પણ છે જે કોઈનું દિલ દુભાતું હોય તો ભલે દુભાય પણ પોતે પોતાનાં દર્શન માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય. મંદિરમાં દર્શન માટેની લાગેલી કતારમાં વચ્ચે ઘૂસીને દર્શન કરવાનું છળ તે કરી શકે.

કોણ ધર્મી ગણાય?

ઘરમાં મા-બાપને ધૂત્કારતો વેપારી મંદિરમાં લાખો રૂપિયાનું દાન આપે. હવન અને યજ્ઞમાં કરોડો રૂપિયા ખર્ચી નાખનાર વ્યક્તિ ઘરમાં કામ કરતા નોકરને બીમારીમાં ઉપાડ આપવામાં વાંધાવચકા કરે. તો આમાં કોણ ધર્મી ગણાય?

મંદિરમાં સવાર-સાંજ મંગળાનાં દર્શન કરીને મૂલ્યોને રહેંસી નાખનારો કે ભાવ સારા રાખો એવું કહીને શિસ્ત વિનાનું જીવન જીવનારો?

ધર્મનાં બે સ્વરૂપ-બાહ્ય અને આંતરિક

પ્રશ્ન વાજબી છે અને મૂંઝવણ સાચી છે, પરંતુ જવાબ બન્ને અવસ્થાની વચ્ચે છુપાયેલો છે.

ધર્મનાં બે સ્વરૂપ છે, બાહ્ય અને આંતરિક. ક્રિયાકાંડ, બાહ્યપૂજા, તીર્થયાત્રા અને ઇષ્ટદેવનો જપ એ ધર્મના બાહ્ય સ્વરૂપમાં આવે.

પૂરા ભાવ, શ્રદ્ધા અને જાગૃતિ સાથે બાહ્યધર્મ થાય ત્યારે જ એનું સકારાત્મક પરિણામ આવે. ભાવ સાથે થતા ધર્મમાં વ્યક્તિનો અધ્યાત્મિક વિકાસ થાય એ ધર્મનું આંતરિક પરિણામ છે.

સરળ ભાષામાં સમજાવું તો જો નિયમિત વ્યાયામ કરો તો શરીરમાં શક્તિનો સંચાર થાય, આપણી ઇમ્યુનિટી વધે અને આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થવાથી ઘણાબધા રોગથી આપણું રક્ષણ થાય. સ્ફૂર્તિને કારણે મન પ્રસન્ન રહે. કસરતને કારણે મળતી ઊર્જા જીવનમાં આગળ વધવાનો ઉત્સાહ વધારે. મનને પ્રસન્ન રાખે.

ભાવ અને શ્રદ્ધા તથા સમર્પણ

બાહ્યધર્મ પણ જો પૂરા ભાવ અને શ્રદ્ધા તથા સમર્પણ સાથે થાય તો આવાં સકારાત્મક પરિણામ આપનારો હોય, પરંતુ જો તમે મન કે શ્રદ્ધા વિના માત્ર ટેવથી ક્રિયાકાંડમાં ફસાઈ ગયા તો એ ધર્મ નથી.

તમારા પ્રાણ જો ધર્મક્રિયામાં નથી ઉમેરાયા તો એનું પરિણામ નહીં આવે અને ત્યારે એની આદત કહી શકાય, પણ ધર્મ તો નહીં જ.

આ પણ વાંચો- Hindu Dharma-બોલો, આપણા કરતાં હિન્દુઓ વધુ સારા છે કે નહીં ?!

Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુઓ ભારતીય સંત પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ

featured-img
ધર્મ ભક્તિ

Mahila Naga Sadhus: કોણ હોય છે મહિલા નાગા સાધુઓ? શું તેઓ ખરેખર કપડાં વગર રહે છે?

featured-img
ધર્મ ભક્તિ

Ramcharitmanas : सहज सनेह बिबस रघुराई…

featured-img
ધર્મ ભક્તિ

Mahakumbh 2025 પહેલા કુંભ મેળાનો શું છે ઇતિહાસ? જાણો તેના વિશે

featured-img
ધર્મ ભક્તિ

Shani Pradosh 2025 : ક્યારે છે નવા વર્ષનું પહેલું શનિ પ્રદોષ વ્રત ? જાણો પૂજાવિધિ, શુભ મુહૂર્ત અને મહત્ત્વ

featured-img
ધર્મ ભક્તિ

Maha Kumbh 2025: યોગી આદિત્યનાથ PM Modi ને મળ્યા, કળશ અર્પણ કર્યો અને મહાકુંભ માટે આમંત્રણ આપ્યું

×

Live Tv

Trending News

.

×