ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pramukh Swami Maharaj : નામું લખનારા ભૂલે છે નામું, સર્વ જોઈ રહે હરિ સામું

Pramukh Swami Maharaj લોકોના દિલમાં એવા તો વસ્યા છે  કે કોઇ પણ ઓફિસ એવી.નહીં હોય જ્યાં એમની ચિત્ર પ્રતિમા ન હોય...અરે,પાનના ગલ્લા કે ચાની કિટલી વાળા ય ધંધો શરૂ કરતાં પ્રમુખસ્વામીના ફોટાને  અગરબત્તી કરશે. એ જાણે છે કે સ્વામીને વ્યસન...
12:12 PM Aug 03, 2024 IST | Kanu Jani

Pramukh Swami Maharaj લોકોના દિલમાં એવા તો વસ્યા છે  કે કોઇ પણ ઓફિસ એવી.નહીં હોય જ્યાં એમની ચિત્ર પ્રતિમા ન હોય...અરે,પાનના ગલ્લા કે ચાની કિટલી વાળા ય ધંધો શરૂ કરતાં પ્રમુખસ્વામીના ફોટાને  અગરબત્તી કરશે. એ જાણે છે કે સ્વામીને વ્યસન પસંદ નથી તો ય બિચારો સારી ઘરાકી માટે સ્વામીને આગળ કરે છે.એ એમનેમ તો નહીં જ હોય. કૈંક તો સારો વકરો થતો હશે.આમાં બાપાનો ચમત્કાર નથી-એમની બાળસહજ હાસ્યવાળી આકર્ષક મુખમુદ્રા છે,એમની ઓરા છે.એમની આભા છે. એમની પ્રભા છે.

યુવાન નારણદાને અમદાવાદ આંબલીવાળી પોળમાં પ્રમુખ તરીકે શાસ્ત્રીજી મહારાજે નિમ્યા...અને ભવિષ્ય ભાખ્યું કે પચાસ વરસનું સુખ કરતો જાઊં છું..નારણદા દિગંતે ડંકો વગાડશે...પરિણામ આપણી સામે છે.એમનામાં ઐશ્વર્ય હતું...એમની પરાભક્તિનો હું સાક્ષી છું.

 ચમત્કારમાં આપણે માનતા નથી...પણ બિલ ક્લીંટન હોય કે અબ્દુલ કલામ..એ અંધબિશ્વાસુ હોય એ તો ન જ બની શકે..એમાંય કલામસાહેબે તો પ્રમુખસ્વામી પર પુસ્તક લખ્યું-

Transcendence My Spiritual Experiences’  ‘પરાત્પર’.

કલામ સાહેબે લખ્યું છે:

I learned the value of thinking from Socrates,

The value of truth from Galileo,

The value of nonviolence from Gandhi

The compassion from Lord Buddha

…but I learned the faith in GOD from Pramukhswami maharaj .He became my ultimate teacher.He is my ultimate Guru.

રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામના મહેમાન અક્ષરધામ-દિલ્હીની મુલાકાતે

તા.11 નવેમ્બર 2005. પૂ.બ્રહ્મવિહારીસ્વામી પર કલામસાહેબનો ફોન આવ્યો.-”મારા અંગતમિત્ર અને હાલ રાષ્ટ્રપતિભવનમાં મારા મહેમાન બનેલા આર.કે.લક્ષ્મણ કાલે અક્ષરધામ જોવા આવવાના છે.મારી ખાસ વિનંતી કે એમને સાચવી લેજો.એક તો એ સંપૂર્ણ નાસ્તિક છે વળી કોઈ એમને કંઈ કહે એ ગમતું નથી એટલે એમની મૂલાકાતમાં એ પૂછે તો જ કંઈ પણ કહેવું અને એક ખાસ વાત એમની ઉંમર પંચ્યાશી વર્ષ છે અને થાપાના હાડકાના ફ્રેકચરના કારણે એ વ્હીલચેરમાં જ બેસી રહે છે.સાચવી લે જો”

રાષ્ટ્રપતિ માટે ‘Stupid’ સંબોધન??

બીજા દિવસે નિયત સમયે લક્ષમણ રાષ્ટ્રપતિભવનની ખાસ કારમાં આવ્યા.એમનું સ્વગત કરાયું.બ્રહ્મવિહારી સ્વામી ઊંચાજીવે એમની સાથે. પહેલાં તો અક્ષરધામની બેસણીમાં અદભૂત હાથીઓ સ્તંભની જગ્યાએ ગોઠવેલ છે ત્યાં એમણે વ્હીલચેર ઉભી રખાવી.લાગ્યું કે એમને એ ગમ્યું...એમણે બ્રહ્મવિહારીસ્વામીને પૂછ્યું:

“Did Kalam saw this?!”

“No sir”

“then he is fool”

બ્રહ્મવિહારીસ્વામી તો અવાક.રાષ્ટ્રપતિ માટે ‘Stupid’ સંબોધન?? એમને કલામસાહેબ સાથેના લક્ષ્મણના સંબંધોની નિકટતાની ખાતરી મળી ગઈ.

આખું અક્ષરધામ એમણે જોયું.મોં પર કોઈ પ્રતિભાવ નહિ.એમની સાથે બ્રહ્મવિહારીસ્વામી અને અન્ય સંતોને મૂંઝવણ કે ‘સાહેબને ગમ્યું કે નહી?’

છેલ્લે એમને IMAX ફિલ્મ ‘MYSTIC INDIA’ જોવા લઇ ગયા.ફિલ્મ હજી સાતેક મિનીટ પણ ચાલી નહોતી અને આર.કે.લક્ષમણ ઉભા થઇ જતા રહ્યા...’જાઉં છું’ જેવી કોઈ ફોર્માલીટી નહી.

આર. કે. લક્ષ્મણ ફરી પાછા બીજા દિવસે અક્ષરધામની મુલાકાતે

બીજા દિવસે સવારે કલામસાહેબનો ફોન આવ્યો:સ્વામીજી,લક્ષ્મણ ત્યાં ફરી આવવા માંગે છે.કાલે ફિલ્મ જ્યાંથી અધુરી મૂકેલી ત્યાંથી જ ચાલુ કરવી.

બ્રહ્મવિહારીસ્વામીએ કલામસાહેબને પૂછ્યું: “લક્ષ્મણ સાહેબને અક્ષરધામ ગમ્યું કે નહી એની જ ખબર પડી નહી.”

“એમને ગમ્યું.સવારે એમને મને વાત કરી કે ફિલ્મમાં શરૂઆતમાં સન્યાસી બાળક ખુલ્લા શરીરે હિમાલયમાં ફરે છે એ ચિત્ર એમને સતત દેખાયું અને એ ઊંઘી ન શક્યા.”

નિયત સમયે લક્ષ્મણજી આવ્યા.એમના માટે IMAXનો ખાસ શો રખાયેલો.શો પૂરો થયે બધા બહાર આવ્યા.

બ્રહ્મવિહારીસ્વામીએ આર.કે.લક્ષ્મણને પૂછ્યું: “Sir,Would you want to meet Pramukhswamiji?”

“Why? Who is he?”

“He is our spiritual leader.He is creator of Axardham.”

“So What? Why should I meet him?”

ક્ષણેક પછી એમણે પૂછ્યું: “Has Kalam met him?”

brahmબ્રહ્મવિહારીસ્વામીએ કહ્યું: :”Yes,He met him several times”

“OK,let us go”

આર.કે.લક્ષ્મણ પ્રમુખસ્વામીના ઉતારામાં

લક્ષ્મણસાહેબને લઇ બ્રહ્મવિહારીસ્વામી પ્રમુખસ્વામીના ઉતારામાં પહોંચ્યા.એમની વ્હીલચેર પ્રમુખસ્વામીની પાસે લઇ ગયા.

પ્રમુખસ્વામીએ આર.કે.લક્ષ્મણનો હાથ પોતાના હાથમાં લીધો.

...અને આ શું? આર.કે.લક્ષ્મણ નાના બાળકની જેમ રડી પડ્યા.બે મિનીટ સુધી એ રડ્યા. દડદડ આંસુ વહેતાં રહ્યાં.એમને પાણી અપાયું.બે ઘૂંટ પીધું.તરત એમણે ઈશારો કર્યો ‘ચાલો’.

બહાર આવીને એમણે બ્રહ્મવિહારીસ્વામીને પૂછ્યું :What is swamiji’s name?”

“Pramukhswami”

“Please repeat it five times”

બ્રહ્મવિહારીદાસે પાંચવાર ‘પ્રમુખસ્વામી’ કહ્યું અને સામે એમણે ય ‘પ્રમુખસ્વામી’ કહ્યું.

 એમણે બ્રહ્મવિહારીસ્વામીને પૂછ્યું: Swamiji, Really was I crying?

“Yes Sir.”

“Please send me some photo copies.My wife will be happy to see me in tears. Let me say-There was flood of piece.He is finest man on earth.”

આર.કે.લક્ષ્મણ ગયા.બ્રહ્મવિહારીસ્વામી તો અવાક. એ પાછા પ્રમુખસ્વામી પાસે ગયા તો અહીં પણ એક આશ્ચર્ય એમની રાહ જોતું હતું. પ્રમુખસ્વામીએ પૂછ્યું: “સાહેબનું નામ શું?”

બોલો,આર.કે.લક્ષ્મણ અને પ્રમુખસ્વામીના આ મિલનને શું કહીશું?

એક જ શબ્દમાં જવાબ-દિવ્યતા.

એ.પી.જે.અબ્દુલ કલામ પહેલીવાર મળ્યા ત્યારે પણ પ્રમુખસ્વામીની દિવ્યતા જ કામ કરી ગયેલી.કલામસાહેબનો હાથ અગિયાર મિનીટ સુધી પ્રમુખસ્વામીએ પકડી રાખેલો.

બસ,એ જ સંવાદ.કોઈ વાત નહિ..અને એ જ કલામસાહેબે પ્રમુખસ્વામી પર પુસ્તક લખ્યું અને કહ્યું:”પ્રમુખસ્વામી મારા દિવ્ય ગુરૂ છે.”

Pramukh Swami Maharaj  આપણી વચ્ચે નથી એમ ન જ કહેવાય.

અલબત્ત,સદેહે નહીં તો દિવ્ય દેહે.

આ પણ વાંચો- SHIV- सत्यं शिवं सुन्दरम्

Next Article