Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે મૂડી રોકાણથી થઇ શકે છે લાભ

આજનું પંચાંગ તારીખ - 28 એપ્રિલ 2023, શુક્રવાર તિથિ - વૈશાખ સુદ આઠમ રાશિ - કર્ક ( ડ,હ ) નક્ષત્ર - પુષ્ય યોગ - શૂલ કરણ - બાલવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:12 થી 13:03 સુધી રાહુકાળ - 11:09...
08:20 AM Apr 28, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ
તારીખ - 28 એપ્રિલ 2023, શુક્રવાર
તિથિ - વૈશાખ સુદ આઠમ
રાશિ - કર્ક ( ડ,હ )
નક્ષત્ર - પુષ્ય
યોગ - શૂલ
કરણ - બાલવ

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:12 થી 13:03 સુધી
રાહુકાળ - 11:09 થી 12:37 સુધી
આજે દુર્ગાષ્ટમી છે સૂર્ય ભરણી નક્ષત્રમાં પ્ર,06:43 કલ્લાકે
આજે ગુરૂગ્રહ ઉદય પૂર્વમાં થશે

મેષ (અ,લ,ઈ)
તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવુ
વાહન ઉપયોગ કરતી વખતે સાવચેત રહો
વાદ વિવાદને પ્રોત્સાહનન આપો
કોઇ સમસ્યાના થાય તેનુ ધ્યાન રાખવુ
ઉપાય - આજે મહાકાળી માતાજીની પૂજા કરવી
શુભરંગ – મરુન

વૃષભ (બ,વ,ઉ)
કાર્યક્ષેત્રમાં સારો દેખાવ કરશો
ભાગ્યબળ તમારો ઘણો સાથ આપશે
પ્રમોશન સાથે પગાર વધારાના સારા સમાચાર પ્રાપ્ત થાય
માતાની તબિયતમા સુધારો જોવા મળે
ઉપાય - ભૈરવ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – પીળો

મિથુન (ક,છ,ઘ)
માતા- પિતાના આશિર્વાદ તમારી સાથે રહેશે
બહારનો ખોરાક ટાળવો જરૂરી છે
મહત્વ પૂર્ણ નિર્ણય લેવાનુ ટાળવુ
આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે
ઉપાય - આજે મહાકાળી મંત્રના જાપ કરવા
શુભરંગ – પોપટી

કર્ક (ડ,હ)
આજે પારિવારિક સમાધાન થાય
વિદ્યાર્થીઓ અભ્યાસમાં પુરતું ધ્યાન આપે
તમને સ્વાસ્થ્ય લગતી ચિંતા રહે
આજે વ્યાપારમાં પરિશ્રમથકી ઓછું પરિણામ મળે
ઉપાય - મહાકાળી માતાજીને એકજોડ કપડા અર્પણ કરવા
શુભરંગ – કેસરી

સિંહ (મ,ટ)
જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે
આજે તમારો દિવસ ઘણો ભાગ્યશાળી લાગે
આજે તમે બહાર જવાનોપ્લાન બનાવો
પેટની બીમારી દૂર થાય
ઉપાય - આજે કુતરાઓને રોટલી ખવડાવી
શુભરંગ – સફેદ

કન્યા (પ,ઠ,ણ)
વેપારમા કેટલાક ફેરફાર કરશો
બીજા માટે ફાયદાકારક સાબિત થાય
ઓફિસના કામના કારણે તમારે મુસાફરી કરવી પડશે
ધીમી ગતિએ વાહન ચલાવો
ઉપાય - આજે શ્રીયંત્રની પૂંજા કરવી
શુભરંગ – લીલો

તુલા (ર,ત)
સામાજિક ક્ષેત્રે માન- સન્માન વધે
પિતાનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય
તમે તમારા બાળકો સાથે આનંદથી સમય વિતાવશો
આજે નોકરીની દિશામા કરેલા પ્રયાસો સફળ થશે
ઉપાય - આજે સપ્તશ્લોકીદૂર્ગા સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – લાલ

વૃશ્ચિક (ન,ય)
વેપારમાં સારો લાભ જણાય
મૂડી રોકાણથી લાભ થશે
કરિયરમા આગળ વધવાની તક મળશે
ઘરેલુ જરૂરિયાત પૂરી થશે
ઉપાય - આજે મહાકાળી માતાજીને લાપસનો ભોગ અર્પણ કરવું
શુભરંગ – કાળો

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે દિવસ ખુબજ સારો છે
લવ- લાઈફ માટે સમય સારો જણાય
વિદ્યાર્થીઓનું મન અભ્યાસમા વ્યસ્ત રહેશે
ઘરમાં મહેમાનોનુ આગમન થાય
ઉપાય - ભૈરવ દાદાને ગુગ્ગલનો ધૂપ કરવો
શુભરંગ – સફેદ

મકર (ખ,જ)
તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે
માતા- પિતાની સેવામા સમય ફાળવી શકશો
આજે મહત્વનો નિર્ણય લઈ શકશો
ઘરમાં શાંતિનુ વાતાવરણ બની રહે
ઉપાય - આજે મહાકાળી માતાજીને ઋતુફળ અર્પણ કરવા
શુભરંગ – ક્રીમ

કુંભ (ગ,શ,સ,ષ)
કરિયરમા આગળ વધવા મહેનત કરવી પડે
સાસરી પક્ષ તરફ થી ધન સંબંધી કાર્યોમાં સફળતા મળશે
આવકના સ્ત્રોત વધશે
રચનાત્મક કાર્યોમા વ્યસ્ત રહેશો
ઉપાય - આજે પંચામૃતથી ભૈરવદાદાની પૂજા કરવી
શુભરંગ – ગુલાબી

મીન (દ,ચ,ઝ,થ)
દિવસ સામાન્ય પસાર થશે
તમારી મહેનતનુ યોગ્ય ફળ મળશે
મિત્રોસાથે નવો ધંધો શરૂ કરવાની યોજના બની શકે
વેપારમા કેટલાક લાભ મળે
ઉપાય – આજે મહાકાળી માતાજીને ગુલાબનો હાર અર્પણ કરવો
શુભરંગ – વાદળી

આજનો મહામંત્ર - ૐ એૈં ક્રીં હ્રીં મહાકાળી સર્વ દુષ્ટ બુદ્ધિબળ નિવારય સ્વાહા ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article