Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maha Kumbh : સંસ્કૃતિપ્રેમી , સંસ્કારી અને સામાજિક સનાતનીઓનો મહાસંગમ

કુંભનો મેળો એટલે સાધુ-સંતો, નાગાબાવા અને અલ્પશિક્ષિત શ્રદ્ધાળુઓનો જમેલો એવું ન સમજશો
maha kumbh   સંસ્કૃતિપ્રેમી   સંસ્કારી અને સામાજિક સનાતનીઓનો મહાસંગમ
Advertisement

Maha Kumbh - સનાતન વૈદિક હિન્દુ ધર્મ આ પૃથ્વી ઉપરનો સૌથી જૂનો અને સૌથી ઉદાર ધર્મ છે. હિન્દુ ધર્મનું મહાતીર્થ પ્રયાગરાજ આજે આખા વિશ્વમાં મહા કુંભમેળાને કારણે ચર્ચાનો વિષય છે.

Advertisement

Maha Kumbh કુંભમેળો દર બાર વરસે આવે પણ મહા કુંભમેળો ૧૨ x ૧૨ = ૧૪૪ વરસે આવે . ૨૦૨૫માં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલી રહેલો મહાકુંભ આપણી હૈયાતીમાં ભરાયો એ આપણા સૌનું સૌભાગ્ય ગણાય. એટલે જ આ મહામેળામાં દેશ-પરદેશથી લાખો હિન્દુઓ શ્રદ્ધાનું ઘોડાપુર લઈને આવી રહ્યા છે.

Advertisement

કુંભનો મેળો એટલે સાધુ-સંતો, નાગાબાવા અને અલ્પશિક્ષિત શ્રદ્ધાળુઓનો જમેલો એવું ન સમજશો કારણ આ મહાકુંભમાં વિધવિધ ક્ષેત્રનાં વિશ્વવિખ્યાત લોકો, પ્રબુદ્ધ નાગરિકો અને અબજોપતિ હિન્દુઓ પણ પોતાના પદ ,પૈસો અને પ્રસિદ્ધિ ભૂલીને માત્ર શ્રદ્ધા અને ભક્તિથી સામાન્ય માણસો સાથે સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે.

Advertisement

ચાલીસ હજારની રીટર્ન ટિકિટ હોવા છતાં એકપણ ફલાઈટમાં જગ્યા નથી એ શું બતાવે છે ? આ મુફલિસ , બેકાર અને અંધશ્રદ્ધાળુઓનો મેળો નથી. આ સંસ્કૃતિપ્રેમી , સંસ્કારી અને સામાજિક સનાતનીઓનો મહાસંગમ છે.

આ દોઢ મહિનામાં ભારત બહારથી લગભગ ૧૦ કરોડ લોકો પધારશે એમાં ભારતના મળીને કુલ ચાલીસ કરોડ જેટલાં શ્રદ્ધાળુઓ આવશે એવો અંદાજ છે. પ્રથમ પંદર દિવસમાં ૧૧ કરોડ લોકો આવી ગયા છે.

પ્રથમ દિવસે દોઢ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. ૨૯ જાન્યુઆરીના દિવસે મૌની અમાવસ્યાનાં અમૃત સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી તે દિવસે ૩.૬૧ કરોડ લોકોએ સ્નાન કર્યુ છે. એટલે જ ગોરાં-કાળાં સહીત આખું જગત આજે અચરજથી ફાટી આંખે આ મહામેળાને જોઈ રહ્યું છે.

જગતના ઇતિહાસમાં કોઈ એક જગ્યાએ કોઈ એક જ ધર્મના મહોત્સવમાં આટલી મોટી સંખ્યામાં મનુષ્યો ભેગાં થયા હોય તેવી પૃથ્વી ઉપરની આ સૌપ્રથમ ઘટના છે. એ માટે દરેક હિન્દુની છાતી ગજગજ ફૂલવી જોઇએ. જો ન ફૂલે તો માનજો તમે હિન્દુ નથી.

આ [ન વાંચો- Prayagraj: મહાકુંભમાં ભાગદોડની દુર્ઘટના બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો

Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Sanatan Sarvopari :સહજાનંદ સ્વામી ન હોત તો ગુજરાતનું નામ ગૌરવથી ન લેવાત

featured-img
ધર્મ ભક્તિ

આવતીકાલે વર્ષ 2025નું પ્રથમ સૂર્ય ગ્રહણ...નકારાત્મક પ્રભાવથી બચવા શું કરવું અને શું ન કરવું ?

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 28 March 2025 : આ રાશિના જાતકોનો આજનો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે

featured-img
Top News

Rashifal 27 march 2025 : આ રાશિના લોકોને ગજકેસરી યોગથી શુભ લાભ મળશે, આજે જાણો તમારું રાશિફળ

featured-img
ધર્મ ભક્તિ

પૂજા કરતી વખતે પાણી ભરેલા કળશના મહત્વ વિશે જાણો વિગતવાર

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 26 March 2025 : આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભની શક્યતા છે

Trending News

.

×