Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandra Grahan 2023: આ વર્ષે ચંદ્રગ્રહણ પર બનશે આ અદ્ભુત સંયોગ, આ રાશીઓ માટે....

આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 5 મે 2023ને શુક્રવારના રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહ પર 12 વર્ષ બાદ સર્જાશે ખાસ સંયોગ જેમાં કેટલીક રાશિઓને લાભ થશે. આ ચંદ્રગ્રહણ અમાસ પર થવાનું છે. આ ગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થવાનું છે....
chandra grahan 2023  આ વર્ષે ચંદ્રગ્રહણ પર બનશે આ અદ્ભુત સંયોગ  આ રાશીઓ માટે

આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 5 મે 2023ને શુક્રવારના રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહ પર 12 વર્ષ બાદ સર્જાશે ખાસ સંયોગ જેમાં કેટલીક રાશિઓને લાભ થશે. આ ચંદ્રગ્રહણ અમાસ પર થવાનું છે. આ ગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થવાનું છે. આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ છે તેથી તે ભારતમાં જોવા મળશે નહી. સાથે જ આ ચંદ્રગ્રહણનું સૂતકકાળ પણ માન્ય નહી રહે. આ ચંદ્રગ્રહણ ખુબ ખાસ રહેશે કારણકે આ ચંદ્રગ્રહણ 12 વર્ષ બાદ ચતુર્ગહી યોગ બનવા જઈ રહ્યો છે. જેમાં મેષ રાશિમાં સુર્ય, બુધ, ગુરૂ અને રાહુની યુતિ થવા જઈ રહી છે.

Advertisement

આ ચતુર્ગ્રહી યોગનો પ્રભાવ ચંદ્રગ્રહણ પછીના 10 દિવસો સુધી રહેશે. સાથે જ 15 મેના સુર્યના વૃષભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ ચતુર્ગ્રહી યોગનું સમાપન થઈ જશે. સાથે જ આ દિવસે સિદ્ધિ યોગ અને વ્યતિપાત યોગના નિર્માણનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ગ્રહણને મોટી ખગોળીય ઘટના માનવામાં આવે છે પણ આ શુભ સંયોગના કારણે આ ગ્રહણ કેટલીક રાશિઓ માટે ખુબ શુભ માનવામાં આવી રહ્યું છે.

મેષ
ચંદ્રગ્રહણ પર બનતા આ શુભ સંયોગ મેષ રાશિના જાતકો માટે ખુબ ખાસ છે. આ ગ્રહણથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવવાની શક્યતા છે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. આ દરમિયાન અનેક સારા કાર્ય ફળશે તથા મુસાફરી લાભદાયી નિવડશે. વેપાર ધંધા સાથે જોડાયેલા જાતકો માટે ગ્રહણ શુભ રહેશ. સંપત્તિમાં રોકાણ લાભદાયક સિદ્ધ થઈ શકે છે.

Advertisement

સિંહ
સિંહ રાશિના જાતકો માટે પણ આ ગ્રહણ ખુબ શુભ રહેવાનું છે. કાર્યસ્થળમાં લાભ થવાની શક્યતા છે. નોકરીમાં ઘણી સારી તકો મળી શકે છે. ભાગીદારીના કામમાંથી પણ નફો મળવાની આશા છે. આ સમયગાળામાં તમે તમારા કામને લઈને કાર્યસ્થળ પર એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહી શકે છે. આ દરમિયાન તમે તમારા લક્ષ્ય પર સખ્ત મહેનત કરતા પણ જોવા મળશો.

Advertisement

ધન
આ સમયગાળા દરમિયાન સમાજમાં પોતાની સ્થિતિ મજબુત થાય છે. અને પરિવારના સભ્યો અને દોસ્તો સાથે તીર્થ યાત્રા પર જઈ શકો છો. છેલ્લા કેટલાક સમયથી જો તમે કોઈ શારિરીક સમસ્યાથી પરેશાન થતા હોય તો તેનાથી તમને છુટકારો મળી શકે છે. ધન રાશિના જાતક ભાગ્યના ભરોસે નહી પણ વધારે મહેનત કરશો તો વધારે સફળ થશો. સાસરી પક્ષથી સ્થિતિમાં કેટલાક ઉતાર ચડાવ આવી શકે છેય. પણ ધીરે-ધીરે આ સામાન્ય થતું જોવા મળી રહ્યું છે.

મીન
કામમાં સફળતા મળશે મિત્રોથી લાભ થશે અને સાથે જ કાર્યસ્થળ અને સમાજમાં તમારો યશ વધશે. આ ગ્રહણકાળ તમારા ભાગ્યને પણ મજબુત કરી શકે છે. પોતાની યોગ્યતાને સાબિત કરવા માટે આગળ વધીને કોઈ પણ પડકારનું સમાધાન કરવાની જવાબદારી લઈ શકો છો. આ દરમિયાન કેટલાક ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે.

આ પણ વાંચો : માત્ર વિચારવાથી જીવનમાં ગ્રહોની શુભ અસર આડ અસરમાં ફેરવાઈ જાય છે, જાણો કેવી રીતે?

Tags :
Advertisement

.