Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અગણિત ગુણના સ્વામી અને તૃષ્ણાના તારણહારી એટલે રઘુકુલ નંદન મર્યાદા પુરષોત્તમ શ્રી રામ

અગણિત ગુણના સ્વામી મર્યાદા પુરષોત્તમને શબ્દોના થકી વ્યાખ્યાયિત કરવા શક્ય નથી. ભગવાન શ્રી રામની ખ્યાતિ, પ્રતિષ્ઠા, ગુણ, સુંદરતા, વ્યક્તિત્વ અને તેમના અવિરત નામનો મહિમા અગણિત, અચલ અને અદ્વિતીય છે. ભગવાન શ્રી રામ આજે પોતાના જ શહેરમાં પોતાના જ ઘરમાં 500...
08:48 AM Jan 22, 2024 IST | Harsh Bhatt

અગણિત ગુણના સ્વામી મર્યાદા પુરષોત્તમને શબ્દોના થકી વ્યાખ્યાયિત કરવા શક્ય નથી. ભગવાન શ્રી રામની ખ્યાતિ, પ્રતિષ્ઠા, ગુણ, સુંદરતા, વ્યક્તિત્વ અને તેમના અવિરત નામનો મહિમા અગણિત, અચલ અને અદ્વિતીય છે. ભગવાન શ્રી રામ આજે પોતાના જ શહેરમાં પોતાના જ ઘરમાં 500 વર્ષ બાદ પાછા ફરી રહ્યા છે. આજનો આ દિવસ ન જાણે આવનાર કેટલા અગણિત સામે સુધી યાદ રાખવામાં આવશે.

ત્રેતા યુગમાં 14 વર્ષનો વનવાસ ભોગવનાર શ્રી રામને કલયુગમાં 500 વર્ષ સુધી પોતાના જ મંદિર થી દૂર રહેવું પડ્યું

ત્રેતા યુગમાં 14 વર્ષનો વનવાસ ભોગવનાર શ્રી રામને કલયુગમાં 500 વર્ષ સુધી પોતાના જ મંદિર થી દૂર રહેવું પડ્યું, પરંતુ દરેક રાત્રીનો દિવસ થાય છે, દરેક અંધકાર બાદ સૂર્યોદય થાય છે, દરેક નિરાશાનો અંત આશાના કિરણથી આવે છે તે રીતે ઇક્ષ્વાકુ વંશજના સૂર્યવંશી રાજા અને  ભગવાન વિષ્ણુના અવતારી  મર્યાદાપુરષોત્તમ શ્રી રામ પોતાની નગરી જેમાં કહેવાય છે પ્રભુ એ 10,000 વર્ષ સુધી રાજપદ સંભાળ્યું તેમાં તેમના સ્વાગતનું સાક્ષી આ વિશ્વ બનવા જઈ રહ્યું છે.

ભગવાન શ્રી રામ કોઈ ધર્મ, જાતિ કે સમુદાયનો ભાગ નથી, ભગવાન શ્રી રામને મનુષ્યની સામાન્ય બુદ્ધિ ક્ષમતા દ્વારા સમજવા એ વ્યર્થ છે. રઘુકુલ નંદનને તો એકમાત્ર ભક્તિરસથી જાણી અને સમજી શકાય છે. ભારત અને સનાતનની અખંડ સંસ્કૃતિને આકાર આપનારા શ્રી રામના નામનો મહિમા જાણી તેમના શરણના શરણાર્થી બનવું એ જ શ્રેષ્ઠ છે.

અયોધ્યા નગરીના પ્રજા પ્રિય રાજા, માતા સિયાના પ્રેમમૂર્તિ સ્વરૂપ સ્વામી, રાજા દશરથના આજ્ઞાકરી પુત્ર, માતા કૌશલ્યાના લાડકવાયા નંદન અને સમગ્ર ભ્રમાંડને જીવન મૃત્યુના ભવ સંસારમાંથી તારનાર તારણહાર, ટૂંકમાં કહીએ તો દરેક પાત્રમાં શ્રેષ્ટતા કેળવનાર એકમાત્ર સૌના સ્વામી એટલે શ્રી રામ.

ટૂંકમાં શ્રી રઘુકુલ નંદન ભગવાન શ્રી રામ એ........

શ્રી રામ મનને વશમાં રાખનાર, મહાબળવાન
શ્રી રામ બુદ્ધિમાન, નીતિઓના જાણકાર, સારા વક્તા
શ્રી રામ સુંદર અને શત્રુઓનો નાશ કરનારા

ધર્મના જાણકાર, સદા સત્ય બોલનારા, પ્રજાનું સારૂં કરનારા
શ્રી રામ યશસ્વી, જ્ઞાની, પવિત્ર, જિતેન્દ્રિય, મનને એકાગ્ર રાખનારા
પ્રજાપતિની જેમ શ્રી રામ બધાના અનુયાયી, સમૃદ્ધિશાળી
દુશ્મનોનો નાશ કરનારા, જીવ, ધર્મની રક્ષા કરનારા શ્રી રામ

શ્રી રામ પોતાના ધર્મ અને પોતાના લોકોનું પાલન કરનારા
વેદ, ઉપનિષદ, પુરાણોના જાણકાર, ધનુર્વિદ્યામાં પારંગત શ્રી રામ
શ્રી રામ તમામ શાસ્ત્રોના જાણકાર અને પ્રતિભાશાળી
શ્રી રામની યાદશક્તિ અતિ અતિ પ્રલંબ અને મજબૂત
શ્રી રામ સારા વિચાર અને ઉદાર હૃદય વાળા

શ્રી રામ વાતચીત કરવામાં ચતુર અને લોકપ્રિય
શ્રી રામ તમામ માટે સમાન ભાવ રાખનારા છે

શ્રી રામ માતા કૌશલ્યાનો આનંદ વધારનારા
શ્રી રામમાં સમુદ્ર જેવી ગંભીરતા, હિમાલય જેવું ધૈર્ય
શ્રી રામ ભગવાન વિષ્ણુની જેમ બળવાન છે

શ્રી રામના દર્શન ચંદ્રમાની જેમ મનોહર છે
શ્રી રામ ગુસ્સામાં કાલાગ્નિ અને માફ કરવામાં પૃથ્વી સમાન
શ્રી રામ ત્યાગ કરવામાં કુબેર અને સત્યમાં ધર્મરાજની જેમ

Tags :
Ayodhyabhagvan vishnuBhagwanmata sitaraghukul nanadanramayanShree RamValmiki
Next Article
Home Shorts Stories Videos