Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lord krishna -ભગવાન શ્રીકૃષ્ણ તુલસીના પાંદડે કેમ તોલાયા?

Lord krishna ને કાંઈ દાગીનાથી તોલાતા હશે?  રુક્મિણીએ તુલસીજીનું એક પાન છાબડામાં મૂક્યું અને ભગવાન તોલાઈ ગયા. તુલસીનું પાન રુક્મિણીએ ભાવથી-પ્રેમથી અર્પણ કર્યું તેથી ભગવાન તોલાઈ ગયા રુક્મિણીએ સેવાથી ઈશ્વરને કેવા વશ કરેલા, પ્રસન્ન કરેલા કે તેણે એક તુલસીનું પાન...
lord krishna  ભગવાન શ્રીકૃષ્ણ તુલસીના પાંદડે કેમ તોલાયા
Lord krishna ને કાંઈ દાગીનાથી તોલાતા હશે?  રુક્મિણીએ તુલસીજીનું એક પાન છાબડામાં મૂક્યું અને ભગવાન તોલાઈ ગયા. તુલસીનું પાન રુક્મિણીએ ભાવથી-પ્રેમથી અર્પણ કર્યું તેથી ભગવાન તોલાઈ ગયા

રુક્મિણીએ સેવાથી ઈશ્વરને કેવા વશ કરેલા, પ્રસન્ન કરેલા કે તેણે એક તુલસીનું પાન મૂક્યું અને ભગવાન તોળાઈ ગયા. શ્રીધરસ્વામીએ હરિવિજયમાં એક પ્રસંગનું વર્ણન કર્યું છે.

Advertisement

કૃષ્ણ ભગવાનનું દાન કરો

સત્યભામાને એક દિવસ અભિમાન થયું. (Lord krishna) ભગવાનની સૌથી માનીતી તો હું જ. એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા. સત્યભામાએ નારદજીને કહ્યું: મને આવા પતિ આવતા જન્મે અને જનમોજનમ મળે તેવો ઉપાય બતાવો.

નારદજીએ કહ્યું: જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો, તે વસ્તુ તમને આવતા જન્મમાં મળે. તમારે કૃષ્ણ ભગવાન આવતા જન્મમાં પણ પતિ તરીકે જોઈતાં હોય તો તમે કૃષ્ણ ભગવાનનું દાન કરો.

Advertisement

સત્યભામા શ્રીકૃષ્ણનું દાન કરવા તૈયાર થયાં, પણ આવું દાન લે કોણ? કોઈ દાન લેવા તૈયાર ન થયા. નારદજીને દાન લેવા સમજાવ્યા. અંતે નારદજી દાન લેવા તૈયાર થયા. સંકલ્પ કરી સત્યભામાએ શ્રીકૃષ્ણનું દાન નારદજીને કર્યું. શ્રીકૃષ્ણ દાનમાં મળ્યા એટલે નારદ તો કૃષ્ણને(Lord krishna ) લઈને ચાલવા લાગ્યા. સત્યભામાએ નારદજીને કહ્યું: મારા પતિને તમે ક્યાં લઈ જાવ છો?

નારદજીને કહ્યું: તમે જ હમણાં સંકલ્પ કરીને તમારા પતિનું દાન મને કર્યુંને? એટલે તે મારા થયા. દાનમાં આપેલી વસ્તુઓ જેને આપો તેની થાય. માટે શ્રીકૃષ્ણ પર મારો હક છે.

Advertisement

સત્યભામાને ભૂલ સમજાઈ. કૃષ્ણને નારદજી પાસેથી પાછા માંગ્યા. નારદજી કૃષ્ણને આપવાની ના પાડે છે. આ વાતની જાણ બીજી રાણીઓને થઈ. તેઓ બધી દોડતી આવી. એક રુક્મિણી ન આવેલાં. બધી મહારાણીઓ નારદજીને વિનવે છે. અમારા શ્રીકૃષ્ણ અમને આપો. રાણીઓ શ્રીકૃષ્ણને પરત આપવા કહે છે.

નારદજીને તેઓ કહે છે, શ્રીકૃષ્ણને તો સત્યભામાએ મને દાનમાં આપ્યા છે એટલે તે મારા થયા. છતાં પણ જો તમે શ્રીકૃષ્ણના ભારોભાર સોનું આપો તો તેને પરત આપવા હું તૈયાર છું.

સત્યભામાનું અભિમાન ઉતારવા આ લીલા હતી

સત્યભામા ખુશ થઈ ગયાં. મારી પાસે તો સ્યમંતકમણિ, દાગીનાઓ તો પુષ્કળ છે. ભગવાનનું વજન થઈ થઈને કેટલું થવાનું હતું? સત્યભામા પોતાના સઘળા દાગીના લઈ આવ્યાં. છાબડીના એક પલ્લામાં શ્રીકૃષ્ણને બેસાડવામાં આવ્યા અને બીજા પલ્લામાં સત્યભામા પોતાના દાગીના મૂકવા લાગ્યાં, પણ આ શું? સત્યભામાએ પોતાના સઘળા દાગીના પલ્લામાં મૂકી દીધા. સ્યમંતકમણિ, હીરા-ઝવેરાત, સોનાના સર્વ દાગીનાઓથી વજન કરવા લાગ્યાં, પણ વજન થતું નથી. શ્રીકૃષ્ણ બેઠેલા તે છાબડું ઊચકાતું જ નથી.

બધી રાણીઓ ગભરાઈ. તેઓ દોડી ગઈ અને સર્વ પોતપોતાના સુવર્ણના દાગીના લાવવા લાગી. સર્વે રાણીઓના દાગીનાઓ છાબડાના પલ્લામાં મૂક્યા પણ શ્રીકૃષ્ણ તોલાતા નથી. જીવને અભિમાન આવે તો ભગવાન હલકા કેમ થાય? શ્રીકૃષ્ણની કિંમત, શું જર, ઝવેરાત કે સુવર્ણના દાગીનાઓથી થાય?

રાણીઓ શ્રીકૃષ્ણની કિંમત દાગીનાઓથી કરવા લાગી. એટલે હજારો મણ દાગીનાઓથી ભગવાન તોલાતા નથી. સત્યભામાનું અભિમાન ઉતારવા આ લીલા હતી.

Lord krishna-ભગવાનને કાંઈ દાગીનાથી તોલાતા હશે?

સર્વ રાણીઓ વિચારમાં પડી ગઈ. હવે શું કરવું? સત્યભામાએ દાન કરીને મોટી ભૂલ કરી છે. સત્યભામા રુક્મિણીના શરણે ગઈ. આ વાતની અંતે રુક્મિણીને જાણ થઈ. રુક્મિણી ત્યાં આવ્યાં. ભગવાન કેમ તોલાતા નથી તેનો ભેદ રુક્મિણીજી જાણી ગયાં.

બીજી રાણીઓને કહેવા લાગ્યાં, ભગવાનને કાંઈ દાગીનાથી તોલાતા હશે? રુક્મિણીએ તુલસીજીનું એક પાન છાબડામાં મૂક્યું અને ભગવાન તોલાઈ ગયા. તુલસીનું પાન રુક્મિણીએ ભાવથી-પ્રેમથી અર્પણ કર્યું તેથી ભગવાન તોલાઈ ગયા.

`તુલસીને પાંદડે તોલાયો મારો વ્હાલમો.'

બોડાણા માટે ભગવાન સવાવાલના થયા હતા. `ધન્ય ધન્ય બોડાણાની નારી સવાવાલ થયા વનમાળી.’

ઈશ્વરને એવી ઈચ્છા નથી કે કોઈ મારી સેવા કરે. ઈશ્વર નિજ લાભ પરિપૂર્ણ છે. તેને કોઈ વસ્તુની અપેક્ષા નથી. તે સ્વયં આનંદરૂપ છે. તેની ઈચ્છા એવી નથી કે વૈષ્ણવો મને ભોગ ધરે. ઈશ્વરને ખાવાની ઈચ્છા નથી. ઈશ્વર નિષ્કામ છે. ભક્તોને રાજી કરવા ભગવાન આરોગે છે.

ભક્તિમાં આત્મનિવેદન 

ભગવત નિવેદન કર્યા વગર કાંઈ ખાશો નહીં. ઈશ્વરનું ઈશ્વરને અર્પણ કરવાનું છે. પ્રેમથી અર્પણ કરશો તો ભગવાન પ્રસન્ન થશે. ઈશ્વરને અર્પણ કર્યા વગર ખાય તે ભૂખ્યો મરે છે. ઈશ્વરને અર્પણ કરશો તો અનંતગણું બનાવીને ઈશ્વર પાછું આપશે. ઈશ્વર કહે છે, આ સર્વ મેં બનાવ્યું છે. તે મને અર્પણ કરે તેમાં આશ્ચર્ય નથી, પણ મને અર્પણ કર્યા વગર ખાય તો યોગ્ય નથી.

ભગવાન ફક્ત તમારો ભાવ જુએ છે. ભગવાનને ઘેર ક્યાં ખોટ છે? ભગવાને આપેલું જ તેમને આપવાનું છેને? કોઈ વસ્તુને ઉત્પન્ન કરવાની શક્તિ જીવનમાં નથી. આ સર્વ શ્રીકૃષ્ણનું છે.

દીવો કરવાથી કે આરતી ઉતારવાથી ભગવાનના ઘેર અજવાળું થવાનું નથી. તેથી પ્રકાશ તમારા હૃદયમાં થશે. ઈશ્વરનું અંગ તો સ્વયં પ્રકાશમય છે.

સેવાધર્મો પરમ ગહનો

સેવા કરવાથી સેવકને સુખ થાય છે. તેથી ભગવાનને શું સુખ મળવાનું હતું? તે તો પરમાનંદ સ્વરૂપ છે. જીવને આપનાર ઈશ્વર છે, પરંતુ મનુષ્ય નિવેદન કરે એટલે ભગવાન પ્રસન્ન થાય છે.

સેવા અને પૂજામાં ભેદ છે, જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા. જ્યાં વેદમંત્રો પ્રધાન છે તે પૂજા. પૂજા કરો તો અનન્ય પ્રેમથી પૂજા કરો. સ્નેહ વગરનું સમર્પણ વ્યર્થ જાય છે. સારાં કપડાં બગડવાની બીકે મંદિરમાં મનુષ્ય ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરતો નથી.

નર કપનડ કો ડરત હૈ,

નરક પડન કો નાહીં.

સર્વ ઈશ્વરનું જ છે. ફક્ત તેને અર્પણ કરવાનું છે. તમારી અર્પણ કરવાની રીતથી તમારો ભાવ દેખાઈ આવશે.

યથા શક્તિ તથા ભક્તિ 

દક્ષિણમાં એક કથા પ્રચલિત છે. એક ગામમાં એક ગૃહસ્થને ત્યાં લગ્ન હતાં. વિઘ્નનાશ માટે સર્વપ્રથમ ગણપતિજીની પૂજા કરવાની હોય છે. ગોર મહારાજે પૂજા વખતે જોયું તો ગણપતિની મૂર્તિ હતી નહીં. હવે શું થાય? ગોર મહારજ જ્ઞાની હતા. જ્યાં પ્રેમથી પધરાવો ત્યાં આવીને ઈશ્વર વિરાજે છે. સોપારીમાં પણ ભગવાન આવીને બેસે છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ઠાકોરજીને અર્પણ કરવી એ ભક્તિ છે. નૈવેદ્યમાં ગોળ હતો. તે ગોળના ગણપતિ બનાવ્યા. યજમાનને પૂજા કરવાનું કહ્યું. ધૂપદીપ થયા પછી નૈવેદ્ય અર્પણ કરવાનો સમય આવ્યો. નૈવેદ્યના ગોળના તો ગણપતિ બનાવ્યા હતા. હવે નૈવેદ્ય લાવવું ક્યાંથી? એટલે ગોર મહારાજે ફરીથી તે ગોળના ગણપતિની મૂર્તિમાંથી થોડો ગોળ કાઢી લીધો અને ગોળનું નૈવેદ્ય ધર્યું.

ગોળના ગણપતિ અને ગોળનું નૈવેદ્ય. આવી પૂજાથી પણ ગણપતિ પ્રસન્ન થયા. યજમાનના કાર્યમાં વિઘ્ન ન આવ્યું. કારણ આ કાર્ય પાછળ ભાવના તો શુદ્ધ હતીને? વસ્તુનું મહત્ત્વ નથી, પણ ભાવની મહત્તા છે. સેવા સદ્ભાવથી કરો તો સફળ થાય. સેવા કરતાં રોમાંચ થાય, સેવા કરતાં આંખમાં આંસુ આવે, તે સેવા સાચી સેવા. સેવા ક્રિયાત્મક નહીં ભાવાત્મક હોવી જોઈએ. સેવા કરતાં આનંદ થાય તેનું નામ સેવા. થોડું કરો, પણ પ્રેમપૂર્વક કરો. ભગવાન માટે રસોઈ કરો. ભગવાનને અર્પણ કરીને જમો.

નાથ, આપ વિશ્વંભર છો. સર્વના માલિક છો. તમને કોણ જમાડી શકે? તમારું તમને અર્પણ કરું છું. ઈશ્વરનું ઈશ્વરને અર્પણ કરવાનું છે. અરે, આ જીવ બીજું લાવે ક્યાંથી? જીવ બીજે ક્યાંથી લાવવાનો હતો? ફક્ત ભાવવાની કિંમત છે. પરમાત્મા પરિપૂર્ણ છે. ઈશ્વરને અપેક્ષા નથી. પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી, પણ ફક્ત પ્રેમની ભૂખ છે.

ભગવાનને ભાવથી અર્પણ કરશો, તો તે અનંત ગણું કરીને આપે છે.

આ પણ વાંચો- Navdha Bhakti-સીતાહરણ વખતે દશાનન રાવણે છેતરપિંડી કેમ કરવી પડી?

Advertisement

.