Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kalki avatar: જાણો ભગવાન વિષ્ણું કલ્કિ અવતાર વિશે, જન્મ પહેલા જ બની રહ્યું છે મંદિર

Kalki Mandir: અત્યારે કલ્કિ અવતાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહીં છે. પ્રધાનમંત્રીએ ખુદ કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. પૃથ્વી પર ભગવાન વિષ્ણુના છેલ્લા અવતારને લઈને અનેક માન્યતાઓ ચાલી રહીં છે. ઉત્તર પ્રદેશમાં સંભલના અંકારા કંબોહ વિસ્તારમાં કલ્કી મંદિર...
12:50 PM Feb 19, 2024 IST | VIMAL PRAJAPATI
Vishnu's Kalki avatar

Kalki Mandir: અત્યારે કલ્કિ અવતાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહીં છે. પ્રધાનમંત્રીએ ખુદ કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. પૃથ્વી પર ભગવાન વિષ્ણુના છેલ્લા અવતારને લઈને અનેક માન્યતાઓ ચાલી રહીં છે. ઉત્તર પ્રદેશમાં સંભલના અંકારા કંબોહ વિસ્તારમાં કલ્કી મંદિર બનવા જઈ રહ્યું છે. તો આવો જાણીએ કલ્કિ અવતાર અને કલ્કિ ધામ મંદિર વિશે...

કલ્કિને ભગવાન વિષ્ણુનો 10 મો અને છેલ્લો અવતાર માનવામાં આવે છે. એવું કહેવાઈ રહ્યું છે કે, જ્યાર કળિયુગ પાપની ચરમ સીમાએ હશે ત્યારે વિષ્ણુ ભગવાન કલ્કિ અવતાર રૂપે પ્રગત થશે. કલ્કિ ધામને દુનિયાનું સૌથી અનોખુ મંદિર કહેવામાં આવી રહ્યું છે. આ એક એવું ધામ છે જેમાં ભગવાનનો અવતાર થયા પહેલા જ તેના મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં એક નહીં પરંતુ 10 ગર્ભ ગૃહ હશે, જેમાં વિષ્ણુના 10 અવતારોને અલગ અલગ ગર્ભ ગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

આ મંદિરને બનતા 5 વર્ષનો સમય લાગશે

શ્રી કલ્કિ ધામ મંદિર પરિસરમાં 5 એકડમાં બનીને તૈયાર થયું છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિરને બનતા 5 વર્ષનો સમય લાગશે. આ મંદિરનું નિર્માણ બંસી પહાડપુરના ગુલાવી પથ્થરોથી કરવામાં આવશે. નોંધનીય છે કે, સોમનાથ મંદિર અને અયોધ્યાનું રામ મંદિર પણ આ જ બંસી પહાડપુરના પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. મંદિરના શિખરની ઊંચાઈની વાત કરીએ તો 108 ફુટની રાખવામાં આવશે. રામ મંદિરની જેમ આ મંદિરમાં પણ ક્યાય સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે. શ્રી કલ્કિ ધામ મંદિરમાં 10 ગર્ભ ગૃહ હશે તેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની સ્થાપના કરવમાં આવશે. તેના માટે ભગવાનની નવી મૂર્તિ હશે. આ માટે અદ્ભુત પ્રતિમા લાવવામાં આવશે, જેને ધાર્મિક વિધિઓ સાથે પવિત્ર કરવામાં આવશે. આ ધામ નિર્માણ દૃષ્ટિકોણથી ભવ્ય અને ધાર્મિક દૃષ્ટિકોણથી દિવ્ય હશે.

ભગવાન પરશુરામ કલ્કિ અવતારને તલવાર આપશે

શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે ભગવાન વિષ્ણુના કલ્કિનો અવતાર જન્મ થશે, ત્યારે ભગવાન શિવ દ્વારા દેવદત્ત નામનો સફેદ ઘોડો પણ તેમને આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામ કલ્કિ અવતારને તલવાર આપશે અને ભગવાન બૃહસ્પતિ તેમને શિક્ષણ અને દીક્ષા આપશે. આ વાતોનું ધ્યાન રાખવાથી જ ભગવાનની મૂર્તિ કલ્કિ સ્વરૂપમાં હશે.

આ મંદિરના ખુલ્લા પ્રાંગણમાં એક કિઓસ્ક છે જે ચારે બાજુથી જાળીના પથ્થરોથી ઢંકાયેલું છે. આ ગુમતીમાં પીળા આરસપહાણથી ઘોડાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ભગવાન કલ્કિ આ ઘોડા પર જ સવારી કરશે. આ ઘોડાના ત્રણ પગ જમીન પર છે અને આગળનો એક પગ ઊંચો છે. લોકો માને છે કે પગ ધીમે ધીમે નીચે નમી રહ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે ઘોડાના આ પગ પર એક ઘા છે અને જે દિવસે આ ઘા રૂઝાઈ જશે તે દિવસે ભગવાન વિષ્ણુના કલયુગી અવતાર કલ્કિનો જન્મ થશે.

ઉલ્લેખનીય છે કે, હિંદુ ધર્મ ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે, જ્યારે જ્યારે ધરતી પર પાપ અને અન્યાય વધ્યો છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અલગ-અલગ રૂપે અવતાર લઈને અન્યાયનો નાશ કર્યો છે. શાસ્ત્રોમાં વિષ્ણુના 10 અવતારોનો ઉલ્લેખ જેવા મળે છે, જેમાં મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર,વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, શ્રીરામ અવતાર, શ્રીકૃષ્ણ અવતારના મંદિરો બનાવવામાં આવશે.

ભગવાન વિષ્ણુનો કલ્કિનો અવતાર

આજે પણ કલ્કિનો અવતાર લોકો માટે એક રહસ્ય છે. શ્રીમદભગવદ્ગીતા પુરાણના બારમા સ્કંધમાં ઉલ્લેખ છે કે ભગવાનનો કલ્કી અવતાર કળિયુગના અંતમાં અને સત્યયુગના સંગમ કાળમાં થશે. શાસ્ત્રોમાં કલ્કી અવતાર સંબંધિત એક શ્લોકમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે-

सम्भल ग्राम मुख्यस्य, ब्राह्मणस्य महात्मनः। भवने विष्णु यशसः कल्किः प्रादुर्भविष्यति।।

તેનો મતલબ થયા છે કે, સંભલમાં વિષ્ણુયશ નામના શ્રેષ્ઠ બ્રાહ્મણના પુત્ર સ્વરૂપે ભગવાન કલ્કિનો જન્મ થશે. ત્યાર બાદ કલ્કિ ભગવાન દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને તલવારથી દુશ્મોનોનો સર્વનાશ કરશે અને ત્યાંરથી પછી સત્યયુગની શરૂઆત થશે. ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારને મિસ્સકલંક અવતાર તરીકે પણ ઓળખવામાં આવશે.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કલ્કિ ધામનો શિલાન્યાસ, CM યોગી પણ રહ્યા ઉપસ્થિત

Tags :
dharm bhaktiHindu DharmKalki avatarVishnu's avatarVishnu's Kalki avatar
Next Article